18/09/2026
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે શ્રી હરિ ફાઉન્ડેશનની ગૌસેવા
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે શ્રી હરિ ફાઉન્ડેશન દ્વારા કંઈક અલગ રીતે સેવા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રી વિશાલ પટેલ દ્વારા એક ખેડૂતનું મકાઈનું આખું વાવેતર કરાયેલું ખેતર રૂ. 51,000માં લેવામાં આવ્યું. ત્યારબાદ ખેતરમાંથી મળેલો લીલો ઘાસચારો ગામની આશરે 500થી 600 ગાયોને ખવડાવવામાં આવ્યો. વડાપ્રધાનશ્રીના જન્મદિવસે કરવામાં આવેલી આ ગૌસેવા દ્વારા જીવદયા અને સેવા કરવાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો.