01/04/2023
રાજ્ય સરકારના મંત્રીઓ ને મળ્યું અભાવિપ પ્રતિનિધિ મંડળ.
રાજ્ય ના ઉચ્ચશિક્ષણ અવં સ્વાથ્ય મંત્રી શ્રી ઋષિકેશ જનજાતિ વિકાસ અને કલ્યાણ મંત્રી મંત્રી કુબેર ભાઈ ડિંડોર , ઉચ્ચ શિક્ષા રાજ્ય મંત્રી પ્રફુલ્લ ભાઈ પાનસેરીયા , ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત સાથે ABVP ગુજરાત પ્રદેશ નુ પ્રતિનિધિ મંડળ દ્વારા વિવિધ પ્રસ્તાવો સોંપવામાં આવ્યા. રાજ્ય ની શિક્ષા અને જનજાતિ સમાજ ના ઉત્થાન અને ઉધોગો મા યુવાનો તક માટે વિવિધ વિષયો પર ચર્ચા થઇ
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પ્રતિનિધિ મંડળ દ્વારા ગત પ્રદેશ ૫૪ મા પ્રદેશ અધિવેશનમાં વિવિધ શૈક્ષણિક અને સામાજિક વિષયને લઈને પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યા હતા. જે પ્રસ્તાવ શિક્ષણ અને સમાજ ના હિત ને ધ્યાન માં રાખી ને અને હાલ ના સમય ની પરિસ્થિતિ અને માંગો પર આધાર રાખીને આ પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યા હતા. આ પ્રસ્તાવો અ.ભા.વિ.પ ગુજરાત ના પ્રદેશ અધ્યક્ષ તેમજ પ્રદેશ મંત્રી સાથે પ્રતિનિધિ મંડળ દ્વારા ગુજરાત સરકાર ના મંત્રીમંડળ ને સોંપવામાં આવ્યા.
જેમા ગુજરાત સરકાર ના મા. મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ ને ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓના બાકી રહેલ વાઈસ ચાન્સેલરો ની નિમણૂક , શૈક્ષણિક અને ઉચ્ચ શૈક્ષણિક ના વિવિધ વિષયો ને લઈ ને પારિત પ્રસ્તાવ સોંપવામાં આવ્યો.
મા. મંત્રી શ્રી પ્રફુલ્લ પાનસેરીયા ને પ્રાથમિક શિક્ષણ ના વિષયો તથા પ્રાથમિક શાળાઓ ના નિર્માણ અને વિકાસ જેવા વિવિધ પ્રશ્ર્નો ને આવરી લેતા પ્રસ્તાવ સોંપી માંગ કરવામા આવી.
મા. મંત્રી શ્રી કુબેર ડીંડોર ને જનજાતિ વિસ્તાર અને વિધાર્થી ઓના વિકાસ તથા શૈક્ષણિક ઉત્થાન જેમા કોલેજ ભવનો ના નિર્માણ અને જનજાતિ સંસ્કૃતિ તેમજ ઉત્પાદન ને વૈશ્ર્વિક સ્તરે પહોંચાડવા માટે ની માંગ કરવામાં આવી અને આશ્વાસન આપવામાં આવ્યું. માટે નો પ્રસ્તાવ સોંપવામાં આવ્યો.
મા. મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત ને યુવાનોના રોજગાર ની ચિંતા અને યુવાનો ને સ્વાવલંબ તરફ પ્રેરિત કરતો પ્રસ્તાવ સોંપવામાં આવ્યો. તેમજ શોધ ના વિધાર્થી ઓની ચિંતા, પ્રદેશમાં વધતી જતી પ્રાઇવેટ યુનિવર્સિટીઓ પર નિયંત્રણ માટે રેગ્યુલેટરી કમિટી ની રચના કરવી, ગુજરાતી ભાષા નુ સંરક્ષણ અને સંવર્ધન ની ચિંતા, અને સરકાર ના ઐતિહાસિક બહુમત બાદ પ્રજા પ્રત્યેની જવાબદારી સંકલ્પ જેવા વિષયો ને પણ આવરી લેવામાં આવ્યા હતા.