30/07/2026
🙏 જીવનદીપ હેલ્પિંગ હેન્ડ ટ્રસ્ટ તરફથી હૃદયસ્પર્શી અપીલ 🙏
પ્રિય મિત્રો,
તાજેતરના ભારે વરસાદ અને પૂરની વિકટ પરિસ્થિતિને કારણે કપરાડા તાલુકાના અનેક આદિવાસી પરિવારો અને વિદ્યાર્થીઓને ભારે નુકસાન થયું છે. અનેક બાળકોના સ્કૂલ બેગ, પુસ્તકો, નોટબુક, યુનિફોર્મ, શૂઝ અને અન્ય શૈક્ષણિક સામાન સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા છે.
શિક્ષણ કોઈપણ સંજોગોમાં અટકવું જોઈએ નહીં. આ જ સંકલ્પ સાથે જીવનદીપ હેલ્પિંગ હેન્ડ ટ્રસ્ટ દ્વારા "એક વિદ્યાર્થી દત્તક લો" અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
🎒 માત્ર ₹2,500 ના સહયોગથી એક વિદ્યાર્થીને સંપૂર્ણ શૈક્ષણિક કિટ આપી ફરીથી તેના શિક્ષણનો દીવો પ્રગટાવી શકાય છે.
📚 કિટમાં સામેલ રહેશે:
• સ્કૂલ બેગ
• નોટબુક અને જરૂરી પુસ્તકો
• સ્ટેશનરી કિટ
• જ્યોમેટ્રી બોક્સ
• યુનિફોર્મ
• શૂઝ અને મોજાં
• પાણીની બોટલ
🤝 તમારો નાનો સહયોગ એક બાળકના શિક્ષણને ફરી ગતિ આપી શકે છે અને તેના ઉજ્જવળ ભવિષ્યનો પાયો બની શકે છે.
💳 સહયોગ માટે: UPI ID: 39750757864@sbi
બેંક વિગતો:
ખાતાનું નામ: Jivandeep Helping Hand Trust
બેંક: State Bank of India (SBI)
ખાતા નંબર: 39750757864
IFSC: SBIN0007811
📞 વધુ માહિતી માટે સંપર્ક કરો:
મયંક પટેલ – 9638464991
હિતેશ પટેલ – 81402 78403
🙏 આવો, મળીને પૂરગ્રસ્ત બાળકોના શિક્ષણનો દીવો ફરી પ્રગટાવીએ.
જીવનદીપ હેલ્પિંગ હેન્ડ ટ્રસ્ટ
"માનવ સેવા એ જ જીવન સેવા." ❤️