Bharat Vikas Parishad, Somnath

Bharat Vikas Parishad, Somnath સંપર્ક~સહયોગ~સંસ્કાર~સેવા~સમર્પણ

17/04/2026

પ્રભાસ ક્ષેત્રમાં હર અને હરિની ભૂમિ ઉપર "શ્રી હનુમંત કથા" નું આયોજન

તા. ૮/૩/૨૦૨૬ ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ના ભાગરૂપે સંસ્થા દ્વારા એનિમિયા મુક્ત ભારત અભિયાન અંતર્ગત રામેશ્વર...
09/03/2026

તા. ૮/૩/૨૦૨૬ ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ના ભાગરૂપે સંસ્થા દ્વારા એનિમિયા મુક્ત ભારત અભિયાન અંતર્ગત રામેશ્વર કોલ્ડ સ્ટોરેજ, ભીડીયા ખાતે એક કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની મેડિકલ ટીમ દ્વારા ૧૦૫ બહેનો અને ૨૯ ભાઈઓનું એમ કુલ ૧૩૪ કામદારોનું હિમોગ્લોબિન ટેસ્ટ કરવામાં આવ્યું હતું,જે લોકોમાં હિમોગ્લોબિનની ઉણપ જણાઈ તેમને નિઃશુલ્ક દવાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું. આ સેવાકીય કાર્યમાં ભારત વિકાસ પરિષદ, સોમનાથ (Bharat Vikas Parishad, Somnath) અને રેડક્રોસ સોસાયટી વેરાવળ સંસ્થાના સભ્યો દ્વારા સમયદાન આપવામાં આવ્યું. આ તકે ભારત Bharat Vikas Parishad Somnath, Indian Red Cross Society નો આભાર વ્યક્ત કરે છે.

વડીલ વંદના અંતર્ગત વડીલો સાથે પિકનિક કાર્યક્રમ 🌿  તા.૧/૩/૨૦૨૬ રવિવાર ના રોજ ભારત વિકાસ પરિષદ – સોમનાથ શાખાના ઉપક્રમે ૬૩ ...
02/03/2026

વડીલ વંદના અંતર્ગત વડીલો સાથે પિકનિક કાર્યક્રમ 🌿
તા.૧/૩/૨૦૨૬ રવિવાર ના રોજ ભારત વિકાસ પરિષદ – સોમનાથ શાખાના ઉપક્રમે ૬૩ વડીલોને ૨૯ સભ્યો દ્વારા (કુલ મળીને ૯૨ વ્યક્તિ, ૧૭ ફોરવ્હીલ ગાડી અને ૪ બાઇક) પવિત્ર ઉમ્બા-ઓમનાથ મહાદેવ મંદિર ખાતે આનંદમય પિકનિક માટે લઈ જવામાં આવ્યા. આ પ્રસંગે વડીલોએ ભગવાન મહાદેવના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા અને આધ્યાત્મિક આનંદનો અનુભવ કર્યો. પ્રકૃતિની શાંતિ વચ્ચે હળવા હાસ્ય, સ્નેહભરી વાતચીત અને ભજન-કીર્તન સાથે સૌએ સુંદર સમય વિતાવ્યો. ત્યારબાદ સર્વે વડીલોએ સાથે મળીને સ્નેહભર્યો જમણવાર માણ્યો, જે કાર્યક્રમનું વિશેષ આકર્ષણ રહ્યું. વડીલોના ચહેરા પર દેખાતી ખુશી અને સંતોષ આપણી સંસ્થાની સેવા પ્રવૃત્તિઓને વધુ પ્રેરણા આપે છે. આ આયોજન સફળ બનાવવા માટે સહયોગ આપનાર તમામ કાર્યકરો અને સેવાભાવી મિત્રોનો હૃદયપૂર્વક આભાર.
🙏“વડીલોનું સન્માન – આપણી સંસ્કૃતિનું ગૌરવ”🙏
ભારત વિકાસ પરિષદ, સોમનાથ (Bharat Vikas Parishad, Somnath)

ફૂલોની છોળ અબીલગુલાલ ને સંગ ચાલો ફાગ રસિયાને માણીએ Bharat Vikas Parishad Somnath
20/02/2026

ફૂલોની છોળ અબીલગુલાલ ને સંગ ચાલો ફાગ રસિયાને માણીએ
Bharat Vikas Parishad Somnath

તા. ૨૭/૦૧/૨૦૨૬ ના રોજ બપોરે ૩ વાગ્યાથી સાંજે ૫:૩૦  વાગ્યા સુધી ભારત વિકાસ પરિષદ, સોમનાથ શાખા અને જીલ્લા શિક્ષણ વિભાગ, ગી...
30/01/2026

તા. ૨૭/૦૧/૨૦૨૬ ના રોજ બપોરે ૩ વાગ્યાથી સાંજે ૫:૩૦ વાગ્યા સુધી ભારત વિકાસ પરિષદ, સોમનાથ શાખા અને જીલ્લા શિક્ષણ વિભાગ, ગીરસોમનાથના સંયુક્ત ઉપક્રમે ધોરણ 10 અને 12ના વિધાર્થીઓ અને વાલીઓ માટે એક પ્રેરણાત્મક વ્યાખ્યાનનું વેરાવળ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી હિતેશભાઈ વિઠલાણી, પ્રમુખશ્રી ભારત વિકાસ પરિષદ, સોમનાથ શાખા, ડોક્ટર સંજયભાઈ પરમાર, પ્રમુખ શ્રી, ભારતીય જનતા પાર્ટી, ગીર સોમનાથ જિલ્લો, શ્રી એમ.પી.બોરીચા સાહેબ, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી, ગીરસોમનાથ, આજના મુખ્ય વક્તા શ્રી નેહલબેન ગઢવી, શ્રી કલ્પેશભાઈ શાહ, ટ્રસ્ટી શ્રી, ભારત વિકાસ પરિષદ, સોમનાથ, શ્રી રાજેશભાઈ ડોડીયા તથા શ્રી સંજયભાઈ ડોડીયા એજ્યુકેશન ઇન્સ્પેક્ટર, ગીર સોમનાથ જિલ્લો, શ્રી નિલેશભાઈ ઉનડકટ, સચિવ શ્રી, ભારત વિકાસ પરિષદ, સોમનાથ શાખા દ્વારા કાર્યક્રમની શરૂઆતમાં દીપપ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
સંસ્થાના કાર્યકારી પ્રમુખશ્રી હિતેશભાઈ દ્વારા ઉપસ્થિત મહાનુભાવો,શાળાસંચાલકો,આચાર્યશ્રીઓ,શિક્ષકો અને વાલી ઓનું શબ્દોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી બોરીચા સાહેબે જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગ હમેશાં ખુબ જ સંવેદનશીલ રીતે વિદ્યાર્થીઓ માટે વિવિધ પ્રકારના પ્રકલ્પ કરે છે. ભાર વગરના ભણતર માટે સરકારી સંસ્થા કાર્યરત છે. બાળકોએ જ્યાં સુધી તેમના પ્રશ્નનું નિરાકરણ ના આવે ત્યાં સુધી શિક્ષકોને પૂછવું જોઈએ. તેમને યોગ્ય માર્ગદર્શન મળશે તેની ખાતરી આપી હતી અને સંસ્થાના આ પ્રયાસને બિરદાવ્યો હતો.

સમગ્ર કાર્યક્રમમાં 1600 વિદ્યાર્થીઓ, વાલીઓ તથા શિક્ષકોની હાજરી હતી, જે ખુબજ ઉત્સાહ જનક હતી. જેના માટે AEI DEO OFFICE ના શ્રી પી.એચ.ચાવડા, શ્રી યીગેશભાઈ ચાવડા સહિતના અધિકારીઓ તેમજ ભારત વિકાસ પરિષદના સદસ્યોએ દરેક સ્કૂલોની મુલાકાત લઈ સંકલન કર્યું હતું.

હાલના સ્પર્ધાત્મક વાતાવરણમાં બાળકો અને વાલીઓ બોર્ડની પરીક્ષાના સમયે એક અલગ પ્રકારનો કાલ્પનિક તણાવ અનુભવે છે અને ક્યારેક આવા વિદ્યાર્થીઓ અજુગતા પગલાં ભરી લે છે તેવા સમયે જો યોગ્ય માર્ગદર્શન મળે તો તેને અટકાવી શકાય છે.

આવા ઉમદા વિચારથી ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે ખાસ સેમિનાર આયોજિત કરવામાં આવ્યો. જેમાં ગુજરાતના ખ્યાતનામ
મોટીવેશનલ સ્પીકર, લેખિકા, સામાજિક કાર્યકર એવા શ્રી નેહલબેન ગઢવી દ્વારા બાળકોને બહુ આયામી પ્રેરણાત્મક વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. તેમણે બાળકોને ખૂબ જ સરળ શૈલીમાં કહ્યું કે, જીવનમાં પરીક્ષાઓ તો આવ્યા જ કરવાની, જીવન એક પરીક્ષા જ છે તેમાં આપણે પોતાની જાત પર ભરોસો રાખવો ખુબજ જરૂરી છે. લોકો શું કહે છે તેનો વિચાર જ કરવાનો થતો નથી અને એવા ડિમોટિવેટ કરતા વિચારો માટે તેમણે "ઇગ્નોરાય નમઃ" નું સૂત્ર આપ્યું હતું.વધુમાં જણાવ્યું કે, જ્યારે પણ નબળા કે હતાશ કરતાં વિચાર આવે ત્યારે તુરંત સૌપ્રથમ તમારી માતાને અથવા તમારા નજીકના લોકોને તેના વિશે જણાવો. આ જગતમાં કોઈપણ સમસ્યા એવી નથી કે તેનો ઉકેલ ન હોય. દરેક વાતમાં પૂર્ણવિરામ મૂકવાને બદલે નવી શરૂઆત સમજીને આગળ વધવું જોઈએ.

પરીક્ષાઓ નજીક આવે છે ત્યારે તમારો સ્ક્રીન ટાઈમ સાવ ઓછો કરી નાખવો અને એકાગ્ર મન રાખી ભણવામાં અને જો ના સમજાય તો તેની ચર્ચામાં જ રચ્યાં રહો, જરૂરથી સારું પરિણામ મળશે. મોબાઇલ તમારી એકાગ્રતા ભંગ કરે છે માટે જરૂર પૂરતો ઉપયોગ કરવો જોઈએ.

સચિવ શ્રી નિલેશભાઈ ઉનડકટ દ્વારા પોતાના પ્રાસંગિકમાં ઉપસ્થિત સૌનો આભાર માનવામાં આવ્યો હતો અને રાષ્ટ્રગાન કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.

ભારત વિકાસ પરિષદ સોમનાથ શાખા દ્વારા ગણતંત્ર દિવસ ની ઉજવણી કરવામાં આવી
27/01/2026

ભારત વિકાસ પરિષદ સોમનાથ શાખા દ્વારા ગણતંત્ર દિવસ ની ઉજવણી કરવામાં આવી

26/01/2026

ભારત વિકાસ પરિષદ, સોમનાથ શાખા દ્વારા ધોરણ 10 અને 12 ના વિધાર્થીઓ માટે પ્રેરણાત્મક વ્યાખ્યાન

24/01/2026
22/01/2026

ભારત વિકાસ પરિષદ, સોમનાથ શાખા દ્વારા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ અને વાલીઓના જીવનમાં અમૂલ્ય માર્ગદર્શન આપતાં પ્રેરણાત્મક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં આપ સૌ વિદ્યાર્થીઓ અને વાલીઓને ખાસ આમંત્રણ પાઠવીએ છીએ. આપની ઉપસિ્થત અને વ્યવસ્થા માટે આ લિંકમાં આપનું નામ રજીસ્ટર કરી સુંદર આયોજન માટે સહયોગ કરશો.
https://forms.gle /E31XuY8U3pEpULEV8

નમસ્કાર,ભારત વિકાસ પરિષદ સોમનાથ શાખા દ્વારા તારીખ 4 - 1 -2026 ના રોજ આપણી પરંપરા અને સંસ્કૃતિને ઉજાગર કરતો લગ્ન ગીત તથા ...
08/01/2026

નમસ્કાર,
ભારત વિકાસ પરિષદ સોમનાથ શાખા દ્વારા તારીખ 4 - 1 -2026 ના રોજ આપણી પરંપરા અને સંસ્કૃતિને ઉજાગર કરતો લગ્ન ગીત તથા હાલરડા સ્પર્ધા નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રકલ્પની રજીસ્ટ્રેશન ની શરૂઆત કરતા જ બહોળો પ્રતિસાદ મળ્યો બધા મળીને કુલ 60 સ્પર્ધકો એ ભાગ લીધો હતો. તેમાં આજુબાજુના કોડીનાર જુનાગઢ તથા વાવડી ગામના સ્પર્ધક બહેનોએ પણ લાભ લીધો હતો.
કાર્યક્રમને શરૂઆતમાં સંસ્થાને આમંત્રણ ને માન આપીને મુખ્ય મહેમાન શ્રીમતી બિંદુબેન ચંદ્રાણી ,( ડિરેક્ટર vmc bank) , શ્રીમતી મીનાબેન પંડ્યા ( પ્રમુખ, કસ્તુરબા મહિલા મંડળ) , શાખા કાર્યકારી અધ્યક્ષ શ્રી હિતેશભાઈ વિઠલાણી, શાખા ટ્રસ્ટી શ્રી હિમાંશુભાઈ ઉનડકટ, મહિલા સયોજિકા અનિલાબેન પુરોહિત, પ્રકલ્પ સંયોજિકા દીપાબેન રાઠોડ, સહસંયોજિકા કોમલબેન વાઘેલા, જાગૃતીબેન ગોહેલ, સ્પર્ધા ના નિર્ણાયકો શ્રીમતી ડોક્ટર વર્ષાબેન મહેતા, શ્રીમતી સુશીલાબેન શાહ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.
સ્પર્ધક બહેનો દ્વારા એક થી એક ચડિયાતા હાલરડા ની રજૂઆત કરી અને મંત્રમુગ્ધ કરી દીધા હતા. અને લગ્ન ગીતના સ્પર્ધક બહેનોએ તો આખું વાતાવરણ લગ્નમય બનાવી દીધું હતું.
ભાજપ મહિલા મોરચા પ્રમુખશ્રી નિશાબેન ગોહેલ, ભાજપ કાર્યકર અને નગરપાલિકા કાઉન્સિલર ભારતીબેન ચંદ્રાણી, ઇનરવેલ ક્લબ સેક્રેટરી અનિતાબેન , શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી પ્રોફેસર શ્રીમતી આશાબેન માંઢક આતકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમ દરમ્યાન મોટી સંખ્યામાં શાખાના સદસ્યો તેમજ અન્ય શહેરીજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના અંતે બંને વિભાગમાં વિજેતાઓને શીલ્ડ તથા સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધક ને સર્ટિફિકેટ, અને એક સ્યોર ગિફ્ટ પણ આપવામાં આવી હતી.
તેમજ આજનો આ કાર્યક્રમ સંપૂર્ણ રીતે મહિલાઓ દ્વારા સંચાલિત અને મહિલાઓ માટે હતો. જેમાં શાખા ને બધી જ બહેનોએ પોતાની જવાબદારી સંપૂર્ણપણે નિભાવી હતી.
કાર્યક્રમના અંતમાં શ્રીમતી બિંદુબેન ચંદ્રાણી, ડોક્ટર વર્ષાબેન મહેતા તેમજ શ્રીમતી મીનાબેન પંડ્યા એ ખૂબ જ સરસ વક્તવ્ય આપ્યું હતું.
બહેનોએ પણ જણાવ્યું કે ભારત વિકાસ પરિષદ સોમનાથ શાખા દ્વારા આયોજિત આ પ્રકલ્પમાં ભાગ લઈ અને અમને અમારા અંદરની જે કળા છે એ બહાર લાવવાનો આ માટે એક સરસ સ્ટેજ આપે છે. જેમાં અમે કોઈપણ ડર રાખ્યા વગર અમારી પ્રસ્તુતિને સુંદર રીતે રજૂ કરીએ છીએ . અને ખરેખર આવા પ્રોગ્રામમાં અમને દર વર્ષે અચૂક ભાગ લેવાનો મન થાય એવું વાતાવરણ હતું. જ્યારે પણ આવા પ્રોગ્રામ થાય ત્યારે અમને સ્પર્ધા માટે જાણ કરવાનુંભૂલશો નહીં એવું દરેક સ્પર્ધક બહેનોનું કહેવું હતું. બધા જ બહેનોને ખૂબ જ મજા આવી અને ખૂબ જ આનંદ સાથે પ્રકલ્પ પૂર્ણ કર્યો.
આજના આ પ્રકલ્પમાં મહિલા સયોજિકા અનિલાબેન પુરોહિત પ્રકલ્પ સંયોજીકા દીપાબેન રાઠોડ સહસંયોજિકા કોમલબેન વાઘેલા જાગૃતિબેન ગોહેલ તથા કાર્યકારી અધ્યક્ષ શ્રી હિતેશભાઈ વિઠલાણી ,યોગેશભાઈ રાવલ, શાખા ટ્રસ્ટી શ્રી હિમાંશુભાઈ ઉનડકટ, સચિવ શ્રી નિલેશભાઈ ઉનડકટ , રાજનભાઈ વાઘેલા, રાજભાઈ ગોહેલ, અને શાખા ના બધા જ ભાઈઓ તથા બહેનો દ્વારા
સજાવટ ,રજીસ્ટ્રેશન ,સ્પોન્સર બેનર , કાર્ડ વિતરણ, શીલ્ડ, તમામ પ્રકારની કામગીરી ખૂબ જ ઉમદા સંકલન પૂર્વક કરવામાં આવી હતી.

અહેવાલ.
દીપાબેન રવિભાઈ રાઠોડ
પ્રકલ્પ સંયોજક.

Address

Veraval
362265

Alerts

Be the first to know and let us send you an email when Bharat Vikas Parishad, Somnath posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Bharat Vikas Parishad, Somnath:

Share