શ્રી વડોદરા ચાંપાનેરી મોઢ જ્ઞાતિની સમગ્ર પંચ

  • Home
  • India
  • Vadodara
  • શ્રી વડોદરા ચાંપાનેરી મોઢ જ્ઞાતિની સમગ્ર પંચ

શ્રી વડોદરા ચાંપાનેરી મોઢ જ્ઞાતિની સમગ્ર પંચ Official page of Shree Vadodara Champaneri Modh Gyantini Samagra Panch. Members are requested to follow this page for regular updates and information.

Stay updated with upcoming events, community programs, important announcements, and Samaj activities. શ્રી વડોદરા ચાંપાનેરી મોઢ ઘાંચી જ્ઞાતિ સમગ્ર પંચ ના તમામ જ્ઞાતિજનો માટેની આધિકારિક જાહેરાત તેમજ કાર્યક્રમ વિશે ની સુચના અંગે આ પેજ બનાવામાં આવ્યું છે

🙏 *આભાર... આભાર... આભાર...* 🙏*દાતાશ્રીઓ તરફથી મળી રહેલા અમૂલ્ય સહયોગ બદલ હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર.*💖જો કોઈ દાતાશ્રીનું ના...
31/07/2026

🙏 *આભાર... આભાર... આભાર...* 🙏

*દાતાશ્રીઓ તરફથી મળી રહેલા અમૂલ્ય સહયોગ બદલ હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર.*💖

જો કોઈ દાતાશ્રીનું નામ આ યાદીમાં ઉમેરાવાનું બાકી રહી ગયું હોય અથવા *સહયોગ આપવા ઇચ્છતા હોય, તો કૃપા કરીને સંપર્ક કરશો:*

મંત્રી શ્રી ચિરાગભાઈ ગાંધી: 📞 9426503888
ગાંધીવાડી કાર્યાલય: 📞 0265-2436093

*તમારું નામ આગામી યાદીમાં સન્માનપૂર્વક ઉમેરવામાં આવશે.*

– શ્રી વડોદરા ચાંપાનેરી મોઢ જ્ઞાતિની સમગ્ર પંચ (ગાંધીવાડી)

🚩 જય ગૌરી માતા 🚩यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः।यत्रैतास्तु न पूज्यन्ते सर्वास्तत्राफलाः क्रियाः॥માતા ગૌરીની...
25/07/2026

🚩 જય ગૌરી માતા 🚩

यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः।
यत्रैतास्तु न पूज्यन्ते सर्वास्तत्राफलाः क्रियाः॥

માતા ગૌરીની કૃપાથી ગૌરીવ્રતના આ પાવન આયોજનને સમાજનો અદ્ભુત સહયોગ મળી રહ્યો છે.

આ આયોજનનો એકમાત્ર સંકલ્પ એ છે કે આપણી દીકરીઓ ધર્મ, સંસ્કાર અને સમાજ સાથે જોડાય, પોતાના આંગણે રહે, સુરક્ષિત રહે અને માતા ગૌરીની કૃપાના અધિકારી બને.

જો હજુ પણ કોઈને આ પવિત્ર જાગરણ અને ગૌરીપૂજનના મહોત્સવમાં નાની કે મોટી કોઈપણ સેવા કરવાનો ભાવ હોય, તો જરૂરથી જાણ કરશો. ધર્મકાર્યમાં કરેલી સેવા એ ઈશ્વરની સેવા સમાન છે.

એક સાથે આટલી મોટી સંખ્યામાં ગૌરીવ્રત કરનારી કુંવારિકાઓનું જાગરણ અને પૂજન કરવાનો આ દુર્લભ અને પુણ્યમય અવસર છે. આવો, આ ધર્મયજ્ઞમાં સહભાગી બની માતા ગૌરીના આશીર્વાદ પ્રાપ્ત કરીએ.

📜 જાગરણના દિવસની સંપૂર્ણ રૂપરેખા, કાર્યક્રમનો સમયક્રમ તથા અન્ય જરૂરી સૂચનાઓ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

📞 વધુ માહિતી માટે:
મંત્રી શ્રી ચિરાગભાઈ ગાંધી: 9426503888
ગાંધીવાડી ઓફિસ: 0265-2436093

જય ગૌરી માતા. 🌺
જય સનાતન ધર્મ. 🚩

શ્રી વડોદરા ચાંપાનેરી મોઢ જ્ઞાતિની સમગ્ર પંચ
#જયગૌરીમાતા #ગૌરીવ્રત #ગૌરીવ્રત૨૦૨૬ #ગૌરીપૂજન #ગૌરીજાગરણ #જયસનાતનધર્મ #સનાતનધર્મ #હિન્દુસંસ્કૃતિ #ધર્મ #સંસ્કાર #દીકરીઆપણુંગૌરવ #સમાજએકતા #ગાંધીવાડી #વડોદરા

🙏*દરેક કુંવારિકાઓમાં મા ગૌરીનું સ્વરૂપ છે...*🙏આ વર્ષે *કુંવારિકા (ગૌરી–જયાપાર્વતી) વ્રત જાગરણ મહોત્સવ માટે કુલ 135 કુંવા...
23/07/2026

🙏*દરેક કુંવારિકાઓમાં મા ગૌરીનું સ્વરૂપ છે...*🙏

આ વર્ષે *કુંવારિકા (ગૌરી–જયાપાર્વતી) વ્રત જાગરણ મહોત્સવ માટે કુલ 135 કુંવારિકાઓ* ની નોંધણી થઈ ચૂકી છે.

આ કુંવારિકાઓના ચહેરા પરનું સ્મિત જ આપણા સહયોગનું સૌથી મોટું ફળ છે.

ગત વર્ષ ની જેમ આ વર્ષે પણ ગૌરી-જયાપાર્વતી વ્રત જાગરણ મહોત્સવને વધુ ભવ્ય, દિવ્ય અને યાદગાર બનાવવા માટે આપના સહયોગની અપેક્ષા છે.

*સહયોગ માત્ર આર્થિક જ હોવો જરૂરી નથી... ફળ, જ્યુસ, ભેટ, પ્રસાદ અથવા કોઈપણ પ્રકારની સેવા પણ માતા ગૌરીના ચરણોમાં અર્પણ સમાન છે.*

🙏 આવો... આપણે સૌ મળીને સેવા, સંસ્કાર અને શ્રદ્ધાનો એક સુંદર ઉત્સવ રચીએ.

અગાઉ મેસેજ મુજબ હવે વ્યવસ્થા તથા દાતાશ્રીઓ ના ભાગ રૂપે કુંવારિકાઓના નામની નોંધણી કરવામાં આવશે નહીં.

*"સહયોગ આપનો... આશીર્વાદ માતા ગૌરીના." ❤️*

📞 *વધુ માહિતી માટે: મંત્રી શ્રી ચિરાગભાઈ ગાંધી – 9426503888 તથા ગાંધીવાડી ઓફિસ 02652436093 પર સંપર્ક કરો*

📢 શ્રી વડોદરા ચાંપાનેરી મોઢ જ્ઞાતિની સમગ્ર પંચ (ગાંધીવાડી) દ્વારા આયોજિતગૌરીવ્રત નિમિત્તે મહત્વપૂર્ણ સૂચનાગૌરીવ્રત નિમિત...
22/07/2026

📢 શ્રી વડોદરા ચાંપાનેરી મોઢ જ્ઞાતિની સમગ્ર પંચ (ગાંધીવાડી) દ્વારા આયોજિત

ગૌરીવ્રત નિમિત્તે મહત્વપૂર્ણ સૂચના

ગૌરીવ્રત નિમિત્તે આ વર્ષે સમાજના સભ્યો દ્વારા ગૌરીવ્રત કરનાર કુંવારી કન્યાઓના નામ ખૂબ જ ઉત્સાહપૂર્વક નોંધાવવામાં આવ્યા છે.

આ બદલ શ્રી વડોદરા ચાંપાનેરી મોઢ જ્ઞાતિની સમગ્ર પંચ (ગાંધીવાડી) સમાજના તમામ સભ્યો, ગૌરીવ્રત કરનાર કુંવારી કન્યાઓ તથા તેમના પરિવારજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. 🙏

⏰ જે સભ્યોએ હજુ સુધી ગૌરીવ્રત કરનાર કુંવારી કન્યાઓના નામ નોંધાવ્યા નથી, તેમના માટે તા. 23/07/2026 (ગુરુવાર) સાંજે 6:00 વાગ્યા સુધીનો જ સમય છે. વિનંતી છે કે નિયત સમય પહેલાં નામ નોંધાવી આપશો.

📌 આયોજનની સુવ્યવસ્થા જળવાઈ રહે તે માટે તા. 23/07/2026 (ગુરુવાર) સાંજે 6:00 વાગ્યા બાદ કોઈપણ સંજોગોમાં નવા નામ સ્વીકારી શકાશે નહીં.

✅ તા. 23/07/2026 (ગુરુવાર) સાંજે 6:00 વાગ્યે ગૌરીવ્રત કરનાર કુંવારી કન્યાઓની અંતિમ નોંધાયેલ સંખ્યાની જાહેરાત કરવામાં આવશે.

🙏 આપ સૌના ઉત્સાહ, સહકાર અને વિશ્વાસ બદલ પંચ કમિટી હૃદયપૂર્વક આપનો આભાર વ્યક્ત કરે છે.

– શ્રી વડોદરા ચાંપાનેરી મોઢ જ્ઞાતિની સમગ્ર પંચ (ગાંધીવાડી)

#ગૌરીવ્રત

18/07/2026

🙏 જય ગૌરી માં 🙏

🌸 ગયા વર્ષના "કુંવારિકા (ગૌરી - જયાપાર્વતી) વ્રત જાગરણ મહોત્સવ"ની કેટલીક અવિસ્મરણીય ક્ષણો... ✨

➡️ ગત વર્ષે માતા ગૌરીના આશીર્વાદથી યોજાયેલા આ પાવન મહોત્સવે સમાજના પરિવારો, કુંવારિકાઓ અને વડીલોના ઉમળકાભર્યા સહભાગથી ભક્તિ, સંસ્કાર અને એકતાનું સુંદર વાતાવરણ સર્જ્યું હતું.

આ સંદેશ સાથે ના વિડિઓ માં છે તે યાદગાર પળોની એક ઝલક... 🙏

━━━━━━━━━━━━━━━━━━

📢 કુંવારિકા (ગૌરી - જયાપાર્વતી) વ્રત જાગરણ મહોત્સવ – ૨૦૨૬

કુંવારિકા દીકરીઓની નામ નોંધણી ચાલુ છે.

🗓️ નામ નોંધણીની અંતિમ તારીખ: ૨૩ જુલાઈ, ૨૦૨૬*

વ્યવસ્થાના ભાગરૂપે તમામ વાલીશ્રીઓને વિનંતી છે કે અંતિમ તારીખ પહેલાં નામ નોંધણી કરાવી સહકાર આપશો.

📅 કાર્યક્રમ: ૩૧ જુલાઈ, ૨૦૨૬
🕡 સમય: સાંજે ૦૬:૩૦ વાગ્યે
📍 સ્થળ: ગાંધીવાડી

આયોજક:
શ્રી વડોદરા ચાંપાનેરી મોઢ જ્ઞાતિની સમગ્ર પંચ - (ગાંધીવાડી)

#જયગૌરીમાં #ગૌરીમાં #જયાપાર્વતીવ્રત #કુંવારિકાવ્રત #ગૌરીવ્રત #ગૌરીજાગરણ #ગાંધીવાડી #વડોદરા

🌸 રથયાત્રાની હાર્દિક શુભકામનાઓ 🌸"શ્રી વડોદરા ચાંપાનેરી મોઢ જ્ઞાતિની સમગ્ર પંચ" તરફથીસમાજના તમામ સભ્યો તથા તેમના પરિવારજન...
16/07/2026

🌸 રથયાત્રાની હાર્દિક શુભકામનાઓ 🌸

"શ્રી વડોદરા ચાંપાનેરી મોઢ જ્ઞાતિની સમગ્ર પંચ" તરફથી
સમાજના તમામ સભ્યો તથા તેમના પરિવારજનોને
ભગવાન શ્રી જગન્નાથજીની પાવન રથયાત્રા નિમિત્તે હાર્દિક શુભકામનાઓ.

📢 આ સમાજનું અધિકૃત page છે.
સમાજની તમામ સત્તાવાર જાહેરાતો માત્ર આ પેજ પરથી જ કરવામાં આવે છે.
શ્રી વડોદરા ચાંપાનેરી મોઢ જ્ઞાતિની સમગ્ર પંચ


#જયજગન્નાથ #રથયાત્રા #જયશ્રીકૃષ્ણ

માનનીય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. 🌸ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ...
15/07/2026

માનનીય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. 🌸

ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય અને ગુજરાત રાજ્યની સેવા માટે અવિરત શક્તિ, સફળતા તથા યશ પ્રદાન કરે તેવી હાર્દિક પ્રાર્થના.

શુભેચ્છક:
શ્રી વડોદરા ચાંપાનેરી મોઢ જ્ઞાતિની સમગ્ર પંચ 🙏

CMO Gujarat Bhupendra Patel

💐 હાર્દિક અભિનંદન 💐શ્રી વડોદરા ચાંપાનેરી મોઢ જ્ઞાતિની સમગ્ર પંચ તરફથીઆપણા સમાજના ગૌરવ,Dr. Viral Gandhi (MD, DrNB)ને Ster...
15/07/2026

💐 હાર્દિક અભિનંદન 💐

શ્રી વડોદરા ચાંપાનેરી મોઢ જ્ઞાતિની સમગ્ર પંચ તરફથી
આપણા સમાજના ગૌરવ,
Dr. Viral Gandhi (MD, DrNB)
ને Sterling Hospitals, Race Course Road, Vadodara ખાતે Senior Consultant – Interventional Cardiologist તરીકે જોડાવા બદલ હાર્દિક અભિનંદન.

આપની કુશળતા, સમર્પણ અને સેવાભાવથી અનેક દર્દીઓને ઉત્તમ આરોગ્યસેવા મળે અને આપ વ્યાવસાયિક જીવનમાં સતત નવી ઊંચાઈઓ સર કરો તેવી હાર્દિક શુભકામનાઓ. 🌹

– શ્રી વડોદરા ચાંપાનેરી મોઢ જ્ઞાતિની સમગ્ર પંચ

બેસણું નોંધ :-બેસણું તા. 14/07/2026 ને મંગળવાર નાં રોજ રાખેલ છે.
13/07/2026

બેસણું નોંધ :-

બેસણું તા. 14/07/2026 ને મંગળવાર નાં રોજ રાખેલ છે.

અવસાન નોંધ :-જય શ્રી કૃષ્ણ...સખેદ જણાવવાનું કે શ્રી બેલાબેન વિકેશભાઈ ગાંધી (કલાપી પાપડ વાળા) નું આજરોજ તા. 13/07/2026 ને...
13/07/2026

અવસાન નોંધ :-

જય શ્રી કૃષ્ણ...

સખેદ જણાવવાનું કે શ્રી બેલાબેન વિકેશભાઈ ગાંધી (કલાપી પાપડ વાળા) નું આજરોજ તા. 13/07/2026 ને સોમવારે સવારે દુઃખદ અવસાન થયું છે, પ્રભુને ગમ્યું તે ખરું.

સ્વર્ગસ્થ ની અંતિમયાત્રા આજે બપોરે 12.30 કલાકે તેઓનાં નિવાસસ્થાન 7, ગૌરવ સોસાયટી, પાણીગેટ,
જી. ઈ. બી. ઓફિસ પાસે થી નીકળી ગાજરાવાડી ખાતે જશે. 🙏

પ્રભુ તેઓની પુણ્ય આત્માને ચીર શાંતી અર્પે અને પરિવાર પાર આવી પડેલ દુઃખને સહન કરવાની શક્તિ આપે એજ પ્રાર્થના 🙏🙏

Address

Gandhi Wadi, Veraimata Chowk, Near Market Cross Road
Vadodara
390001

Website

Alerts

Be the first to know and let us send you an email when શ્રી વડોદરા ચાંપાનેરી મોઢ જ્ઞાતિની સમગ્ર પંચ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to શ્રી વડોદરા ચાંપાનેરી મોઢ જ્ઞાતિની સમગ્ર પંચ:

Shortcuts

Share