09/27/2026
શિકાગો ઓપન યુનિવર્સિટી (યુ.એસ.એ.) દ્વારા સહકારી અગ્રણી તેજશ પટેલનું માનદ ડોક્ટરેટ પદવીથી અને લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી ગૌરવપૂર્ણ સન્માન.
નવી દિલ્હી ખાતે આયોજિત છઠ્ઠા દીક્ષાંત સમારોહમાં દેશ-વિદેશના પ્રખ્યાત મહાનુભાવોની ઉપસ્થિતિમાં એવોર્ડ એનાયત કરાયો: છેલ્લા ૨૮ વર્ષથી સહકારી સેવાઓ,નેતૃત્વ, કૃષિ અને ગ્રામીણ વિકાસ પ્રત્યે તેજશ પટેલની દીર્ઘકાલીન પ્રતિબદ્ધતાની આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ
નવી દિલ્હી:
ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક લિ. (કેડીસીસી બેંક)ના ચેરમેન અને જાણીતા સહકારી અગ્રણી શ્રી તેજસકુમાર બી પટેલને યુ.એસ.એ.ની પ્રતિષ્ઠિત શિકાગો ઓપન યુનિવર્સિટી (Chicago Open University, USA) દ્વારા ડોક્ટરેટની માનદ પદવી (Honorary Doctorate) એનાયત કરવામાં આવી છે. નવી દિલ્હીની હોટેલ 'લે મેરિડિયન' ખાતે આયોજિત છઠ્ઠા દીક્ષાંત સમારોહ (Convocation), એન્ટરપ્રિન્યોરશિપ અને ટુરિઝમ સમિટ ૨૦૨૬ દરમિયાન આ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. ઓરેન્જ અને બ્રાઉન એનર્જીના પ્રણેતા તેજશ પટેલને તેમની ઉત્કૃષ્ટ સેવાઓ, શ્રેષ્ઠતા અને વિશિષ્ટ સિદ્ધિઓના પ્રતીક રૂપે આ માનદ પદવી એનાયત થઈ છે.
આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય મહાનુભાવોના હસ્તે સન્માન
શિકાગો ઓપન યુનિવર્સિટીની કાઉન્સિલની ભલામણ અને સત્તાવાર અધિકાર હેઠળ આયોજિત આ ભવ્ય સમારોહમાં નીચે મુજબના વૈશ્વિક અને રાષ્ટ્રીય સ્તરના ગૌરવવંતા મહાનુભાવોના હસ્તે શ્રી તેજશ પટેલને માનદ ડોક્ટરેટ ડિગ્રી
ડૉ. આર. કે. ગુપ્તા (Dr. R. K. Gupta) – વાઇસ ચાન્સલર, શિકાગો ઓપન યુનિવર્સિટી
સુશ્રી જસવિન્દર કસ્તુરિયા (Ms. Jasvinder Kasturia) – પૂર્વ ભારતીય રાજદૂત અને હાઈ કમિશનર (નોર્થ કોરિયા ખાતે પૂર્વ ભારતીય રાજદૂત)
જસ્ટિસ ઇકબાલ અહેમદ અન્સારી (Justice Iqbal Ahmed Ansari) – પૂર્વ મુખ્ય ન્યાયાધીશ (Chief Justice), પટના હાઈકોર્ટ,ડૉ. હરવંશ ચાવલા (Dr. Harvansh Chawla) – ચેરમેન, BRISEC ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી,ડૉ. ભાવના ગુપ્તા (Dr. Bhavana Gupta) – ડિરેક્ટર, શિકાગો ઓપન યુનિવર્સિટી (યુ.એસ.એ.) દ્વારા એનાયત કરવામાં આવી હતી
સામાજિક ઇજનેરી અને પર્યાવરણીય ક્રાંતિ
તેજશ પટેલ છેલ્લા ૨૮ વર્ષથી અવિરતપણે સોશિયલ એન્જિનિયરિંગ અને પર્યાવરણીય ક્રાંતિ માટે સક્રિય કામગીરી કરી રહ્યા છે. સહકારી ધોરણે વિશ્વની પ્રથમ સોલાર સહકારી મંડળીની સ્થાપના કર્યા બાદ, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ૭૬મા જન્મદિને સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ‘નમો ગ્રામ સ્વચ્છતા સહ સમૃદ્ધિ સહકારી મંડળી’ની વિશિષ્ટ પહેલ હાથ ધરી છે. આ પહેલ ગામડાઓને સ્વચ્છ અને સમૃદ્ધ બનાવવાની સાથે ધરતીપુત્રોને આત્મનિર્ભર અને આર્થિક રીતે મજબૂત બનાવવામાં મહત્વનો ભાગ ભજવશે. શ્વેતક્રાંતિના પ્રણેતા ત્રિભુવનદાસ પટેલના માર્ગે ચાલીને તેજશ પટેલ ઓરેન્જ અને બ્રાઉન એનર્જીના ક્ષેત્રે એક નવીન ક્રાંતિ સર્જી રહ્યા છે.
તેમણે સોલરાઈઝેશન (સૌર ઊર્જા), 'વેસ્ટ ટુ વેલ્થ' (કચરામાંથી સમૃદ્ધિ) અને 'વેસ્ટ ટુ એનર્જી' જેવા પર્યાવરણલક્ષી વિષયો પર જમીની સ્તરે નક્કર કામ કર્યું છે. સાથે જ, ડિજિટલ ઈન્ડિયા મિશન હેઠળ ગ્રામીણ અને સહકારી ક્ષેત્રે અદ્યતન ટેકનોલોજીનો વ્યાપ વધારવામાં અગ્રેસર ભૂમિકા ભજવી છે.
કેડીસીસી બેંકની ઐતિહાસિક સિદ્ધિ અને ડિજિટલ ઇનોવેશન
શ્રી તેજશ પટેલના કુશળ નેતૃત્વ હેઠળ કેડીસીસી બેંકે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં રૂ. ૫,૦૦૦ કરોડના બિઝનેસનો ઐતિહાસિક આંક વટાવી નવો સીમાચિહ્ન સ્થાપિત કર્યો છે. બેંક દ્વારા છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવા માટે વોટ્સએપ બેંકિંગ, ટેબ્લેટ બેંકિંગ, ક્યુઆર કોડ આધારિત પેમેન્ટ્સ, એઇપીએસ (AePS), નેટ બેંકિંગ, અદ્યતન ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ (DMS) અને સ્ટેટ-ઓફ-ધી-આર્ટ લોન મેનેજમેન્ટ સિસ્ટમ જેવી આધુનિક સુવિધાઓ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત એફપીઓ (FPO) ડેવલપમેન્ટ થકી ખેડૂતોને સહાય, સોલરાઇઝેશન માટે વિશેષ ફાયનાન્સ અને માઇક્રો એટીએમ તેમજ કેશ ડિલિવરી ઇનોવેશનથી ગ્રામ્ય અર્થતંત્રને ગતિ આપી છે.
વૈશ્વિક મંચ પર સતત સ્વીકૃતિ
અગાઉ પણ યુ.એસ.એ.ના પેન્સિલવેનિયાના સ્ક્રેન્ટન ખાતે 'ઇન્ડો-અમેરિકન કમ્યુનિટી ઓફ સ્ક્રેન્ટન' (ICOS) દ્વારા તેમનું વિશિષ્ટ સન્માન કરાયું હતું. આ ઉપરાંત ઇકોનોમિક ગ્રોથ ફાઉન્ડેશન દ્વારા થાઇલેન્ડમાં યોજાયેલી ઇન્ટરનેશનલ સમિટમાં તેમને 'ઇન્ટરનેશનલ ગોલ્ડ સ્ટાર એવોર્ડ', ગોલ્ડ મેડલ અને સર્ટિફિકેટ ઓફ એક્સેલન્સથી નવાજવામાં આવ્યા હતા. હવે શિકાગો ઓપન યુનિવર્સિટી દ્વારા માનદ ડોક્ટરેટ અર્પણ થતાં ગુજરાત અને સમગ્ર ભારતના સહકારી ક્ષેત્રનું ગૌરવ વૈશ્વિક ફલક પર વધુ ઉજ્જવળ બન્યું છે.