31/08/2026
નશાની લત .. જીવન લૂંટી લે છે.
શરૂઆતમાં તે આનંદ, મોજ કે તણાવમાંથી મુક્તિનો રસ્તો લાગે છે;
પરંતુ સમય જતાં તે સ્વાસ્થ્ય, સંબંધો, સંસ્કાર, સંપત્તિ અને સપનાઓ—બધું છીનવી શકે છે
એ તો બહુ ચાલાકીથી આવે છે…
“એક વાર અજમાવી તો જો…”
“મિત્રો સાથે છે, કંઈ નહીં થાય…”
“માત્ર મોજ માટે છે…”
પછી…
મહેમાન બનીને રહેવા લાગે છે.
હવે એ વગર મન લાગતું નથી.
બેચેની થાય છે.
વારંવાર એની જરૂરિયાત અનુભવાય છે.
અને પછી એક દિવસ…
મહેમાન માલિક બની જાય છે!
વિચારો પર,
ઈચ્છાઓ પર,
શરીર પર,
પૈસા પર,
સંબંધો પર…
અને અંતે આખા જીવન પર કબજો જમાવી દે છે.
નશો માત્ર એક વ્યક્તિને નથી નષ્ટ કરતો—
તેની સાથે જોડાયેલા આખા પરિવારનાં સપનાઓને પણ ધીમે ધીમે સળગાવી નાખે છે.
એક પિતા પોતાના સંતાનનું ભવિષ્ય ગુમાવે છે…
એક માતાની આંખોમાંથી ઊંઘ છીનવાઈ જાય છે…
જીવનસાથીનો વિશ્વાસ તૂટે છે…
અને યુવાનીની અમૂલ્ય શક્તિ, સમય અને સંભાવનાઓ વેડફાઈ જાય છે.
યાદ રાખો—
નશાની શરૂઆત તમારા હાથમાં હોય છે,
પરંતુ તેનો અંત ઘણી વાર તમારા હાથમાં રહેતો નથી.
એટલે “એક વાર”થી પહેલાં જ અટકી જાઓ.
કારણ કે નશાથી દૂર રહેવું એ માત્ર સારી આદત નથી—
એ પોતાના જીવન,પરિવાર, રાષ્ટ્ર અને ભવિષ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે.
ચેતજો…
નશો છોડો — જીવનથી નાતો જોડો.
નશાથી નહીં, સપનાઓથી જીવનને ઊંચાઈ આપો.💕