27/07/2026
આજે બ્રહ્મસમાજના કારોબારી સભ્યોએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સૌજન્ય મુલાકાત લીધી. આ અવસરે માનનીય #મેયરશ્રી શ્રીમતી ગીતાબેન મકવાણા, #ડેપ્યુટી મેયર શ્રી આદિત્યભાઈ પટેલ, તેમજ આપણા સમાજનું ગૌરવ સમાન, માનવતાવાદી, કર્તવ્યનિષ્ઠ અને લોકલાડીલા #શ્રીમતીવર્ષાબેન જયેશભાઈ વ્યાસ (સ્થાયી સમિતિના ચેરમેનશ્રી), આ સાથે પરમ મિત્ર #શ્રીચિંતનભાઈ દેસાઈ, ચીફ સેક્રેટરીશ્રી મ્યુનિસિપલ કમિશનરશ્રી સાથે સૌહાર્દપૂર્ણ મુલાકાત સાથે તેઓ સૌ નું બહુમાન કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું
ચર્ચા દરમિયાન #બ્રહ્મસમાજની વિવિધ સામાજિક, શૈક્ષણિક અને સેવાકીય પ્રવૃત્તિઓની માહિતી ચર્ચા થઈ તેમજ #વડોદરા શહેરના સર્વાંગી વિકાસમાં સમાજની રચનાત્મક ભૂમિકા અને સક્રિય સહભાગિતાને વધુ મજબૂત બનાવવા અંગે વિચારવિમર્શ કરવામાં આવ્યો.
આ મુલાકાતમાં સમાજના #પ્રમુખશ્રી જીગ્નેશભાઈ ભટ્ટ, #ઉપપ્રમુખશ્રી ભાવેશભાઈ ભટ્ટ, #મહામંત્રીશ્રી સમીરભાઈ રાવલ, #સહમંત્રીશ્રી ઋષિભાઈ જાની તથા #ખજાનચીશ્રી વિજયભાઈ રાવલ ઉપસ્થિત રહ્યા.
બ્રહ્મસમાજની લાગણીને માન આપીને આપેલ સમય, સ્નેહ અને સહકાર બદલ તમામ મહાનુભાવોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.
#શ્રીઝાલાવાડ સત્તર તાલુકા ઔદિચ્ય બ્રહ્મસમાજ, વડોદરા