31/05/2026
નમસ્કાર,
આજ રોજ શ્રી પ્રજાપતિ પ્રગતિ મંડળ વલસાડ ની ૪૬મી વાર્ષિક સામાન્ય સભા શ્રી પ્રજાપતિ વાડી વલસાડ મુકામે યોજાઈ હતી. આ સભામાં વલસાડ જિલ્લાનાં દરેક તાલુકા, વલસાડ શહેર, વાપી મનપા, દાદરા નગર હવેલી, દમણ, તેમજ ખેરગામ તાલુકાના જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. આજના દિને ઉપરોક્ત સ્થાનો પરથી સભ્યોને સમાવિષ્ટ કરીને મંડળ ની કારોબારી કમિટીની રચના કરવામાં આવી હતી.
આ સિવાય આજરોજ વલસાડ જિલ્લા પ્રજાપતિ મહિલા મંડળની પણ રચના કરવામાં આવી હતી જેમાં વલસાડ જિલ્લાના દરેક ગામો, દાદરા નગર હવેલ, દમણ, અને ખેરગામ તાલુકામાંથી બહેનો ને સમાવિષ્ટ કરી જિલ્લાની કમિટી બનાવવામાં આવી હતી.
આભાર