04/07/2026
પાઠશાળામાં બાળકો માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન
બાળકોમાં સર્જનાત્મકતા, કલ્પનાશક્તિ અને કળા પ્રત્યેનો રસ વધે તે હેતુથી આજે પાઠશાળામાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં મોટી સંખ્યામાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈ વિવિધ વિષયો પર સુંદર અને આકર્ષક ચિત્રો દોરી પોતાની કલ્પના શક્તિનું પ્રદર્શન કર્યું હતું.
સ્પર્ધા દરમિયાન બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પાઠશાળાના શિક્ષકો અને આયોજકોએ બાળકોને પ્રોત્સાહિત કરી તેમની કલાત્મક પ્રતિભાને બિરદાવી હતી. કાર્યક્રમના અંતે ઉત્તમ ચિત્રો દોરનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.
આવા કાર્યક્રમો દ્વારા બાળકોમાં આત્મવિશ્વાસ વધે છે તેમજ તેમની સર્જનાત્મક પ્રતિભાને નવી દિશા મળે છે.