01/02/2026
સંસ્થાના વનસ્થલી શૈક્ષણિક સંકુલ ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર પ્રેરિત અને વેડછી પ્રદેશ સેવા સમિતિ આયોજિત ભાષા સજ્જતા અને અભિવ્યક્તિ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. આ શિબિરમાં પાંચ સંસ્થાઓના લગભગ 60 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો. આ વિદ્યાર્થીઓ ધોરણ 11 અને 12 ના હતા. ત્રણ દિવસ વાર્તા લેખન, વાચન, પઠન ,કાવ્ય લેખન, વ્યાકરણ, નાટક લેખન એકપાત્રીય અભિનય જેવા પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓની ભાષા સજ્જતા અને અભિવ્યક્તિ ખીલે એ માટેના પ્રયત્નો કરવામાં આવ્યા ઉદ્ઘાટનમાં વ્યારા ના ડોક્ટર દક્ષાબેન વ્યાસ અને અમરસિંહભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા સમાપન સમારોહમાં બારડોલી કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર વિક્રમ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા ભાષાના આયામોને વિદ્યાર્થીઓ સમક્ષ મૂકવામાં આવ્યા. આ પ્રયાસને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર આવકાર્યો હતો એમના પ્રતિભાવોમાં ભાષા અંગે આવેલી જાગૃતિ અને અભિનય દ્વારા અભિવ્યક્તિ ને શીખવા મળી એનો આનંદ વ્યક્ત કર્યો હતો સાથે આવેલા શિક્ષકોએ પણ આ તકને આવકારી હતી સમગ્ર શિબિરનું સંચાલન મનીષભાઈ મિસ્ત્રીએ કર્યું સંભાળ્યું હતું આ સાથે જ વનસ્થલી શૈક્ષણિક સંકુલના શિક્ષકો અને સાથીઓએ શિબિરની જવાબદારી સંભાળી હતી. ત્રણેય દિવસ વિદ્યાર્થીઓનો આનંદ અને ઉત્સાહ આ પ્રકારની વધુ પ્રવૃત્તિ કરવા માટે પ્રેરે એવો રહ્યો.