02/10/2025
ધરમપુર શહેરમાં આવેલ ગાંધી બાગ ખાતે ૨ ઓકટોબર ગાંધી જયંતિની ઉજવણીનાં ભાગરૂપે ‘એવોર્ડ અને સન્માન સમારોહ’ કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં લોકમંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ, ખોબા દ્વારા ગાંધીજીના જીવન પ્રસંગો, કાર્યો, વિચારોને વાચા આપતા પોસ્ટર પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ધરમપુર શહેરમાં 'સ્વચ્છ ભારત દિવસ' ની ઉજવણીના ભાગરૂપે 'એવોર્ડ, સન્માન સમારોહ અને સ્વચ્છતા રેલી’ કાર્યક્રમ યોજવામાં આવ્યો. જે કાર્યક્રમમાં સ્વચ્છ વોર્ડ સ્પર્ધા, વેસ્ટ ટુ બેસ્ટ, રંગોળી, વકૃત્વ અને નિબંધ સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કાર એનાયત તેમજ શ્રેષ્ઠ સફાઈની કામગીરી કરતા કર્મચારીને એવોર્ડ તથા નાણાકીય પ્રોત્સાહન રૂપે રૂ. ૧૦,૦૦૦/- નો ચેક મહાનુભાવોના હસ્તે અર્પણ કરવામાં આવ્યો. કાર્યક્રમ દરમ્યાન ‘સ્વચ્છતા શપથ’ લઈ સેલ્ફી પોઈન્ટ સાથે સેલ્ફી લેવામાં આવી હતી. જે કાર્યક્રમ અંતર્ગત ધરમપુર વિધાનસભાના ધારાસભ્યશ્રી અરવિંદભાઇ પટેલ, લોકમંગલમ ચેરીટેબલ ટ્રસ્ટના સંસ્થાપક શ્રી નિલમભાઈ પટેલ તેમજ સાથી કાર્યકર્તાઓ, જિલ્લા પ્રમુખશ્રી, શહેર પ્રમુખશ્રી, ચીફ ઓફિસરશ્રી, તમામ સભ્યશ્રીઓ, નગરના હોદેદારો, આગેવાનો , શાળાના વિધાર્થીઓ, શિક્ષકગણ, NCC ના વિદ્યાર્થીઓ, સાઇન્સ સેન્ટરના કર્મચારીઓ, નગરપાલિકાના કર્મચારીઓ તેમજ નગરજનો બહોળી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો.