Sarve Jan Seva Trust 2013

Sarve Jan Seva Trust 2013 સર્વે જન સેવા ટ્રસ્ટ સુરત દ્વારા સંચાલિત વિદ્યાર્થી આત્મહત્યા રોકો અભિયાન

સર્વે જન સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત વિદ્યાર્થી આત્મહત્યા રોકો અભિયાન સંસ્થા ની સ્થાપના ફેનિલ ભરતભાઇ કુકડીયા દ્વારા 2016 માં કરવા માં આવી હતી અને હાલ ઉપ-પ્રમુખ તરીકે સેવા આપે છે જ્યારે જાહેર સમાચાર અને સુરત ની વરાછા માં યુવાનો અને વિદ્યાર્થી આત્મહત્યા ની ઘટના વિશે જાણવા મળ્યું ત્યારે તેમની મદદ કરવા સંસ્થા ની સ્થાપના નો વિચાર આવ્યો. અમારી સંસ્થા આત્મહત્યા ના વિચાર કરતા યુવાનો , વિદ્યાર્થી ને આત્મહત

્યા ના વિચાર માંથી બહાર લાવવા અને બચાવવા માટે પ્રયત્નશીલ છે.સંસ્થા દ્વારા વાતો નો ખજાનો પોળકાસ્ટ ચેનલ ના માધ્યમ થી પરિવાર , સમાજ , યુવાનો ને સંદેશો પહોંચળવવા નું કાર્ય કરે છે. ફક્ત આત્મહત્યા ની હેલ્પલાઇન ચલાવવી જરૂરી નથી પણ આત્મહત્યા ના વિચાર ના આવે અથવા યુવાન અને પરિવાર નો આધારસ્તંભ ના ગુમાવે એવા હકારાત્મક પ્રયત્ન કરવા જોઈએ એવું સંસ્થા નું માનવું છે. જો પરિવાર અને સામાજિક લોકો એકબીજા ને મદદરૂપ થશે તો જ આત્મહત્યા ની ઘટના ઓછી થશે એવું સર્વે માં જાણવા મળ્યું. સંસ્થા દ્વારા ધો 10 અને 12 ના પરિણામ સમયે તાપી નદી ના બ્રિજ પર પેટ્રોલિંગ કરવામાં આવતું જેથી કોઈ વિદ્યાર્થી આત્મહત્યા નો પ્રયાસ ના કરે. સુરત પોલીસ ની હેલ્પલાઇન દ્વારા છેલ્લા 4 થી 5 મહિના માં 150 થી વધુ વ્યકતિ ને આત્મહત્યા ના વિચાર માંથી બહાર લાવવા માટે મદદરૂપ થયા છે અને નવજીવન આપ્યું છે.

ત્યારે સુરત ના નવનિયુક્ત પોલીસ કમિશ્નર સાહેબ ને અમારી સંસ્થા દ્વારા આત્મહત્યા ની ઘટના રોકવા બાબતે આવેદનપત્ર આપવા માં આવ્યું હતું ત્યારે સાહેબે આ વાત ને ગંભીરતાથી ધ્યાનમાં લઇ પોલીસ કમિશ્નર શ્રી ની કચેરી ખાતે પોલીસ કંટ્રોલરૂમ માં આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન શરૂ કરવા માં આવી છે. આ હેલ્પલાઇન 24 કલાક કાર્યરત છે અને ત્રણ શિફ્ટ માં કાઉન્સિલગ ટિમ હાજર હોય છે. સાથે સાથે સર્વે જન સેવા ટ્રસ્ટ અને અનિસ સંસ્થા ના સહયોગ થી અને પેરેન્ટિંગ ફોર પીસ ( P4P ) દ્વારા સાયકોલોજીકલ ડૉ. ટિમ અને ટ્રેનર દ્વારા આત્મહત્યા નિવારણ માટે ફર્સ્ટએડ ટ્રેનિંગ નું આયોજન કરીયે છીએ. આ ટ્રેનિંગ માં સુરત પોલીસ ના જવાનો , સી-ટિમ , જેમને આત્મહત્યા નિવારણ ટિમ માં સ્વયંસેવક તરીકે જોડવું હોઈ તેમને ટ્રેનિંગ આપીએ છીએ. આ સ્વયંસેવક ટિમ જ્યારે પણ જેતે વિસ્તાર માં આત્મહત્યા ના કોઈ કેસ આવે તો તેમને વ્યવસ્થિત સાંભળી એમની સમસ્યા નું નિવારણ લાવી શકાય.

સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસ ના સહયોગ થી આત્મહત્યા નિવરાણ હેલ્પલાઇન નંબર લોકો સુધી પહોંચાડવા માટે જાહેર જગ્યા, તાપી નદી ના બ્રિજ પર બેનર લગાડવા નું કાર્ય સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. સાથે સોલાર કંપની ના સહયોગથી નવા વર્ષ ના કેલેન્ડર ( 2500 નંગ ) ના માધ્યમ થી હેલ્પલાઇન નંબર લોકો ના ઘર સુધી પહોંચાડ્યો છે.

આગામી દિવસો માં આત્મહત્યા ની ઘટના કઈ રીતે ઘટે એ માટે સુરત પોલીસ સાથે સંસ્થા હંમેશા પ્રયત્ન કરતું રહેશે..

Address

Mota Varachha Sudama Chowk
Surat
394101

Telephone

+917046134621

Website

Alerts

Be the first to know and let us send you an email when Sarve Jan Seva Trust 2013 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Sarve Jan Seva Trust 2013:

Shortcuts

Share