19/08/2026
વિશ્વ સ્તનપાન સપ્તાહ અંતર્ગત સ્તનપાન દિવસનીઉજવણી
તા. 07/08/2026ના રોજ સેવા રૂરલ હોસ્પિટલ ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહના ભાગરૂપે સ્તનપાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વોર્ડમાં દાખલ 84 ધાત્રી બહેનો અને 19 ભાઈઓએ ભાગ લીધો હતો.
નર્સિંગ સ્ટુડન્ટ્સ દ્વારા નાટકના માધ્યમથી સ્તનપાનનું મહત્વ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું. જેમાં બાળક માટે સ્તનપાનનું મહત્વ, બાળકને યોગ્ય રીતે લેવાની તથા વળગાડવાની રીત, સ્તનપાન કરાવતી વખતે રાખવાની જરૂરી કાળજી વગેરે અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી.
આ ઉપરાંત, માતાના ધાવણથી માતા અને બાળકને થતા વિવિધ ફાયદાઓ વિશે પણ સરળ ભાષામાં માર્ગદર્શન આપવામાં આવ્યું. કાર્યક્રમ દ્વારા માતાઓમાં સ્તનપાન અંગે જાગૃતિ અને યોગ્ય સમજ વિકસે તેવો પ્રયાસ કરવામાં આવ્યો.