શ્રી સમસ્ત પટેલ સમાજ ગુજરાત - Samast Patel Samaj Gujarat

  • Home
  • India
  • Surat
  • શ્રી સમસ્ત પટેલ સમાજ ગુજરાત - Samast Patel Samaj Gujarat

શ્રી સમસ્ત પટેલ સમાજ ગુજરાત - Samast Patel Samaj Gujarat દુનિયામાં વસતા તમામ પાટીદારો ને એક જુટ કરવા તેમજ પાટીદાર સમાજની તમામ માહિતી લોકો સુધી પહોંચાડવી

સોજીત્રા પરિવારનું ગૌરવ...જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના બરડીયા (ગીર)ગામના એવા ભરતભાઈ સોજીત્રાના સુપુત્ર જસ્મીનભાઈ તાજ...
09/12/2025

સોજીત્રા પરિવારનું ગૌરવ...

જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના બરડીયા (ગીર)ગામના એવા ભરતભાઈ સોજીત્રાના સુપુત્ર જસ્મીનભાઈ તાજેતરમાં લેવાયેલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલમાં સમગ્ર ગુજરાતમાં 121મો ક્રમાંક પ્રાપ્ત કરી બિન હથિયારી પોલીસમાં પસંદગી પામ્યા છે.

આ બદલ તેમને ખૂબ ખૂબ આભિનંદન અને આગળ પ્રગતિ કરે તેવી માઁ ખોડલને પ્રાર્થના..🙌🏻

 #પાટીદાર_ઇતિહાસ    #શેર કરજો....🚩 #રાણી_માણેકબાઇ🚩"૧૮૫૫માં પાટીદાર સ્ટેટ માંડલના રાણી માણેકબાઇ યુદ્ધે ચઢયાં હતાં"       ...
19/10/2025

#પાટીદાર_ઇતિહાસ #શેર કરજો....

🚩 #રાણી_માણેકબાઇ
🚩
"૧૮૫૫માં પાટીદાર સ્ટેટ માંડલના રાણી માણેકબાઇ યુદ્ધે ચઢયાં હતાં"

પતિ જેઠા પટેલના ખુનનો બદલો લેવા માટે ગુજરાતના આ ઝાંસીનાં રાણી પુરુષના કપડા પહેરીને રણમેદાનમાં ઉતરતા. ૧૮૫૭માં માણેકબાઇના પુત્ર દેવુસિંહે બાજીરાવની પડખે રહી અંગ્રેજો સામે વિદ્વોહ કરેલો.

વિરમગામ અને પાટડીમાં પાટીદાર રાજાઓના રાજ હતા. પરંતુ માંડલ સ્ટેટમાં તો પાટીદાર મહિલા માણેકબાઇનું પણ રાજ ચાલતું હતું. માણેકબાઇનું જીવન ઝાંસીની રાણી લક્ષ્મીબાઇને મળતું આવે છે એની ભાગ્યેજ કોઇ લોકોને ખબર હશે. માણેકબાઇ પુરુષ વેશ ધારણ કરીને રણ મેદાનમાં જતા હતા. તે આક્રમણ કરવા જતા ત્યારે પુરુષોના કપડા પહેરીને આગળની હરોળમાં જ રહેતી હતી. માણેકબાઇ એક વિરાંગના હતી. આથી તે આક્રમણ ખોરો સામે રણચંડી બની જતી હતી. માણેકબાઇના પતિ જેઠા પટેલની છેક કાઠિયાવાડ સુધી હાંક વાગતી.

માણેકબાઇના પતિ જેઠાભાઇ પાટીદાર કુશળ રાજકારણી અને લડવૈયા હતા. તે વખતે અમદાવાદને રાઘોબા નામના મરાઠાએ ઘેરો ઘાલ્યો હતો. રાઘોબાએ મદદ માટે પાટીદારોને અમદાવાદ તેડાવીને અમદાવાદના સૂબા બાબી જવામર્દખાનને બાંધછોડ કરવા સમજાવ્યો હતો. આથી ખૂશ થયેલા પેશ્વા સરદારે જેઠાભાઇને માંડલની જાગીર સોંપી હતી. જેઠા પટેલ એટલો બહાદૂર હતો કે તેની છેક કાઠિયાવાડ સુધી હાંક વાગતી હતી. મરાઠાઓની ખૂૂબજ નજીક હોવાથી તેમનું કાસળ કાઢી નાખવા રજવાડાના માણસો ફરતા હતા. હળવદમાં મુલ્કગીરી પેટે બે લાખ રૂપિયા ચડી ગયા હોવાથી જેઠા પટેલે જઇને ધમકી આપી કે કર ચૂકવો નહીંતર ગામ બાળીને જોર જુલમ વડે લઇ જઇશ. હળવદમાં કુપાજીને ભાઇ કહીને બોલાવતી એક મહિલાએ જયાં સુધી આ જેઠો પટેલ મરશે નહી ત્યાં સુધી મને જપવા દેશે નથી. એવી ફરીયાદ કરતા કુપાજીએ છરીયાળ ગામનું તોરણ બાંધી રહેલા જેઠા પટેલને લાગ જોઇને મારી નાખ્યા હતા.

રાણી માણેકબાઇ પુરૃષના કપડા પહેરીને રણમેદાનમાં ઉતરી પતિ જેઠાભાઇનું દગાથી ખુન કરનાર પનારના કુપાજી ઠાકોરને તેના ગામમાં જઇને માર્યો હતો. માણેકબાઇ ખૂબજ ધૈર્યવાન સ્ત્રી હતી. માંડલનો વહિવટ તેના બાળપુત્રના નામે ચલાવ્યો હતો. માંડલના લોકો આજે પણ માણેકબાઇને બુદ્ધિશાળી,રાજકુશળ,વ્યહવાર દક્ષ અને પતિવ્રતા નારી તરીકે યાદ કરે છે. તેની યાદમાં આજે પણ માંડલમાં માણેકબાઇ દરવાજો જોવા મળે છે.

માણેકબાઇનો પુત્ર દેવુંસિંહે મોટા થઇને માંડલની ગાદી સંભાળી હતી. તેણે ઇસ ૧૮૫૭માં દેવુસિહે બાજીરાવની પડખે રહીને અંગ્રેજો સામે વિદ્વોહ કર્યો હતો. અંગ્રેજોના જોરદાર આક્રમણમાં બાજીરાવ બીજો પકડાઇ ગયા અને તેમને બચાવવા જતા માણેકબાઇનો પાટીદાર પુત્ર વીરગતિને પામ્યો હતો. માણેકબાઇ જયાં સુધી જીવી ત્યાં સુધી તેણે મુસ્લિમ, મરાઠા તથા લૂટારુ ટોળીઓના હુમલાઓનો સામનો કરીને પરાસ્ત કર્યા હતા. આ પાટીદાર મહિલાએ માંડલના ધ્વજને કયારેય નમવા દિધો ન હતો.

માંડલ સ્ટેટમાં પાટીદારો આ રીતે રાજા બન્યા હતા ભાવસિંહજી ૧૭૫૩માં ગુજરી ગયા‚ પછી નભુભાઇ સત્તા પર આવ્યા. પરંતુ તેઓ ખૂબ નાના હોવાથી પાટીદાર ભૂખણદાસ અને જેઠાભાઇ વહિવટ સંભાળતા હતા. પરંતુ તેમાં તેમને વિસારે પાડી દેવામાં આવ્યા હતા. ઇસ ૧૭૪૧માં દામાજી ગાયકવાડના સરદાર રંગોજી સાથેના કોલ કરાર મુજબ પાટડીના ૨૦ ગામો ભાવસિંહજીના તાબામાં રહયા. તેમાં માંડલનો પણ સમાવેશ થતો હતો‚ અને તે દેસાઇ ભાવસિંહજીએ પોતાના ભાઇ વેણીદાસને જીવાઇમાં આપ્યા હતા. આથી વેણીદાસે પાકા પથ્થરના મજબુત કિલ્લાઓ બંધાવ્યા હતા.

પાટીદાર ઉદયકર્ણજીનું દગાથી ખૂન કરનાર અલી ટાંકે તેની ટોળકી લઇ જઇને વિસાવડી ગામને લૂંટીને દસાડામાં મુકામ કર્યો હતો. આથી ભાવસિંહજી તથા વેણીદાસ દસાડા પર ચડાઇ કરીને અલી ટાંકને મારી નાખ્યો. એટલું જ નહી તેનું વેર લેવા માટે કમાલુદ્દીન માંડલના કિલ્લા પર ૭ હજારની ફોજ લઇને હુમલો કર્યો. પરંતુ દેસાઇ પાટીદારોએ તેને પણ ભગાડી મુકયો હતો.

 #વાંચો અને  #શેર કરો અનેક લોકો સુધી....લેઉવાં પટેલ સમાજ નાં સાચા રક્ષક ને નમન્🙏🙏🙏   આ વાત 14-08/1978 ની છે  જુનાગઢ જીલ્...
28/09/2025

#વાંચો અને #શેર કરો અનેક લોકો સુધી....

લેઉવાં પટેલ સમાજ નાં સાચા રક્ષક ને નમન્🙏🙏🙏

આ વાત 14-08/1978 ની છે જુનાગઢ જીલ્લાં નાં વંથલી તાલુકા નાં થાણા-પીપળી ગામ નાં વતની શ્રી ચંદુભાઈ સાવલીયા ની છે...

આ વ્યક્તિએ સમાજ અને ખેડૂત માટે પોતાની આખી જુવાની જેલ માં વીતાવી દીધી મીત્રો આ કોઈ નાનુ બલીદાન નથી.

આ માણસ નાં ગામ ની અંદર ડફેર કોમ્યુનીટી નાં લોકો નો ખુબ જ ત્રાસ હતો ખેડુતો નો પકવેલ પાક લુટી લેવો રાષ્ટ્રીય પક્ષીઓ નો શિકાર કરવો આવા અનેક રાક્ષસી કાર્ય આ ડફેર કોમ્યુનિટી નાં અમુક લોકો કરતાં હતા.

એક દિવસ આવા કાર્ય ને રોકવાં માટે ચંદુભાઈ સાવલીયા અને ગામ નો લોકો ભેગા મળી ને આ રાક્ષસો નો વિરોધ કરે ત્યારે આ લોકો એ ચંદુભાઈ અને ગામ ના લોકો ઉપર હિંસક હુમલો કરે છે અને અચાનક થયેલા આ હુમલા થી બચવા માટે ચંદુભાઈ સાવલીયા પણ સ્વબચાવ માટે દુશ્મન ઉપર કાળ બને ને તુટી પડે છે 4 હત્યા આ ગામ માં થઈ જાય અને ત્યાર પછી કાનુની માર્ગે ચંદુભાઈ અને અન્ય ગ્રામ જનોને પોલીસ પકડે છે અને માત્ર 24 વર્ષ ની ઉંમર માં સમાજ અને ગામ ના લોકો માટે જેલ મા જાય છે 16 વર્ષ પછી જુવાની જેલ માં વિતાવ્યાં પછી બહાર આવે છે આવા વીર ને લાખ લાખ સલામ 🦁🦁🦁

#પાટીદાર_ઇતિહાસ

અમરેલી જિલ્લાના બાબરા વિસ્તાર ના પૂર્વ ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી તેમજ શ્રી ગુજરાત ઉધોગપતિ આગેવાન... પાટીદાર સમાજ નું ઘ...
03/08/2025

અમરેલી જિલ્લાના બાબરા વિસ્તાર ના પૂર્વ ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી તેમજ શ્રી ગુજરાત ઉધોગપતિ આગેવાન...

પાટીદાર સમાજ નું ઘરેણું બાવકુભાઇ ઉંધાડે શ્રી ખોડલધામ ટ્રસ્ટ - કાગવડ મા 61 વિધા જમીન દાન મા અર્પણ કરેલ છે ખુબ ખુબ અભિનંદન💐

જીવનમાં ખુબ પ્રગતિ કરો હંમેશા તંદુરસ્ત રહો એવી માં ખોડિયાર ને પ્રાર્થના...

Shree Khodaldham Trust
Shree Khodaldham - શ્રી ખોડલધામ
Bavkubhai Undhad

 #શેર_કરજો મિત્રો...કતારગામ મા પટેલ સમાજ ની એક દીકરીએ અસામાજિક તત્વ ના બ્લેકમેલિંગ થી કંટાળી ને જીવન ટૂંકાવી લીધું છે.આપ...
14/07/2025

#શેર_કરજો મિત્રો...

કતારગામ મા પટેલ સમાજ ની એક દીકરીએ અસામાજિક તત્વ ના બ્લેકમેલિંગ થી કંટાળી ને જીવન ટૂંકાવી લીધું છે.

આપણા સમાજની દીકરીઓએ ડર રાખ્યા વગર આગેવાનો સુધી વાત પહોંચાડો અને આવા લૂખા તત્વોને ઠેકાણે લાવવાની જરૂર છે.

આવા ઇસમોને કારણે કોઈના પરિવાર બરબાદ થાય અને આત્મહત્યા જેવી ગંભીર બાબતો સુધી પહોંચે એ વ્યાજબી નથી....

પટેલ સમાજ શાંતિ અને ભાઈચારા માં માનવા વાળો સમાજ છે પણ અન્ય કોઈ માથાભારે લૂખા ને એવું હોય કે કોઇ અવાજ નહી ઉઠાવે તો આ તમારી ભૂલ છે.

***de

મિત્રો શેર કરજો ખાસ....આ છે હકીકતની માહિતી...આ હરિભાઈ નું વષોથી હાલી આવતું સેટિંગ બંધ થયું એટલે દુખાવો વ્યાજબી છે.GPSC એ...
17/05/2025

મિત્રો શેર કરજો ખાસ....

આ છે હકીકતની માહિતી...

આ હરિભાઈ નું વષોથી હાલી આવતું સેટિંગ બંધ થયું એટલે દુખાવો વ્યાજબી છે.

GPSC એ કોઈ વ્યક્તિ થી ન ચાલે એતો નીતિ નિયમો થી જ ચાલશે અને ચાલતું રહેશે..

કોઈના પ્રાઇવેટ બંગલે કે સર્કિટ હાઉસ માં પૈસા આપી ને ખેલ કરી એ ઉમેદવાર જ પસંદ થાય એવો સમય નથી હવે..

મહેનત કરો...સેટિંગ નહીં...
સત્યમેવ જયતે...🇮🇳🇮🇳

ખૂબ ખૂબ અભિનંદન....Anar Patel , જેનીબેન ઠુમ્મર અને જશુમતીબેન કોરાટ.....
13/05/2025

ખૂબ ખૂબ અભિનંદન....

Anar Patel , જેનીબેન ઠુમ્મર અને જશુમતીબેન કોરાટ.....

 #ગુજરાતનું_ગૌરવ  #ખેતી  #ખેડૂત #શેર_કરજોખેતી થી મહત્તમ રોજગાર કેવી રીતે ઊભો થઈ શકે એ માટે ભારત સરકાર સાથે મળીને એક રિપો...
05/02/2025

#ગુજરાતનું_ગૌરવ #ખેતી #ખેડૂત
#શેર_કરજો

ખેતી થી મહત્તમ રોજગાર કેવી રીતે ઊભો થઈ શકે એ માટે ભારત સરકાર સાથે મળીને એક રિપોર્ટ તૈયાર કરતો નાઘેર પંથકનો યુવાન મયુર વાસોલિયા (અર્થશાસ્ત્રી).

જે ગીર સોમનાથ જીલ્લાના ઈટવાયા ગામનો વતની છે અને સમગ્ર ગુજરાત રાજ્યનું ગૌરવ કહી શકાય...

ખૂબ શેર કરજો..... #અમરેલી જિલ્લાની  #પાટીદાર સમાજની દીકરી ઋતુ સાવલિયા ગુજરાત તરફથી રાજસ્થાન રમવા જશે.ખૂબ ખૂબ અભિનંદન.......
21/01/2025

ખૂબ શેર કરજો.....

#અમરેલી જિલ્લાની #પાટીદાર સમાજની દીકરી ઋતુ સાવલિયા ગુજરાત તરફથી રાજસ્થાન રમવા જશે.

ખૂબ ખૂબ અભિનંદન.....

દીકરીએ સમાજ અને અને સમગ્ર જિલ્લાનું નામ રોશન કર્યું....

07/01/2025

તમારી પાસે પાટીદાર સમાજને લઈ ને કોઈ સારી બાબત, સમાચાર અથવા મહત્વની વાત હોઈ તો મેસેંજરમા મોકલવા વિનંતી ..

શેર કરજો.....શ્રી સૌરાષ્ટ્ર પટેલ કન્યા કેળવણી મંડળ - છાત્રાલયની દીકરીઓએ તાલુકા કક્ષા ( શાળા / ગ્રામ્ય) એ વોલીબોલ રમતમાં ...
07/01/2025

શેર કરજો.....

શ્રી સૌરાષ્ટ્ર પટેલ કન્યા કેળવણી મંડળ - છાત્રાલયની દીકરીઓએ તાલુકા કક્ષા ( શાળા / ગ્રામ્ય) એ વોલીબોલ રમતમાં પ્રથમ નંબર મેળવી પટેલ સમાજનું નામ રોશન કર્યું છે અને આગળ પણ આવી જ પ્રગતિ કરે તેવી શુભકામનાઓ ..

#દીકરી

સમસ્ત પાટીદાર સમાજ તેમજ રાદડીયા પરિવાર નું ગૌરવ...અમરેલી જીલ્લાના નડાળા ગામના ભાવેશભાઈ રાદડીયા ના પુત્ર પલ ધોરણ 12મા અભ્...
03/12/2024

સમસ્ત પાટીદાર સમાજ તેમજ રાદડીયા પરિવાર નું ગૌરવ...
અમરેલી જીલ્લાના નડાળા ગામના ભાવેશભાઈ રાદડીયા ના પુત્ર પલ ધોરણ 12મા અભ્યાસ કરે છે જેઓએ દેવગઢ બારિયામા રમાયેલ sgif જુડો ટુર્નામેન્ટમા ગુજરાત રાજય કક્ષાએ ફર્સ્ટ રેન્ક તેમજ ગોલ્ડ મેડલ જીતી ને નડાળા ગામનુ તેમજ રાદડીયા પરિવારનુ ગૌરવ વધાર્યુ છે.તે બદલ તેમને મંગલમય શુભેચ્છાઓ...

Address

Surat

Website

Alerts

Be the first to know and let us send you an email when શ્રી સમસ્ત પટેલ સમાજ ગુજરાત - Samast Patel Samaj Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share