Kashiba Goti Trust

Kashiba Goti Trust यह ट्रस्ट शिक्षा, स्वास्थ्य, और सामाजिक सेवा के क्षेत्र में समर्पित एक प्रेरणादायक संस्था है।

16/06/2026

"सेवा जब सीमाओं से आगे बढ़ती है,
तब वह राष्ट्र निर्माण बन जाती है..." 🇮🇳

253वें सरस्वतीधाम के लोकार्पण अवसर पर उपस्थित विद्या भारती चित्तौड़ प्रांत के प्रांतीय सचिव श्री मानेक पटेल जी ने अपने भाव व्यक्त करते हुए कहा कि,

Kashiba Goti Trust केवल विद्यालयों का निर्माण नहीं कर रहा...

बल्कि सम्पूर्ण भारत को एक सूत्र में जोड़कर
समरसता, संस्कार और शिक्षा का एक अद्भुत अभियान चला रहा है।

दूरस्थ, वनवासी, आदिवासी और सीमावर्ती क्षेत्रों तक शिक्षा का प्रकाश पहुँचाकर
यह सेवायज्ञ हजारों बच्चों के जीवन में नई आशा जगा रहा है।

341 सरस्वतीधाम निर्माण का यह संकल्प
केवल एक लक्ष्य नहीं,
बल्कि विकसित, संस्कारित और स्वावलंबी भारत की ओर बढ़ता एक राष्ट्रीय अभियान है।

आइए...
हम भी इस पुण्य अभियान के सहभागी बनें,
और शिक्षा के माध्यम से राष्ट्र निर्माण की इस यात्रा में अपना योगदान दें।

भारत माता की जय! 🇮🇳

15/06/2026

"ભગવાને આપેલી સંપત્તિ ત્યારે જ સાર્થક બને...
જ્યારે તે કોઈના જીવનમાં પ્રકાશ બની પહોંચે."

૨૫૫મા સરસ્વતીધામના લોકાર્પણ પ્રસંગે ડૉ. તૃપ્તિબેન કેવડિયાએ પોતાના ભાવ વ્યક્ત કરતાં જણાવ્યું કે,
અંતરિયાળ અને વિકાસથી વંચિત વિસ્તારોમાં આજે પણ શિક્ષણ અને મૂળભૂત સુવિધાઓ માટે ઘણું કાર્ય કરવાની જરૂર છે.
આવા સમયે સહયોગી દાતાશ્રીઓ અને Kashiba Goti Trust દ્વારા કરવામાં આવતું કાર્ય માત્ર એક સંસ્થા કે એક ગામ પૂરતું મર્યાદિત નથી...

આ તો શ્રેષ્ઠ ભારતના નિર્માણ તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે.
જ્યારે સમાજને મળેલી લક્ષ્મી,
સમાજના વંચિત બાળકોના ભવિષ્ય ઘડવામાં વપરાય...
ત્યારે માત્ર ભવનો નથી બનતા,
પણ સપનાઓ, સંસ્કારો અને રાષ્ટ્રના ભવિષ્યનું નિર્માણ થાય છે.
૨૫૫મું સરસ્વતીધામ એ જ ભાવનાનું જીવંત પ્રતિક છે. 🙏

11/06/2026
09/06/2026

"ઘાસ પર બેસીને ભણતા બાળકો...
અને પતરાના વર્ગખંડો...

આ દૃશ્યો માત્ર સાંભળેલા હતા,
પણ આજે પોતાની આંખે જોયા." 🙏

૨૫૨મા સરસ્વતીધામના લોકાર્પણ પ્રસંગે સહયોગી દાતાશ્રી ડુંગરશીભાઈ હીરાભાઈ ઈટાલીયા જ્યારે પશ્ચિમ ચંપારણ, સેમારા, બિહાર પહોંચ્યા,
ત્યારે તેમણે એ વાસ્તવિક ભારતને નજીકથી જોયું
જેના વિશે આપણે ઘણીવાર માત્ર વાંચીએ કે સાંભળીએ છીએ.

જ્યાં બાળકો મર્યાદિત સુવિધાઓ વચ્ચે પણ
શિક્ષણ માટે સંઘર્ષ કરી રહ્યા છે...

ત્યાં શિક્ષણનો એક નવો દીપ પ્રગટાવવાનો અવસર મળ્યો,
એ તેમના માટે પણ એક ભાવુક અનુભવ બની રહ્યો.

તેમણે ખાસ ઉલ્લેખ કર્યો કે
Kashiba Goti Trust જ્યાં પણ સરસ્વતીધામ નિર્માણનો નિર્ણય કરે છે,
ત્યાં પહેલાં જરૂરિયાત, પરિસ્થિતિ અને સંસ્થાનો ઊંડો અભ્યાસ કરવામાં આવે છે.

કારણ કે આ માત્ર ભવન નિર્માણ નથી...

આ તો એ બાળકોના ભવિષ્યમાં શિક્ષણ, સંસ્કાર અને રાષ્ટ્ર ભક્તીનું બીજ વાવવાનો પ્રયાસ છે.

06/06/2026

શિક્ષણના દીવા પ્રગટાવતી યાત્રામાં વધુ એક ગૌરવશાળી સોપાન...

Kashiba Goti Trust દ્વારા નિર્મિત 254મા સરસ્વતીધામનું લોકાર્પણ સંપન્ન થયું.

આ ભવન માત્ર ઈંટ અને સિમેન્ટની ઈમારત નથી...
પણ અસંખ્ય બાળકોના સપનાઓ, સંસ્કારો અને ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે.

આ પવિત્ર કાર્યમાં સહયોગી દાતાશ્રી શ્રી મેઘજીભાઈ કાકડિયાના ઉદાર સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર.

કર્મયોગી પરિવાર, સહયોગી દાતાશ્રીઓ, શુભચિંતકો અને સ્થાનિક સંસ્થાના સંયુક્ત પ્રયત્નોથી શિક્ષણનો આ દીપ આજે વધુ એક અંતરિયાળ વિસ્તારમાં પ્રગટ્યો છે.

"એક ભવનનું નિર્માણ...
એટલે અનેક પેઢીઓના ભવિષ્યનું નિર્માણ." 🇮🇳

04/06/2026

"ગુજરાતમાં બેસીને આપણે ઘણી વખત કલ્પના પણ નથી કરી શકતા કે ભારતના કેટલાક વિસ્તારોમાં બાળકો કેવી પરિસ્થિતિમાં ભણે છે..."

આસામના એક અંતરિયાળ વિસ્તારમાં આવેલી ખાનગી શાળાની સ્થિતિ જોઈને જાણીતા પ્રેરણાત્મક વક્તા શ્રી શૈલેશભાઈ સાગપરિયા પણ ભાવુક બની ગયા.

પતરાના અને વાંસના બનેલા વર્ગખંડો...
મર્યાદિત સુવિધાઓ...
અને છતાં શિક્ષણ મેળવવાની બાળકોની અદમ્ય જિજ્ઞાસા.

આ જ વાસ્તવિકતાઓને નજીકથી જોઈને Kashiba Goti Trust વર્ષોથી દેશના વનવાસી, આદિવાસી, સરહદી અને દુર્ગમ વિસ્તારોમાં શિક્ષણના દીવા પ્રગટાવવાનું કાર્ય કરી રહ્યું છે.

કારણ કે...

"જ્યાં શિક્ષણ પહોંચે છે,
ત્યાંથી જ પરિવર્તનની શરૂઆત થાય છે."



29/05/2026

જ્યારે સેવા અને સંવેદના એક થાય છે, ત્યારે માત્ર ભવનો નથી બનતા... ઇતિહાસ સર્જાય છે.

જિલીયા સ્થિત ગાંધી આશ્રમમાં વર્ષોથી પ્રજ્વલિત શિક્ષણ, સંસ્કાર અને સેવાની જ્યોતને આજે નવો આધાર મળ્યો છે.

શ્રી કેશવભાઈ હરિભાઈ ગોટી (માતુશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટ, સુરત) તથા

સહયોગી દાતાશ્રી મેઘજીભાઈ કાકડિયાના સહયોગથી નિર્માણ પામેલું આ ભવન માત્ર ઈંટ અને સિમેન્ટનું માળખું નથી...

આ ભવન આવનારી પેઢીઓ માટે આશાનું સરનામું, સંસ્કારોનું કેન્દ્ર અને સેવાની નવી પ્રેરણા બની રહેશે.

સાચી સેવા એ જ છે જે પોતાના જીવનથી આગળ વધીને સમાજના ભવિષ્યને સ્પર્શે.

28/05/2026

कभी-कभी एक दृश्य…
मनुष्य के भीतर की संवेदनाओं को जगा देता है।

असम राज्य के विश्वनाथ जिले के गधरिया बस्ती गाँव में,
जब 248वें सरस्वती धाम का लोकार्पण हुआ…
तब सहयोगी दाताश्री ने पहली बार वहाँ के बच्चों की वास्तविक परिस्थितियों को करीब से देखा।

दूर जंगल क्षेत्र…
सीमित सुविधाएँ…
और संघर्षों के बीच शिक्षा प्राप्त करते बच्चे…

लेकिन उन्हीं परिस्थितियों के बीच
एक नया संकल्प जन्म लेता है।

यही वह भावना है,
जो सेवा को सिर्फ सहयोग नहीं रहने देती…
बल्कि समाज परिवर्तन का माध्यम बना देती है।

248वाँ सरस्वती धाम
सिर्फ एक भवन नहीं…
आने वाली पीढ़ियों के भविष्य में किया गया एक निवेश है।

मातुश्री काशीबा हरिभाई गोटी चेरिटेबल ट्रस्ट, सूरत
351 सरस्वती धाम निर्माण संकल्प

StoryOfChange VaicharikKranti

26/05/2026

दीपाली दीदी जैसे प्रेरणादायी संतवक्ताओं के शब्द केवल प्रशंसा नहीं…
बल्कि “Kashiba Goti Trust” के शिक्षा अभियान के प्रति समाज का विश्वास और आशीर्वाद हैं। 🙏

भारत के दूरस्थ वनवासी, आदिवासी और सीमावर्ती क्षेत्रों तक
गुणवत्तापूर्ण शिक्षा, संस्कार और पोषण पहुंचाने का यह अभियान आज एक राष्ट्रीय चेतना बनता जा रहा है। 🇮🇳

पूज्य दीपाली दीदी ने जिस भाव से इस अभियान को
“सेवकीय गोवर्धन पर्वत” कहा…
वह केवल एक उपमा नहीं,
बल्कि हजारों बच्चों के जीवन में आ रहे परिवर्तन की सजीव अनुभूति है।

जैसे भगवान श्रीकृष्ण ने गोवर्धन पर्वत उठाया था…
वैसे ही "अध्यक्ष श्री केशुभाई गोटीजी", सहयोगी दाताश्री और कर्मयोगियों के सामूहिक संकल्प से
आज शिक्षा का यह अभियान देश के अंतिम छोर तक पहुंच रहा है।

“जब समाज का सामूहिक संकल्प शिक्षा से जुड़ता है…
तभी राष्ट्र का भविष्य उज्ज्वल बनता है।”

Address

GlowStar: 34-35 Old G. I. D. C. , Near Indian Diamond Institute, Katargam
Surat
395008

Alerts

Be the first to know and let us send you an email when Kashiba Goti Trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share