31/03/2026
વર્લ્ડ બેંક માટે કામ કરવાની તક... જે જિલ્લા ગ્રામ એજન્સી, સુરત દ્વારા મળી હતી.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સુરત/તાપી માટે આ બૂક સોનલ રોચાણી એ લખી હતી, વર્ષ ૨૦૦૯-૧૦ માં. આ પુસ્તકના આધારે ડી.આર.ડી. એ. સુરતને ૧૯૮ વડાપ્રધાન એક્સ લેન્સ એવોર્ડ અને ૨ રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યા હતા. આ પુસ્તક "વર્લ્ડ બેંક" ને આપવામાં આવ્યું છે એ દર્શાવવામાં માટે કે કઈ રીતે ભારત જેવા દેશો ગ્રામીણ કક્ષાએ વેસ્ટ મેનેજમેન્ટ કરીને ગંદકી અને રોગોથી બચી રહ્યા છે.
આ પુસ્તક માટે ખૂબ મહેનત લાગી હતી. ખુબ બધું ફિલ્ડ વર્ક, પછી રિસર્ચ અને પછી ફાઈનલ લખાણ. ગ્રામીણ વિકાસના કામને સમજવા માટે આ કસરત અમને ઘણી કામ લાગી. સારોલી, બાબેન, તલંગ પોર, રામપુરા, પૂની, અંભેટી, અંત્રોલી, અબ્રામા, કર ચેલીયા, ભડકુવા, બરબોધન, વાલોડ, રાયગઢ, અમલ ગુડી, માંડલ, સેલુડ.... આ બધી ગ્રામ પંચાયતો એ સ્વચ્છતા ની બાબતમાં કેટલી સારી કામગીરી કરી છે એને આધારે કેન્દ્ર સરકારે એમને એવોર્ડ આપવાના હતા. સુરત, વ્યારા, સોનગઢ અને ઉચ્છલના આ ગામોમાં ખુબ ફરી અને માહિતી ભેગી કરી.