Give well foundation

Give well foundation Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Give well foundation, Non-Governmental Organization (NGO), Vadodara.

સુજલ ચેરીટેબલ ટ્રસ્ટ અને ગિવ વેલ ફાઉંડેશન દ્વારા hershey 's product(milk product)નું 500  થી પણ વધુ લોકો ને વિતરણ મેલડી ...
10/03/2026

સુજલ ચેરીટેબલ ટ્રસ્ટ અને ગિવ વેલ ફાઉંડેશન દ્વારા hershey 's product(milk product)નું 500 થી પણ વધુ લોકો ને વિતરણ મેલડી માં મંદિર માં નવી ધરતી, ભૈયા ચાલી, સહયોગ નગર વસ્તી નો સમાવેશ કરવામાં આવીયો
તેમજ ગાંધી કોતરમાં 150 જેટલા બાળકો મહિલામા વિતરણ કરવામાં આવીયું.
જેમાં ખાશ ઉપસ્થિત વોર્ડ 3 ના મહામંત્રી શ્રી દર્શનભાઈ પટેલ ,વિરેન ભાઈ સોલંકી, મીના બેન ઘડિયા ,નિર્મલાબેન ઉપસ્થિત રહ્યા

ઉતરાયણ પર્વને હવે માત્ર એક દિવસ બાકી છે. કહેવાય છે કે ઉતરાયણના પાવન પર્વમાં દાન અને સેવા કરવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય ...
10/03/2026

ઉતરાયણ પર્વને હવે માત્ર એક દિવસ બાકી છે. કહેવાય છે કે ઉતરાયણના પાવન પર્વમાં દાન અને સેવા કરવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે. આ સેવા ભાવનાને સાકાર કરવા GIVEWELL FOUNDATIONના ફાઉન્ડર શીતલબેન મેહતા દ્વારા અમિતનગર તેમજ હરણી વિસ્તારમાં રહેતા અત્યંત જરૂરમંદ લોકો માટે સેવા કાર્યનું આયોજન કરવામાં આવ્યું.
આ અંતર્ગત સૌને પ્રેમ અને આત્મીયતા સાથે જમવાની સંપૂર્ણ ફુલ ડિશ તેમજ ૨૫૦ ગ્રામ ચીકીના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું. વિશેષ વાત એ રહી કે હરણી વિસ્તારમાં આ સેવા કાર્ય હરણી ભીડ ભંજન મંદિરના મહંત શ્રી કેદારગીરીજીના કરકમળે સંપન્ન થયું.
આ સેવા કાર્યમાં NGOના મીનાબેન તથા રક્ષાબેનએ પણ મહત્વપૂર્ણ સાથ-સહકાર આપ્યો. ઉતરાયણના આ પવિત્ર અવસરે માનવસેવા દ્વારા સમાજમાં સહાનુભૂતિ, એકતા અને સેવા ભાવનો સુંદર સંદેશ આપવામાં આવ્યો.

ગિવવેલ ફાઉન્ડેશન ના શીતલબેન મેહતા દ્વારા બ્રહ્મર્શીવાડીમાં લગભગ 60 થી 65 ગંગાસ્વરૂપ બહેનો માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવ...
10/03/2026

ગિવવેલ ફાઉન્ડેશન ના શીતલબેન મેહતા દ્વારા બ્રહ્મર્શીવાડીમાં લગભગ 60 થી 65 ગંગાસ્વરૂપ બહેનો માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, સાથે જ સાડીઓ ઉપહાર રૂપે આપી, અને નાસ્તાનું પણ વ્યવસ્થિત આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં આપણા વડોદરા શહેરના પ્રમુખ માનનીય ડૉ. જયપ્રકાશ સોની સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા, જેમની હાજરીથી અમારા કાર્યક્રમમાં ઉર્જા અને ઉત્સાહ આવ્યું. આ કાર્યક્રમમાં વડોદરા શહેરની મહિલા મોરચાની મહામંત્રી, મમતા બેન વ્યાસ, તેમજ અમારા કોર્પોરેટર શ્રી છાયા બેન, પૂર્વ ward 3 પ્રમુખ પંકજ ભાઈ, વૈષ્ણવ સમાજ ના અગ્રણી જીગ્નેશ ભાઈ, અમીષા બેન કલ્પેશ નાયક અને અમારી ટીમના રક્ષા બેન રાજુભાઈ, મીના બેન, નૈના બેન, નિર્મલા બેન પણ હાજર હતા. ખાસ કરીને, સવિતા હોસ્પિટલના ડોક્ટરો અને નર્સોએ પણ અદ્ભૂત મદદ કરી, જેના કારણે અમારા કાર્યક્રમને અત્યંત સફળતા મળી. હું દરેકનો દિલથી આભાર માનું છું, જેમણે આ કાર્યક્રમને સફળ બનાવવામાં યોગદાન આપ્યું છે.

GIVE WELL FOUNDATION (SHEETAL MEHTA)વિદ્યા વિના વિકાસ શક્ય નથી... અને શિક્ષણના સંસ્કાર બાળકોના ભવિષ્યને ઉજળું બનાવે છે.વ...
24/10/2025

GIVE WELL FOUNDATION
(SHEETAL MEHTA)
વિદ્યા વિના વિકાસ શક્ય નથી... અને શિક્ષણના સંસ્કાર બાળકોના ભવિષ્યને ઉજળું બનાવે છે.

વડોદરા શહેરમાં છેલ્લા દાયકાથી સેવાકીય ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી રહેલા Givewell Foundation (SHEETAL MEHTA ) દ્વારા આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રમુખ સ્વામી મહારાજ પ્રાથમિક શાળા ખાતે શહેર ભાજપ અધ્યક્ષ ડૉ. જયપ્રકાશ સોની વિશેષ ઉપસ્થિતિ માં "ફુલસ્કેપ ચોપડા વિતરણ - ૨૦૨૫" નું આયોજન કરવામાં આવ્યું.જેનાં વોર્ડ 3 ના પ્રમુખ શ્રી Dushiyant ભાઈ, પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન તથા હાલ ના સભ્ય મીનેશભાઈ ,શહેર કિસાન મોરચાના મહામંત્રી બિપીનબાપુ, વોર્ડ 3 ના મહામંત્રી વિરેન સોલંકી, વડોદરા શહેરના મહિલા મોરચાના પ્રમુખ કલ્પ્ના બેન પટેલ,વોર્ડ 3 ના સ્થાનિક કાઉન્સિલર શ્રી ડૉ રાજેશ ભાઈ શાહ, છાયા બેન ખરાદી, સમા ગામ ના અગ્રણી તેમજ વડોદરા ના સભ્ય કરસન ભાઈ, સમા ગામ ના અગ્રણી એવા મુન્નાભાઈ પટેલ ભાઈ પટેલ તેમજ નવનીત કાકા, SVVP ના મહામંત્રી જીગ્નેશ ભાઈ શાહ, SVVP ના મહિલા વિંગ્સના પ્રમુખ સોનલ બેન પરીખ, વોર્ડ 3 ના મહિલા મોરચાના પ્રમુખ મીના બેન, વોર્ડ 3 ના પૂર્વ પ્રમુખ પંકજ ભાઈ પંચાલ, વોર્ડ 3 ના પૂર્વ મહામંત્રી દિલીપ ભાઈ પટેલ તેમજ અમારા ગિવ વેલ ફાઉંડેશન ની સંગ્રહ ટીમ સહભાગી થઇ ચોપડા વિતરીત કરી વિદ્યાર્થીઓ ના અભ્યાસ અને ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી.

શિક્ષણ ક્ષેત્રે આવા અર્થસભર અને સંસ્કાર આધારિત યોગદાન માટે Givewell Foundation ની સમગ્ર ટીમને હાર્દિક અભિનંદન.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ,વડોદરા સંચાલિત માધવરાવ સદાશિવરાવ ગોળવલકર( પૂ.ગુરુજી ) માધ્યમિક શાળા, હરણીમાં આજરોજ તા. 17 /7 ...
24/10/2025

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ,વડોદરા સંચાલિત માધવરાવ સદાશિવરાવ ગોળવલકર( પૂ.ગુરુજી ) માધ્યમિક શાળા, હરણીમાં આજરોજ તા. 17 /7 /2025 ના દિને ગીવ વેલ ફાઉન્ડેશન દ્વારા ધોરણ-9 અને ધોરણ-10ના વિદ્યાર્થીઓને શીતલબેન મહેતા તેમજ કાના ગ્રુપ અને મધુવન ગ્રુપ ના સહયોગ દ્વારા ચોપડા વિતરણ કરવામાં આવ્યું. જેમાં મહાનુભાવો મહેમાન તરીકે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાળ કૃષ્ણભાઈ શુક્લ ,નગર શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી નિષિધ ભાઈ દેસાઈ, પ. પૂ. શ્રી હર્ષદ ગીરી ગોસ્વામી , ભાજપના પૂર્વ અધ્યક્ષ ડો. વિજયભાઈ શાહ , ભાજપા મહામંત્રી શ્રી રાકેશભાઈ સેવક, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ઉપાધ્યક્ષ શ્રી અંજનાબેન ઠક્કર વગેરે ઉપસ્થિત,શિક્ષણ સમિતિના સભ્ય જીગ્નેશ ભાઈ પરીખ,SVVP યુવા વિંગ્સ ના પ્રમુખ સૌરીન ભાઈ સ્કૂલ ના પ્રિન્સિપલ હીમાબેન સ્કૂલ ના શિક્ષણ ગણ,અમારી પુરી ગિવ વેલ ફાઉંડેશનની ટીમ વર્ષાબેન,રક્ષા બેન, નૈના બેન, રાજુ ભાઈ, સરોજ બેન, ધર્મેશ ભાઈ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ બાળકોને શિક્ષણ અંગે માર્ગદર્શન આપ્યું.
શિક્ષણ એ સમાજની સફળતાનો પાયો છે.

🌸✨ વિશેષ બાળકો અને વયસ્કો માટે આયોજિત નવરાત્રિ ઉત્સવ ✨🌸નવરાત્રીની એક યાદગાર સાંજ ખાસ બાળકો અને વયસ્કો સાથે ઉજવી. ગરબાના ...
24/10/2025

🌸✨ વિશેષ બાળકો અને વયસ્કો માટે આયોજિત નવરાત્રિ ઉત્સવ ✨🌸
નવરાત્રીની એક યાદગાર સાંજ ખાસ બાળકો અને વયસ્કો સાથે ઉજવી. ગરબાના તાલ સાથે તેમના નિર્દોષ સ્મિત અને આંખોમાં ઝળહળતો આનંદ જોઈને હૃદય ગદગદ થઈ ગયું. 🙏
આ અનોખો કાર્યક્રમ iHriday Foundation દ્વારા NutriNest અને Givewell Foundation(Sheetal Mehta) ના સહયોગથી યોજાયો હતો. અહીં બાળકો અને વયસ્કો માટે નાસ્તો, ગિફ્ટ, આઇસક્રીમ અને ફ્રૂટીનું વિતરણ પણ કરવામાં આવ્યું, જેનાથી તેમની ખુશીમાં વધુ ઉમેરો થયો. 🍦🥤🎁
આ પ્રસંગે ખાસ ઉપસ્થિતિ નોંધાવી:
પૂર્વ વડોદરા મહાનગર BJP પ્રમુખ ડૉ. વિજયભાઈ શાહ
વોર્ડ 3 ના કોર્પોરેટ છાયાબેન ખરાદી
વોર્ડ 10 ના સ્થાનિક કોર્પોરેટર અવનિબેન સ્ટેમ્પવાલા
વોર્ડ 10 પ્રમુખ અક્ષયભાઈ
વોર્ડ 10 મહામંત્રી બ્રિજેશ કાપડિયા અને જનક ભાઈ

સાંજની સમાપ્તિ માં અંબે મા ની આરતી અને ગરબે ઘુમતા ક્ષણો સાથે થઈ, જે હંમેશા યાદગાર બની રહેશે. 🌼

"આત્મનિર્ભર ભારત "હરઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત ચાલો આપણે સૌ નવીન પહેલ કરીએ એક નહીં પણ બે બે ઘરે અજવાળું ફેલ...
24/10/2025

"આત્મનિર્ભર ભારત "હરઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત ચાલો આપણે સૌ નવીન પહેલ કરીએ એક નહીં પણ બે બે ઘરે અજવાળું ફેલાવીએ રોડ સાઈડ પર બેઠેલા એક ફેમિલી પાસેથી દીવડા લઈ સ્લમ વિસ્તારમાં વહેંચ્યા જેથી બે ઘરે અજવાળું થાય પ્રયત્ન એક નાનો છે પણ હેતુ એનો બહુ મોટો છે જો બધા જ આપણે આવું કરીશું તો ઘણા બધા ઘરે પ્રકાશ ફેલાવી શકીશું

Happy Women's Day Give well foundation
20/03/2025

Happy Women's Day
Give well foundation

સિમરન તરુણ નો દીકરો ભવિષ્ય તરુણ  ના  જન્મ  દિવસ નિમિતે  સામાજિક કાર્ય કર્તા  શિતલ મેહતા ,ધરતી પરમાર ,ઉરવી ,પિનાકીન ભાઇ દ...
26/12/2024

સિમરન તરુણ નો દીકરો ભવિષ્ય તરુણ ના જન્મ દિવસ નિમિતે સામાજિક કાર્ય કર્તા શિતલ મેહતા ,ધરતી પરમાર ,ઉરવી ,પિનાકીન ભાઇ દ્વારા 60 જેટલા બાળકો ને પફ ,ક્રિમ રોલ ,પેસ્ટ્રી તથા માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું . અમારી પુરી ટીમ તેમના આભારી છે . ....ધન્યવાદ 💐🙏

શીતલ બેન મહેતા (Social worker). પ્રશાંત રાજપૂત. નૈના બેન વ્યાસ. રક્સા બેન મહેતા. ઉર્વી બેન સાથે મળીને ૫૦ થી ૬૦ જરૂરિયાતમ...
01/12/2024

શીતલ બેન મહેતા (Social worker). પ્રશાંત રાજપૂત. નૈના બેન વ્યાસ. રક્સા બેન મહેતા. ઉર્વી બેન સાથે મળીને ૫૦ થી ૬૦ જરૂરિયાતમંદ લોકોને ફરસાણનું વિતરણ કરવામા આવ્યું.
💐🙏🏻આભાર ગીતાબેન ..🙏🙏

ફાઉન્ડર શીતલ બેન મહેતા દ્વારા બાળકીઓ ને અને મહિલાઓ માં સ્વાસ્થ્ય માટે જાગૃતિ લાવવા સેનેટરી પેડ નું   વિતરણ કામનાથ મહાદેવ...
30/11/2024

ફાઉન્ડર શીતલ બેન મહેતા દ્વારા બાળકીઓ ને અને મહિલાઓ માં સ્વાસ્થ્ય માટે જાગૃતિ લાવવા સેનેટરી પેડ નું વિતરણ કામનાથ મહાદેવ મંદિર, કારેલીબાગ માં જરૂર મંદ મહિલાઓ ને કરાયું .

આજ રોજ શ્રી વલ્લભ વિધાલય મંદિર ખાતે આમારા  સામાજીક સેવા ભાવી ગૃપ દ્વારા12 ધોરણ માં ભણતા વિધાર્થી સુનિલભાઈ ચતુરભાઈ બારીયા...
30/11/2024

આજ રોજ શ્રી વલ્લભ વિધાલય મંદિર ખાતે આમારા સામાજીક સેવા ભાવી ગૃપ દ્વારા12 ધોરણ માં ભણતા વિધાર્થી સુનિલભાઈ ચતુરભાઈ બારીયા જેના વાલી ફી ભરવામાં અસમર્થ હોય GIVE WELL FOUNDATION દ્વારા મદદ રૂપ થયા અને એક સારા કાર્યો માં યોગદાન અપાયું... જય માં ભારતી

Address

Vadodara

Website

Alerts

Be the first to know and let us send you an email when Give well foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share