20/04/2026
સેવા, સમર્પણ અને સામાજિક જવાબદારીનો ત્રિવેણી સંગમ ! 🙏✨
સુરત પીપલ્સ કો. ઓપ. બેન્કના ૧૦૫મા સ્થાપન દિન નિમિત્તે આયોજિત મેગા રકતદાન શિબિરમાં માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતા કુલ ૧૪૬૮ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. 🩸
આ અવસરે બેન્કના બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય અને Donate Life ના સ્થાપક પદ્મશ્રી Nilesh Mandlewala જીએ પોતાના જન્મદિવસની ઉજવણી સેવાકાર્ય સાથે કરી હતી. તેમણે અને તેમના પરિવારે રકતદાન કરી સમાજને પ્રેરણા પૂરી પાડી હતી. સુરત પીપલ્સ કો. ઓપ. બેંક તથા શ્રી સુરતી મોઢ વણિક સમસ્ત પંચ દ્વારા કેક કટિંગ કરી તેમને આયુષ્માન ભવ:ના આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. 🎂🎊
વિશેષમાં, ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા અંગદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. બેન્કના ચેરમેન શ્રી અમિતભાઈ ગજ્જર અને તેમના પરિવારે અંગદાનનું સંકલ્પ પત્ર ભરી 'જીવનદાન'ના સંકલ્પને વેગ આપ્યો હતો, જે બદલ તેમને ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયનું સંકલ્પપત્ર એનાયત કરાયું હતું.
જીવતા જીવત રકતદાન અને બ્રેઇનડેડ બાદ અંગદાન - એ જ સાચું જીવનદાન! 🌱
અંગદાન… જીવનદાન…
ડોનેટ લાઈફની વધુ માહિતી મેળવવા માટે અમારી વેબસાઈટ પર ક્લિક કરો: https://www.donatelife.org.in/
તમે નીચે દર્શાવેલ લિંક પર ક્લિક કરીને અંગદાન માટે પ્રતિજ્ઞા લઈ શકો છો:
https://notto.abdm.gov.in/register
NGO વિભાગમાં Donate Life નો ઉલ્લેખ કરવો.
#અંગદાનમહાદાન #અંગદાનજીવનદાન