Amdavadi visha khdayata Vanik Gnati Punch Surat

Amdavadi visha khdayata Vanik Gnati Punch Surat Gnati Trust

અન્નકૂટ દર્શન
03/11/2025

અન્નકૂટ દર્શન

તા 22 મે 2025 ને ગુરુવાર ના રોજ  શ્રી અમદાવાદી વિસા ખડાયતા વણિક જ્ઞાાતિ દ્વારા  શ્રી કોટયર્ક પ્રભુજી મંદિર લેખડીયા શેરી ...
23/05/2025

તા 22 મે 2025 ને ગુરુવાર ના રોજ શ્રી અમદાવાદી વિસા ખડાયતા વણિક જ્ઞાાતિ દ્વારા શ્રી કોટયર્ક પ્રભુજી મંદિર લેખડીયા શેરી સૈયદપુરા સુરત પાટોત્સવ નિમિત્તે અન્નકૂટ દર્શન ત્થા ઓચ્છવ નું આયોજન કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે ગૌર મહારાજ શ્રી ભરતભાઈ દવે
શ્રી નિતીનભાઈ શાહ, શ્રી અતુલભાઈ કાપડિયા, શ્રી પરેશભાઈ ગાંધી, શ્રી કેતન ભાઈ શાહ, શ્રી કમલેશભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા

સભા ની શરૂઆત શ્રી અમદાવાદી વિસા ખડાયતા વણિક જ્ઞાાતિ ના પ્રમુખ શ્રી રાકેશભાઈ અસારાવાલા એ સૌ ને આવકાર્ય હતા

ગૌર મહારાજ શ્રી ભરતભાઈ દવે દ્વારા પોતાના પ્રવચનમાં માં શ્રી કોટયર્ક પ્રભુજી મંદિર લેખડીયા શેરી સૈયદપુરા સુરત ના મંદિર ના પ્રચાર અને પ્રસાર વિશે જણાવ્યું હતું તેમજ કહ્યું હતું કે શ્રી કોટયર્ક પ્રભુજી આપના સૌના પિતા કહેવાય તેમ પણ જણાવ્યું હતું

શ્રી નિતીન ભાઈ શાહ એ સમસ્ત ખડાયતા દ્વારા વાડી માટે નવી જગ્યા લેવા મા આવનાર છે તેના વિશે વિસ્તૃત માહિતી શ્રી અમદાવાદી વિસા ખડાયતા વણિક જ્ઞાાતિ ના સભ્યો ને આપી હતી.

શ્રી અતુલ ભાઈ કાપડિયા ત્થા શ્રી પરેશ ભાઈ ગાંધી એ પણ આ બાબતે સભ્યો ને જણાવ્યું હતું ત્થા તેમનું માર્ગદર્શન માગ્યું હતું.

અમદાવાદી વિસા ખડાયતા વણિક જ્ઞાાતિ ના પ્રમુખ શ્રી રાકેશભાઈ અસારાવાલા ટ્રસ્ટી શ્રી પ્રણવભાઈ મહેતા ટ્રસ્ટી શ્રી રવિનભાઈ અસારાવાલા અને તમામ શ્રી અમદાવાદી વિસા ખડાયતા વણિક જ્ઞાાતિ ના સભ્યો એ સમસ્ત ખડાયતા દ્વારા વાડી માટે લેવામાં આવનાર જગ્યા માટે શ્રી નિતીન ભાઈ શાહ ની ટીમ ને તન મન અને ધન થી અમે તમારી સાથે છે તેવી સૌ જ્ઞાાતિજનો એ સંમતિ આપી હતી

અંત મા ટ્રસ્ટી શ્રી પ્રણવ ભાઈ મહેતા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી

તા 16 ફેબ્રુઆરી 2025 ને રવિવારના રોજ  શ્રી અમદાવાદી વિસા ખડાયતા વણિક જ્ઞાાતિ દ્વારા સ્વ ડો. દેવાંગ ચ્હાવાલા સ્મરણ મા Box...
16/02/2025

તા 16 ફેબ્રુઆરી 2025 ને રવિવારના રોજ શ્રી અમદાવાદી વિસા ખડાયતા વણિક જ્ઞાાતિ દ્વારા સ્વ ડો. દેવાંગ ચ્હાવાલા સ્મરણ મા Box Cricket 2025 નું આયોજન The Fantasia 2 GauravPath Pal Surat મુકામે આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મુખ્ય મહેમાન તરીકે ગૌર મહારાજ શ્રી ભરતભાઈ દવે કોર્પોરેટર શ્રી ધર્મેશભાઈ વાણિયાવાલા શ્રી નિતીનભાઈ શાહ ત્થા શ્રી પ્રજ્ઞેશભાઈ જગાશેઠ પૂર્વ કોર્પોરેટર શ્રી જે પી ભાઈ શાહ હાજર રહ્યા હતા
સર્વે મહેમાનો નું પ્રમુખ શ્રી રાકેશભાઈ અસારાવાલા શ્રી પ્રણવભાઈ મહેતા અને શ્રી રવિનભાઈ અસારાવાલા દ્વારા ખેસ ઓઢાડી ને સન્માન કરવામાં આવ્યું હતું
આ ટુર્નામેન્ટ માં કુલ 48 ખેલાડીઓ અને કુલ 6 ટીમો એ ભાગ લીધો હતો ફાઇનલ મેચ રસેશ ઇલેવન V/S કાર્તિક ઇલેવન વચ્ચે રમાઈ હતી જેમાં રસેશ ઇલેવન નો ભવ્ય વિજય થયો હતો
ટુર્નામેન્ટ ના અંતે સૌ જ્ઞાાતિજનો પ્રીતિ ભોજન લઈ છૂટા પડ્યા હતા

Address

Saiyedpura
Surat

Telephone

+919825530649

Website

Alerts

Be the first to know and let us send you an email when Amdavadi visha khdayata Vanik Gnati Punch Surat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share