18/10/2024
જરૂરી છે આ વિચારજો 🤨🤨🤨
જ્યારે એક સ્ત્રીએ પિતાને પ્રેમ કર્યો ત્યારે સમાજે આદર્શ દિકરી કહી,ભાઈને પ્રેમ કર્યો ત્યારે પ્યારી બહેન,પતિને પ્રેમ કર્યો ત્યારે સંસ્કારી વહુ,પોતાના દિકરાને પ્રેમ કર્યો ત્યારે મમતાની મુરત કહી,🙌
જ્યારે એક પુરુષે મા ને પ્રેમ કર્યો તો તે શ્રવણ કહ્યો,
એક બહેનને તો બહેનનો રક્ષક,પત્નિ ને પ્રેમ કર્યો તો રામ
ને દિકરીને પ્રેમ કર્યો તો રાજાજનક,👏
સ્ત્રીએ કોઈ પણ સબંધ વગર એક પુરુષને પ્રેમ કર્યો ત્યારે સમાજે ચરિત્રહિન, કુલટા કહી,😡
ને પુરુષે કોઈ પણ સબંધ વગર એક સ્ત્રીને પ્રેમ કર્યો તો તે કૃષ્ણ કહેવાણો..🙏🏻
સૂરપંખા લક્ષ્મણને પ્રેમપ્રપોઝ કરે છે તો નાક કપાણું ને 🙏🏻
શાંતનુરાજા એ મત્સકન્યાને પ્રપોઝ કર્યુ તો લગ્ન થયા,😡
લિંગ પક્ષપાત વર્ષોથી ચાલતો આવે છે,
રિતરિવાજોથી માંડીને શાસ્ત્રો સુધી
બાપની ઈજ્જત દિકરી માથે ને દિકરાને પ્રોપટી….
હવે જન્મોજન્મોથી શોષિત થયેલ સ્ત્રીઓ નવા જન્મો લઈને આવી છે તો રિતરિવાજો પરંપરાઓ,શાસ્ત્રો ને જમાનો તો બદલશે જ…😎😇
દુર્ગા,ચંડી,કાલી આવનારી પેઢીની આવનારી સ્ત્રી છે…
જે હજી તમારા ઘરના ઘોડિયામાં છે.