17/06/2026
આવ નારા સમય માં માર્કેટ સારું રહેવાનું છે. એવું સાંભળવા મળે છે.
એમ્બ્રોડરી માં ઘણા સમય થી મોંઘવારી ના હિસાબે રેટ વધવાની જગ્યા પર રેટ ઓછા કરી લોન ના હપ્તા જેટલું કામ થઈ જાય આ મનોવૃતિ બદલજો.
મશીન 1 મહિનો બંધ રાખી દેવાય પણ હંમેશ ને માટે વધારે ભાવ લેવાના દરવાજા બંધ કરી દેશું તો વિકાસ ત્યાં જ અટકી જશે.
મોટુ રોકાણ ,નવા મશીન, સારું ફિનિશિંગ, સમય સર ડિલિવરી આપીએ તેની સામે ભાવ લેવા જોવે.
જો કોઈ ભાવ તોડી કામ કરે છે એવી જાણ થાય તો તેનું જોઈ આપણે તોડી ના નખાય. આપણે તે કચરા ટ્રેક માંથી સારા વેપારી જે કવોલિટી માગે ત્યાં કામ કરાય.
સુરત માં ઘણા વેપારી એવા છે જે પેલા લોટ ની ડિલિવરી થાય એટલે તેના હાફ મીટર ના પીસ ના ટુકડા 5,10 ખાતા ને કાસ્ટીંગ કાઢવા આપે તે સસ્તું આપે તેને માલ જતો રહે.
10 લોકો ડિઝાઇન બનાવે માલ મળે એક ને અને આમાં ને આમા ડિઝાઇનર હોય એટલા ઘટવા લાગ્યા નફો સેમ્પલિંગ માં ગયો.
એટલે ડિઝાઇન અનુભવ હોય તો નવી નવી ડિઝાઇન આપી સારા ભાવ માં કામ કરો.
અનુભવ નથી તો અનુભવી સારા સેટ ખાતા ની નીચે કામ કરો. ખાતા વાળા સાથે સારો ભાવ અને ડિઝાઇન ની પ્રાઈવેસી રાખી બજાર માં નહીં દેવાનું વિશ્વાસ થી કામ કરો.
ફક્ત પ્રોડક્શન ઉપર ધ્યાન આપો જે નફો માર્કેટ થી રેટ તોડી માલ લાવી નફો કરો તેની કરતા ખાતા ના માલ માં નફો થશે.
કેમ કે ડીજાયન ના અનુભવ વગર માર્કેટ જશો સેમ્પલિંગ કરશો ખર્ચો કરશો તે વેસ્ટ છે અને તમે દોડવા માં હશો તો સામે કારીગર રખડવામાં માં ટાઈમ પાસ માં હશે તો ત્યાં પ્રોડક્શન down એટલે બધું એક જેવું જ થય જાય.
ઘણા સારા ખાતા હાઉસ સુરત માં છે. નવા મશીન પ્લાન કરો તો પેલા કામ નું સેટિંગ કરો આડે ધડ મશીન લાવી મજબૂરી માં હપ્તા માટે કામ કરો એનો કોઈ મતલબ નથી.
નવા જે લોકો મશીન ની લાઈન માં આવે છે તે એક વર્ષ સુપરવાઈઝર ની નોકરી કરી ડિઝાઇન ક્લાસ કરી પ્રોપર અનુભવ લો
માર્કેટ માં આપણો સબંધી એક મશીન મૂકે એટલે હું પણ મૂકી દવ સારી સારી વાતો ની ભરમાશ માં ઘણા એવા ખાતા છે જે અટવાય ગયા છે. અને મશીન વેચવા કાઢ્યા છે.
સુરત માં નવા મશીન વેચવા વાળા અને ડીજાયન શીખવાડવા વાળા પોતાના ફાયદા માર્કેટિંગ માટે રીલ્સ મૂકે એટલે તેનું ચાલ્યા કરે એટલે પરિવર્તન ની ભરમાશ માં આવી કોઈ પણ પગલાં લેશો તો તે કોઈ આડા આવાના નથી.
હાલ સુરત માં એક રેલો ચાલે છે બધા ને જૂના મશીન વેચવા છે અને નવા બિડ્સ ના લેવા છે. ગયા વર્ષ જે લોકો સારો નફો કર્યો તે વાતુ સાંભળી નવા ,જૂના માણસો વધારે સંખ્યા માં આડેધડ મશીન લાવા ની હરીફાઈ માં છે.
દોસ્તો અનુભવ હોય તો કરાય. ના હોય તો પેલા અનુભવ કરી લેવાય.
બિડ્સ એ એક હેન્ડ વર્ક છે. જે હાથ થી કામ કરતા તે કોસ્ટ ઊંચી આવતી છતાં વેચાતું. અને તેની ડિમાન્ડ હંમેશા રહી.
બિડ્સ મશીન આવતા જ જે કામ હકીકત માં વેપારી ને અમુક સમય જાહેર ના કરવાનું હોય ત્યાં કાસ્ટીંગ નું શીખવાડી દીધું. પોતાના પગ પર જ હથોડો મારો છે. આટલા ભોળા બની કામ કરવાનો શું મતલબ છે. કોઈ ઊંચી કોસ્ટ ના મશીન હપ્તા નય ભરે.
માટે ભાવ લય ને કામ કરો ધીરજ રાખો.
સુરત માં રોજ જાગી ધંધો ગોતવો પડે એનું કારણ આપણે પોતે છે. અને આપણે જે રેટ તોડી ને આપણા સમાજ અને ધંધા નું ભવિષ્ય ને ધૂંધળુ કરીએ છે.
ધંધો સારો છે આગળ પેઢી ને આપી શકાય એવી હાલત માં રહેવા દેવો જોવે. કેમ કે આના પછી બીજો કોઈ ઓપ્શન નથી.
માટે જેને પણ ગ્રુપ માં કોન્ટેક માં હોય તેને રેટ ની પોઝિટિવ વાતો કરો. વાતાવરણ રેટ ઊંચા લેવાનું બનાવો. અને ધીરજ રાખી કામ કરો.
અને આવા મેસેજ ગ્રુપ માં અને પર્સનલ ઓળખીતા ને મોકલો. પોઝિટિવ વાતાવરણ બનાવો . દેશ ને સમાજ ના વિકાસ માટે કામ કરો. આજ સાચી દેશ , સમાજ સેવા છે.
જય હિન્દ મિત્રો