Shree Surat Rana Samaj, Surat.

Shree Surat Rana Samaj, Surat. This page is belong to Shree Surat Rana Samaj, Surat. This will be use as Notice Board, review on topics.

*શ્રી યુવા રાણા સમાજ, સુરત ના મેનેજીંગ ટ્રસ્ટી તરીકે નિમણુંક થવા બદલ ટ્રસ્ટી શ્રી કેશવભાઈ કાંગરીવાલા જી ને ખૂબ ખૂબ અભિનં...
06/08/2026

*શ્રી યુવા રાણા સમાજ, સુરત ના મેનેજીંગ ટ્રસ્ટી તરીકે નિમણુંક થવા બદલ ટ્રસ્ટી શ્રી કેશવભાઈ કાંગરીવાલા જી ને ખૂબ ખૂબ અભિનંદન💐*

શ્રી યુવા રાણા સમાજ ના નવા *પ્રમુખ તરીકે હિતેન્દ્ર મનોજભાઈ રાણા અને મહામત્રી તરીકે ગણેશ લક્ષ્મીચંદભાઈ રાણા* ની નિમણુંક ક...
05/08/2026

શ્રી યુવા રાણા સમાજ ના નવા *પ્રમુખ તરીકે હિતેન્દ્ર મનોજભાઈ રાણા અને મહામત્રી તરીકે ગણેશ લક્ષ્મીચંદભાઈ રાણા* ની નિમણુંક કરવામાં આવી છે.💐

શ્રી યુવા રાણા સમાજ, સુરત ના ટ્રસ્ટીશ્રી સ્વ. હસમુખલાલ અંબારામ રાણા જી ની પ્રાથના સભા તા. 19/07/2026 ને રવિવારે સવારે 10...
18/07/2026

શ્રી યુવા રાણા સમાજ, સુરત ના ટ્રસ્ટીશ્રી સ્વ. હસમુખલાલ અંબારામ રાણા જી ની પ્રાથના સભા તા. 19/07/2026 ને રવિવારે સવારે 10:30 કલાકે શ્રી સિકોત્રા માતા ની વાડી, કોટસફિલ મેઈન રોડ, સુરત મુકામે રાખી છે. ..

શિક્ષણ જગતના એક યુગનો અંત: જ્ઞાનના પુંજ સમાન હસમુખ સરને ભાવભીની શ્રદ્ધાંજલિ                                      ​અત્યંત...
15/07/2026

શિક્ષણ જગતના એક યુગનો અંત: જ્ઞાનના પુંજ સમાન હસમુખ સરને ભાવભીની શ્રદ્ધાંજલિ
​અત્યંત ભારે હૈયે અને આઘાત સાથે સ્વીકારવું પડે છે કે સુરતની શૈક્ષણિક ક્ષેત્રની પ્રતિષ્ઠિત સંસ્થા 'પ્રેરણા ક્લાસીસ'ના આદ્યસ્થાપક અને આદરણીય સંચાલક શ્રી હસમુખભાઈ રાણા (આપણા સૌના વહાલા હસમુખ સર) હવે આપણી વચ્ચે નથી રહ્યા.
​તેમના વિદાયના સમાચાર માત્ર એક વ્યક્તિની વિદાય નથી, પરંતુ સુરતના શિક્ષણ જગતમાં એક સુવર્ણ યુગનો અંત છે.
​ જ્ઞાનની અખંડ જ્યોત: પાંચ પેઢીઓનો સથવારો
​હસમુખ સર સાચા અર્થમાં શિક્ષણ જગતના 'ભીષ્મ પિતામહ' હતા. તેમણે સાડા પાંચ દાયકાથી પણ વધુ સમય સુધી અવિરતપણે જ્ઞાનની ગંગા વહાવી છે. માત્ર રાણા સમાજ જ નહીં, પરંતુ સમાજના દરેક વર્ગના અસંખ્ય પરિવારોની પાંચ-પાંચ પેઢીઓને તેમણે અક્ષરજ્ઞાન આપીને સંસ્કારિત કર્યા છે. આજે સુરત અને ગુજરાતભરમાં ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન એવા કેટલાય સક્ષમ નાગરિકોના ઘડતરમાં હસમુખ સરનો ફાળો અમૂલ્ય રહ્યો છે.

​જેમ એક ઋષિ પોતાની ધૂણી ક્યારેય છોડતા નથી, તેમ હસમુખ સરે પણ નાદુરસ્ત તબિયત હોવા છતાં, પોતાના સ્વાસ્થ્યની પરવા કર્યા વગર, જીવનના અંતિમ શ્વાસ સુધી વિદ્યાર્થીઓને ભણાવવાનું ચાલુ રાખ્યું. શિક્ષણ પ્રત્યેનો આવો અનન્ય પ્રેમ અને સમર્પણ આજની પેઢી માટે સદા પ્રેરણારૂપ રહેશે.
​"શરીર વિલાય છે, પણ ગુરુએ આપેલું જ્ઞાન સદાય જીવંત રહે છે."
હસમુખ સર આજે ભલે સદેહે આપણી વચ્ચે નથી, પણ તેમણે પ્રગટાવેલી જ્ઞાનની જ્યોત હજારો વિદ્યાર્થીઓના હૃદયમાં હંમેશા પ્રકાશતી રહેશે.
​ઈશ્વર સદગતના પવિત્ર આત્માને પોતાના ચરણોમાં સ્થાન આપે, મોક્ષ પ્રદાન કરે અને તેમના પરિવારજનો, સ્નેહીજનો તથા અસંખ્ય વિદ્યાર્થીઓને આ અસહ્ય આઘાત સહન કરવાની શક્તિ અર્પે એ જ પ્રાર્થના.
​ૐ શાંતિ... શાંતિ... શાંતિ... 🙏

*26 મી જુનિયર અને સબ જુનીયર નેશનલ પેરા સ્વિમિંગ ચેમ્પિયનશિપ 2026**8મી જૂન થી 10 મી જૂન 2026 બેંગલુરુ ખાતે પેરાલિમ્પિક કમ...
10/06/2026

*26 મી જુનિયર અને સબ જુનીયર નેશનલ પેરા સ્વિમિંગ ચેમ્પિયનશિપ 2026*

*8મી જૂન થી 10 મી જૂન 2026 બેંગલુરુ ખાતે પેરાલિમ્પિક કમિટી ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત સ્વિમિંગ કોમ્પિટિશન માં કુ.દેવાંશી રાણા એ વિવિધ હરીફાઈ માં 1 ગોલ્ડ મેડલ અને 2 સિલ્વર મેડલ સહિત કુલ 3 મેડલો મેળવી ગુજરાત, સુરત અને રાણા સમાજ નું નામ રોશન કર્યું છે. તેઓ ને તથા તેમના માતા પિતા ને ખૂબ ખૂબ અભિનંદન...💐 વધુ ને વધુ પ્રગતિ કરી નામ રોશન કરે એવી શુભેચ્છાઓ...💐*

21/05/2026
વહેલા તે પહેલાં ધોરણે....
06/05/2026

વહેલા તે પહેલાં ધોરણે....

*યુથ ગેમ્સ ફાઉન્ડેશન* દ્વારા આયોજિત *યુથ ગેમ્સ ઈન્ડો-નેપાળ ઈન્ટરનેશનલ સિરીઝ 2026* 26 થી 30 માર્ચ 2026 દરમિયાન *રંગશાલા સ...
02/04/2026

*યુથ ગેમ્સ ફાઉન્ડેશન* દ્વારા આયોજિત *યુથ ગેમ્સ ઈન્ડો-નેપાળ ઈન્ટરનેશનલ સિરીઝ 2026* 26 થી 30 માર્ચ 2026 દરમિયાન *રંગશાલા સ્ટેડિયમ, પોખરા (નેપાળ)* ખાતે સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટમાં ભારત અને નેપાળ બંને દેશોના ખેલાડીઓએ તેમની ઉત્કૃષ્ટ કુશળતા અને ઉભરતી પ્રતિભા દર્શાવી હતી. મહેશ થાપા
(પ્રમુખ) નેપાળ યુવા ખેલ, રાણા અમર સિંહ (પ્રમુખ)
યુથ ગેમ્સ ફાઉન્ડેશન, આર્યન પાઠક
(કમિટી મેમ્બર) યુથ ગેમ્સ કાઉન્સિલ ઈન્ડિયા

આ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં *વિક્રાંત રાણા* ક્રિકેટ ક્લબ (VRCC)ની ટીમે ક્રિકેટ ઓપન કેટેગરીના ગ્રુપમાં *ગોલ્ડ મેડલ* જીત્યો હતો.

ટૂર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓએ પોતાના વ્યક્તિગત પ્રદર્શનમાં પણ ખાસ છાપ છોડી હતી.

બેસ્ટ બેટ્સમેનનો એવોર્ડ *ભવ્ય જોશી* (રાજસ્થાન)ને.

બેસ્ટ બોલરનો એવોર્ડ *આયુષ શર્મા* (રાજસ્થાન)ને.

*રૂપેશ ઠાકુર* (ધુલે, મહારાષ્ટ્ર)ને મેન ઓફ ધ મેચ.

*સમ્યક શાહ* (સોલાપુર, મહારાષ્ટ્ર)ને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ આપવામાં આવ્યો હતો

આ તમામ ખેલાડીઓએ સમગ્ર ટુર્નામેન્ટમાં સાતત્યપૂર્ણ અને પ્રભાવશાળી પ્રદર્શન કરીને દર્શકોના દિલ જીતી લીધા હતા. તેમજ નેપાળ દેશના ખેલાડીઓએ પણ ખૂબ જ અઘરી અને સ્પર્ધાત્મક રમત રજૂ કરી હતી.

*સુવર્ણ ચંદ્રક* વિજેતા ટીમમાં નીચેના ખેલાડીઓનો સમાવેશ થતો હતો:
*ભવ્ય જોષી (કેપ્ટન), સમ્યક શાહ (વાઈસ-કેપ્ટન), આયુષ શર્મા, તન્મય ત્રિપાઠી, લક્ષ જયસિંઘાની, અરુણ વલવી, સાર્થક વર્મા, રેહાન શેખ, મોહ. અલીરાજુ, પ્રિન્સ કુમાર, ગોવિંદ ગોસ્વામી*.

આ ટીમના ખેલાડીઓને દરેક જગ્યાએ સન્માન અને પ્રશંસા મળી રહી છે. ટીમના કોચ અને મેનેજર *વિક્રાંત રાણા* પણ ખાસ અભિનંદનને પાત્ર છે, તેમના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ અનેક વખત ગોલ્ડ મેડલ જીતવાની કામગીરી નોંધાઈ છે. વર્તમાન પણ *વિક્રાંત રાણા* ના અન્ડર માં કોચિંગ પ્રાપ્ત ક્રિકેટ પ્લેયર ભારત દેશ અનેક રાજ્યો મા જિલ્લા અને રાજ્ય સ્થરે રમી રહીયા છે. *યુથ ગેમ કાઉન્સિલ ઈન્ડિયા* માં તેમનું સ્થાન હવે રાષ્ટ્રીય સ્થરે થવા જઈ રહીયુ છે. માટે સમાજ નું નામ રોશન કરી રહીયા છે ખૂબ ખૂબ શુભકામનાઓ અને હાર્દિક શુભેચ્છાઓ.💐🤝

ધોરણ 10 અને 12 પછી શું? 🤔𝐂𝐨𝐧𝐟𝐮𝐬𝐢𝐨𝐧 નહીં… 𝐅𝐮𝐭𝐮𝐫𝐞 𝐂𝐥𝐞𝐚𝐫 બનાવો!जिसमें कौशल होगा वही कुशल होगा,जिसमें हौसला होगा वही सफल होग...
25/03/2026

ધોરણ 10 અને 12 પછી શું? 🤔
𝐂𝐨𝐧𝐟𝐮𝐬𝐢𝐨𝐧 નહીં… 𝐅𝐮𝐭𝐮𝐫𝐞 𝐂𝐥𝐞𝐚𝐫 બનાવો!
जिसमें कौशल होगा वही कुशल होगा,
जिसमें हौसला होगा वही सफल होगा.

Admission open 2026-27
Net-X It & multimedia institute
LALGATE , ADAJAN - SURAT
9825447925, 9825447926

👉Net-X Group સમર એક્ટિવિટી

૧) કોમ્પ્યુટર ક્લાસ (CCC, AOM, એકાઉન્ટ, સાઈબર સિક્યોરિટી, etc...)
૨) અંગ્રેજી- ફોનિક્સ, & Coding Skills (Age 6 to 12)
૩) અંગ્રેજી ગ્રામર ,Spoken English,
૪) Handwriting and calligraphy



*એડમિશન માટે*
👩‍🏫સવારે - ૮ થી ૧૨ અને સાંજે ૪ થી ૮:૩૦ માં આવવું.
👩‍🏫વાલી મિત્રો - વહેલા તે પહેલા ધોરણે ૫૦% to ૮૫% સ્કોલેર્શીપ તા.- ૨૭ માર્ચ મુધી જ માન્ય ગણાશે,
👩‍🏫સ્કોલેર્શીપ / એડમિશન માટે SSC/HSC હોલ ટીકીટ ની ઝેરોક્ષ , ૧ ફોટો ,યાધાર કાર્ડ લઈને આવવું,

*Google Location:*
Lalgate - https://g.co/kgs/Twf6ur

Adajan- https://g.co/kgs/w45g3h

इंस्टाग्राम* https://www.instagram.com/invites/contact/?i=2evh7juckihj...

फेसबुक: https://www.facebook.com/netxiit120?mibextid=ZbWKw

यूट्यूब - https://www.youtube.com/watch?v=I4LPHZAP2MM

👉વધુ માહિતી માટે સંપર્ક કરો જુગલ સર- 9825447925

ભારતીય જનતા પાર્ટીના શહેર અને વોર્ડના વિવિધ હોદ્દા પર,વિવિધ મોરચાના પ્રમુખ,મહામંત્રી તરીકે રાણા સમાજના નવ નિયુક્ત તમામે ...
20/03/2026

ભારતીય જનતા પાર્ટીના શહેર અને વોર્ડના વિવિધ હોદ્દા પર,વિવિધ મોરચાના પ્રમુખ,મહામંત્રી તરીકે રાણા સમાજના નવ નિયુક્ત તમામે તમામ હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન તેમજ શુભેચ્છાઓ💐💐

Address

Navapura, Limdi Sheri
Surat
395003

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Surat Rana Samaj, Surat. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Shree Surat Rana Samaj, Surat.:

Shortcuts

Share