Mahyavanshi Education Charitable Trust MECT

MECT Surat વિદ્યાર્થીઓ અને વાલીઓને શિક્ષણ જાગૃતિ, સ્કોલરશીપ માહિતી, કારકિર્દી માર્ગદર્શન અને કાઉન્સેલિંગ દ્વારા ઉજ્જવળ અને સફળ ભવિષ્ય તરફ માર્ગદર્શન આપવા માટે કાર્યરત છે.

13/08/2026

🚨 સરકારી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છુક ઉમેદવારો માટે મહત્વપૂર્ણ તક!

GSSSB, JMC, SEB અને SPIPA દ્વારા વિવિધ સરકારી ભરતી અને પરીક્ષાઓની તકો ઉપલબ્ધ છે. 🏛️

📅 વિવિધ જગ્યાઓ માટે અરજીની છેલ્લી તારીખ અલગ-અલગ છે, તેથી સમયમર્યાદા ચોક્કસ તપાસો.

🔎 પાત્રતા, લાયકાત, જરૂરી દસ્તાવેજો, ફી અને અરજી પ્રક્રિયા જાણવા માટે OJAS પોર્ટલ પર સંબંધિત જાહેરાતની “Details” ટેબ જરૂર જુઓ.

🌐 ojas.gujarat.gov.in

📲 આ માહિતી સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો સુધી જરૂર શેર કરો.

JMC SPIPA SEB CareerOpportunity JobAlert

06/08/2026

🎓 GCAS Admission માટે મહત્વપૂર્ણ અપડેટ!

Vacant Seats માટે Admission Offers માટે 1 થી 13 ઓગસ્ટ 2026 દરમિયાન GCAS Dashboard નિયમિત ચેક કરો અને Offer મળ્યા બાદ “Valid Till” તારીખ પહેલાં Admission Confirm કરવાનું ભૂલશો નહીં.

🌐 GCAS Portal: gcas.gujgov.edu.in

🏫 તમને કઈ College માં Admission મળ્યું અથવા કઈ College માં રસ છે? Comment માં જણાવો અને આ માહિતી જરૂરિયાતમંદ મિત્રો સાથે Share કરો.

📲 વધુ Student Updates માટે MECT Surat ને Follow કરો.

🎓 SC/ST વિદ્યાર્થીઓ માટે Free Ship Card શું છે?કોલેજ/યુનિવર્સિટીમાં પ્રવેશ માટે મળતી આ એક મહત્વપૂર્ણ સરકારી સહાય યોજના છ...
04/08/2026

🎓 SC/ST વિદ્યાર્થીઓ માટે Free Ship Card શું છે?

કોલેજ/યુનિવર્સિટીમાં પ્રવેશ માટે મળતી આ એક મહત્વપૂર્ણ સરકારી સહાય યોજના છે, જે વિદ્યાર્થીઓને ફી ભરવામાં મદદ કરે છે.

🌐 Digital Gujarat: digitalgujarat.gov.in

📖 કોણ લાભ લઈ શકે અને કેવી રીતે અરજી કરવી?

Free Ship Card માટે પાત્રતા, સાથે જ અરજી કરવાની step-by-step guide (અરજી પ્રક્રિયા) પણ આપવામાં આવી છે.

🌐 Digital Gujarat: digitalgujarat.gov.in

‼️મહત્વપૂર્ણ સૂચના

Admission પહેલાં Free Ship Card માટે અરજી પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે.

વિદ્યાર્થીઓ અને વાલીઓએ તમામ માહિતી ધ્યાનથી વાંચવી અને જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા.

🌐 Digital Gujarat: digitalgujarat.gov.in

31/07/2026

🎓 Digital Gujarat Portal વિશે જાણવું દરેક વિદ્યાર્થી માટે જરૂરી છે.

ધોરણ 10 પછીથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધીની વિવિધ Scholarship, Government Schemes અને વિદ્યાર્થી સેવાઓ માટે Digital Gujarat મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે.

🌐 વધુ માહિતી અને રજીસ્ટ્રેશન માટે:
https://www.digitalgujarat.gov.in

📌 આ વીડિયો સેવ કરો અને દરેક વિદ્યાર્થી તથા વાલી સુધી જરૂર શેર કરો.

MECTSurat GovernmentSchemes Education

📢 GCAS Allied Healthcare Admission 2026-27 અંગે મહત્વપૂર્ણ માહિતીGCAS દ્વારા Allied Healthcare Programs માટેની CET પરીક્...
29/07/2026

📢 GCAS Allied Healthcare Admission 2026-27 અંગે મહત્વપૂર્ણ માહિતી

GCAS દ્વારા Allied Healthcare Programs માટેની CET પરીક્ષા, પરીક્ષા પછીની Admission પ્રક્રિયા અને મહત્વપૂર્ણ તારીખો જાહેર કરવામાં આવી છે.

📌 જો તમે M.P.T., M. Optometry, M.Sc. Nursing અથવા P.B. B.Sc. Nursing માટે અરજી કરી હોય, તો આ માહિતી અવશ્ય વાંચો.

🗓️ CET પરીક્ષાની તારીખો, Mock Round, Admission Confirmation અને અન્ય મહત્વપૂર્ણ સમયપત્રક માટે ઉપર આપેલ પોસ્ટર્સ ધ્યાનથી જુઓ.

🌐 વધુ માહિતી માટે: gcas.admissions.nic.in

📲 આ માહિતી તમારા મિત્રો અને પરિવારજનો સુધી પણ જરૂર પહોંચાડો, જેથી કોઈ મહત્વપૂર્ણ તારીખ ચૂકી ન જાય.

23/07/2026

🎓 નિઃશુલ્ક સ્કીલ ટ્રેનિંગ, રોજગાર માર્ગદર્શન અને એડમિશન સેમિનાર

આયોજક
માહ્યાવંશી એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, સુરત
સ્નેહ સંકુલ પ્રતિષ્ઠાન ટ્રસ્ટ, સુરત

સહયોગી સંસ્થાઓ
• શ્રી માહ્યાવંશી વિદ્યાર્થી પ્રગતિ મંડળ, વલસાડ
• શ્રી માહ્યાવંશી કલ્યાણ ટ્રસ્ટ, બિલીમોરા

સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના માહ્યાવંશી સમાજના વિદ્યાર્થીઓ અને યુવાનો માટે અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટર, ખારેલ દ્વારા સ્કીલ ડેવલપમેન્ટ, રોજગાર માર્ગદર્શન તથા એડમિશન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

📚 અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટર વિશે

ગુજરાતનું એક અદ્યતન રહેણાંક વ્યવસાયલક્ષી તાલીમ કેન્દ્ર, જ્યાં શાળા છોડનાર અથવા અભ્યાસ અધૂરો રહેલા યુવાનોને ઉદ્યોગોની જરૂરિયાત મુજબ કૌશલ્ય આધારિત તાલીમ આપી રોજગાર માટે તૈયાર કરવામાં આવે છે.

✨ તાલીમની વિશેષતાઓ
✅ 4 મહિનાની નિઃશુલ્ક રહેણાંક વ્યવસાયલક્ષી તાલીમ
✅ નિઃશુલ્ક રહેવા, જમવાની અને યુનિફોર્મની સુવિધા
✅ 2 �

22/07/2026

🎓 SVNIT માં M.Tech અને એ પણ MECT Surat ના સહારે.

ક્રિષ્ણા પ્રફુલ્લ પટેલ - માહ્યાવંશી સમુદાયની એ દીકરી,
જેણે ખૂબ ઓછા સાધને ઘણું ઊંચું ઉડ્યું.

MECT Surat દ્વારા ક્રિષ્ણાને M.Tech (VLSI & Embedded Systems),
SVNIT Surat ના Admission અને Hostel Fee માટે
₹2,00,000 ની સીધી આર્થિક સહાય આપવામાં આવી.

અને ભાઈ? EC Engineering, 3rd Year.
MECT દ્વારા ₹25,000 / વર્ષ — છેલ્લા 3 વર્ષથી.
એક જ ઘર, બે વિદ્યાર્થી - MECT નો સાથ.

ક્રિષ્ણા કહે છે:
💬 “મેં જે મેળવ્યું છે, તે સમાજને પરત આપીશ.”

આ છે Pay Back to Society - MECT Surat ની પ્રેરણાદાયી પહેલ.

✅ ભણવાની ધગશ છે?
✅ આર્થિક સ્થિતિ આડે આવે છે?
✅ Grades સારા છે?

તો MECT Surat ને WhatsApp કરો:
📞 +91 90239 37611
🌐 www.mectsurat.com

ક્રિષ્ણા જેવી અનેક પ્રતિભાઓ આ સમાજ માં છે.
MECT Surat

21/07/2026

“શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો.”

🎉 માહ્યાવંશી એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ (MECT), સુરત 🎉

તા ૨૧/૦૭/૨૦૨૬.

તા ૧૯ મી જુલાઈના રોજ MECTની સામાન્ય સભા અને નવનિયુક્ત હોદ્દેદારોનો સ્વાગત સમારોહ સફળતાપૂર્વક સંપન્ન!

ગઈકાલે સ્નેહ સંકુલ ભવન ખાતે MECT ની અત્યંત મહત્વની સામાન્ય સભા ટ્રસ્ટના પ્રમુખશ્રી મનહરભાઈ ભેંસાણીયા ના અધ્યક્ષ પદે યોજાઈ હતી. જેમાં સમાજ ઉત્કર્ષ અને ટ્રસ્ટની ભાવિ કામગીરી સંદર્ભે મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી હતી.

સભાના મુખ્ય વિગતો તથા નિર્ણય:

✨ નવા ટ્રસ્ટીઓનું સ્વાગત: ચેરિટી કમિશ્નરશ્રી દ્વારા પ્રથમ ચરણની અરજી મંજૂર થતાં ૮ ( આઠ) નવનિયુક્ત ટ્રસ્ટીશ્રીઓનું પુષ્પગુચ્છ આપી ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
નવનિયુક્ત ટ્રસ્ટીશ્રીઓ.

✨ નવા હોદ્દેદારોની નિમણૂક: ટ્રસ્ટના સુચારુ વહીવટ માટે નવા હોદ્દેદારોની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી તથા જવાબદારીઓની સોંપણી કરવામાં આવી.
નવનિયુક્ત ટ્રસ્ટીશ્રીઓ તથા એમને અપાયેલ જવા�

Address

Sneh Sankul Wadi, Anand Mahal Road
Surat
395009

Alerts

Be the first to know and let us send you an email when Mahyavanshi Education Charitable Trust MECT posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share