07/09/2026
ગુજરાતની ઊંચી દહીં હાંડી મહોત્સવ
યુથ ફોર ગુજરાતના પ્રમુખ શ્રી જિગ્નેશભાઈ પાટીલ દ્વારા ગુજરાતની ઊંચી દહીં હાંડીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ ભવ્ય કાર્યક્રમમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી. આર.પાટીલ સાહેબ, લિંબાયતના ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, ભાજપ સુરત શહેર પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી રાજનભાઈ, ડેપ્યુટી મેયર શ્રી સુધાકરભાઈ, માજી ઉપપ્રમુખ શ્રી છોટુભાઈ તથા ઉધના-લિંબાયત વિધાનસભાના કોર્પોરેટરશ્રીઓ, સામાજિક આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
યુવાનોના ઉત્સાહ અને જોશથી સમગ્ર વાતાવરણ “ગોવિંદા આલા રે!”ના નાદથી ગુંજી ઉઠ્યું.