Jaldi Kar -जल्दी कर

Jaldi Kar -जल्दी कर Swachhta Dham

(1) સ્વચ્છતા નું આમંત્રણ

સ્વચ્છ ભારત કોઈ એક વ્યક્તિ નું અભિયાન હોયજ ના શકે. સ્વછતા દેશ માટે ખુબ અગત્યનું પાસું છે પણ જો આ અભિયાનને જીવનનું સૌથી અગત્યનું પાસું બનાવવામાં આવે તો દેશના વિકાસમાં ખુબ અગત્યનો ભાગ ભજવી શકીશું.

સ્વચ્છતા શબ્દ દેશની દશા અને દિશા નક્કી કરી શકે એવું મોટું પરિબળ છે, સ્વચ્છતાથી માનસિક, શારીરિક, આર્થિક અને સામાજિક સમૃદ્ધતા આવશે. સ્વચ્છતા સાથે આ દેશનો એક- એક વ્યક્તિ જોડાશે નહિ

ત્યાં સુધી વિશ્વગુરુ ભારતની પરીકલ્પના અધૂરી છે અને એટલે જ સ્વચ્છતા ધામ અભિયાન ની શરૂઆત થઇ રહી છે.

આ અભિયાન દેશના એક એક વ્યક્તિની ચેતનાને જગાડવાનું કામ કરશે અને સૌ સાથે મળીને સ્વચ્છતા માટે સૌથી વધુ કામ કરીને દેશના વિકાસમાં સૌ સાથે મળીને આગળ વધીયે આ એનું અભિયાન છે.

તમારા સાથ અને સહકાર વગર આ દેશ કઈ રીતે આગળ વધશે ?

તો ચાલો આપણે સૌ દેશને સ્વછતા તરફ અગ્રેસર કરીયે અને ભાવિ પેઢી માટેનું એક સ્વચ્છ ભારતનું નિર્માણ કરીયે.

સ્વચ્છ હિન્દ - જય હિન્દ



(2) સ્વચ્છતા ધામ શા માટે ?


સમસ્યા શું છે ?

પ્લાસ્ટિક એ આપણા માટે એક વરદાન સમાન છે, આજના દિવસ માં પ્લાસ્ટિક વગર નું જીવન વિચારવું પણ શક્ય નથી. પ્લાસ્ટિક નો ઉપયોગ સમસ્યા નથી પરંતુ ઉપયોગ પછીના સંચાલન વ્યવસ્થા નો અભાવ સમસ્યા છે.

સ્વચ્છ ભારત વગર વિશ્વગુરુ ભારત ની કલ્પના સાકાર થઇ શકે એમ પણ નથી.

આવનારા 15-20 વર્ષમાં વેસ્ટ પ્લાસ્ટિક નો પ્રશ્ન માનવજાત માટે સૌથી મોટો પડકાર બનવા જઈ રહ્યો છે જો આનું સમાધાન કરવામાં નહિ આવે તો માનવ દ્વારા કરાયેલ સૌથી મહત્વપૂર્ણ આવિષ્કાર પ્લાસ્ટિક માનવજાત માટે સંકટ બની જશે. વેસ્ટ પ્લાસ્ટિક ના સંચાલન વ્યવસ્થા માટે સ્વચ્છતા ધામ ની શરૂઆત કરવામાં આવી રહી છે.

ભારત માં રોજના 2.5 કરોડ કિલો પ્લાસ્ટિક વેસ્ટ નીકળે છે જેમાંથી 60% કલેક્ટ કરવામાં આવે છે જયારે 40% કલેક્ટ થતું નથી. એટલે કે 1.5 કરોડ કિલો કલેકટ થાય છે જયારે 1 કરોડ કિલો પ્લાસ્ટિક વેસ્ટ કલેક્ટ થતું નથી. જે કલેક્ટ થાય છે જેમાંથી ખાલી 9% રિસાયકલ થાય છે જયારે 12% બાળવામાં આવે છે બાકીનું 79% વેસ્ટ જમીનમા, નદીમા કે સમુદ્રમા જઈને બ્લોક થઇ જાય છે. સામાન્યતઃ વેસ્ટ પ્લાસ્ટિક નો 400 થી 500 વર્ષ બાદ પણ સંપૂર્ણ નાશ થતો નથી.

જમીન નું નુકશાન : જમીન માં જવાથી જમીન પ્રદુષિત થઇ રહી છે જેનાથી જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે જેનાથી ઉત્પન્ન થતા પાકો માં પૂરતા પ્રમાણ માં પોષક-તત્વો રહેતા નથી, જેનાથી ઘણી બધી ગંભીર બીમારી થવાની શક્યતા રહેલી છે. આ ઉપરાંત, અમુક પ્રકારના જીવ-જંતુ નો નાશ થવાથી પણ જમીન ની ફળદ્રુપતા ઘટી રહી છે. જમીન માં રહેલ પ્લાસ્ટિક ફૂડ મારફતે આપણા શરીર માં પ્રવેશી રહ્યું છે અને આ બાબત અત્યારે સૌથી વધુ ગંભીર છે.

પાણી નું નુકશાન : પાણી માં જવાથી પાણી પ્રદુષિત થઇ રહ્યું છે, જેનાથી પાણી માં રહેલા ઘણા જીવ મુત્યુ પામી રહ્યા છે, પાણી ની ફળદ્રુપતા પણ ઘટી રહી છે, પાણી ગંદુ થઇ રહ્યું છે કેમ કે અમુક જીવ નું પાણી માં રહેવું માનવજાત માટે ઉપયોગી છે. આ ઉપરાંત, પાણી માં રહેલા જીવ ના નાશ થવાથી પ્રકૃતિ ની ચેન તૂટી રહી છે જે પણ માનવજાત માટે ખતરા ની ઘંટી સમાન છે.

સુરત માં રોજનું 1,80,000 કિલો પ્લાસ્ટિક વેસ્ટ નીકળે છે જેમાંથી હાલ માં ફક્ત 50,000 કિલો રિસાયકલ થઇ છે.

Address

50, 51/shweta Soc. , Dharam Nagar Road, A. K. Road
Surat
395008

Alerts

Be the first to know and let us send you an email when Jaldi Kar -जल्दी कर posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Jaldi Kar -जल्दी कर:

Share

Jaldi kar

world’s biggest cleaning campaign for India to make our country cleanest in the world by 2022.