31/03/2026
ચૈત્ર સુદ નોમ, રામનવમીના પાવન દિવસ તા: 26/3/2026 ગુરુવારના રોજ હેમરશ્મિ દ્વારા સતત ચોથા વર્ષે પ્રભુ શ્રીરામ મંદિર, તેજાનંદ ધામ-ખરવાસા ખાતે સમૂહ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
સવારે 8.30 વાગ્યાથી ચા-કોફી બિસ્કીટના અલ્પાહાર લઈને વલસાડ-બિલીમોરા-નવસારી-સુરત-વડોદરાથી ઉપસ્થિત જ્ઞાતિજનોમાંથી પસંદ કરેલા જ્ઞાતિજનોના હસ્તે દિપપ્રાગ્ટય કરાવડાવી સંપાદક વસંતભાઈએ ઉમળકાથી સ્વાગત કર્યુ. વલસાડ-બીલીમોરા-નવસારી-સુરતના મહિલા મંડળો દ્વારા સમયાંતરે પ્રભુ શ્રીરામના ભજનો રજુ કરી આધ્યાત્મિક માહોલ ઉભો કર્યો હતો. કાલિન્દીબેન મનોજભાઈ પટેલએ સૌને આવકારી હેમરશ્મિ દ્વારા બે વર્ષ પહેલા ખરવાસા જાહેરાત કરી હતી એ આપણું પોતીકું પુસ્તક "આપણા સંસ્કાર અને સંસ્થાન" વિશે લાગણીઓ વ્યક્ત કરી એના ઉદ્દેશ-પુસ્કત પ્રસિધ્ધ થયા પછીના અનુભવો વહેંચીને પુસ્તક પ્રસિધ્ધિ માટે પ્રભુ શ્રીરામ પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરી હતી. હેમરશ્મિના અંકોમાં આવતી માહિતિનું વિહંગ વિશ્લેષણ રજુ કરી સમાચાર-માહિતિ હેમરશ્મિ સુધી પહોંચાડવાની અપીલ કરી હતી.
ત્યારબાદ શ્રીરામ સ્તુતિ, રામરક્ષા સ્તોત્ર, હનુમાન ચાલીસાનો સંપુટની સમૂહ પ્રાર્થના કરી હતી.
મનોજભાઈ રમણલાલ પટેલએ હેમરશ્મિની વિવિધ યોજનાઓ અંગે માહિતિ આપી હેમરશ્મિમાં અતૂટ વિશ્વાસ મુકવા બદલ સૌ જ્ઞાતિજનોનો હ્રદયથી આભાર માન્યો હતો. સમૂહ પ્રાર્થનામાં સહાયરૂપ થનાર સૌ પ્રતિ આભાર વ્યક્ત કર્યો હતો. અંતમાં ગત વર્ષમાં દિવંગત થનાર સૌ જ્ઞાતિજનોના આત્માની શાંતિ-સદગતિ માટે બે મિનિટનુ મૌન પાડી, શાંતિ પ્રાર્થના ગાઈ હતી. અંતમાં રાષ્ટ્રગીત ગાઈને 12 વાગ્યે પ્રભુ શ્રીરામના જન્મોત્સવની ઉજવણીરૂપે આરતીમાં ભાગ લઈ જન્મોત્સવને વધાવ્યો હતો.
પ્રભુ શ્રીરામના આશિર્વાદરૂપ માલપુડા તથા દૂધપાકનો મહાપ્રસાદનો રસાસ્વાદ લઈ સૌ ફરી મળવાના સંદેશ સાથે છુટા પડ્યા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિરેન પારેખ એ કર્યુ હતુ.
તેજાનંદ ધામ-ખરવાસા મંદિરમાં પ્રભુ શ્રીરામની સુંદર રંગોળી પ્રિતિ જિજ્ઞેશ પારેખ-નવસારીએ તૈયાર કરી હતી.
વધુ વિસ્તૃત અહેવાલ હેમરશ્મિના આગામી અંકમાં પ્રસિધ્ધ કરવામાં આવશે.