Manavseva Trust,Sanand

Manavseva Trust,Sanand OUR MOTTO:
Education
Health issues
Creating awareness in rural area
Help to stop mother and child death during pregenancy

વિદ્યાદાન અભિયાન અંતર્ગત 594 જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ફુલસ્કેપ નોટબુકનું વિતરણમાનવ સેવા ટ્રસ્ટ અને ટાટા મોટર્સ પેસેન્જર...
27/06/2026

વિદ્યાદાન અભિયાન અંતર્ગત 594 જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ફુલસ્કેપ નોટબુકનું વિતરણ
માનવ સેવા ટ્રસ્ટ અને ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે વિદ્યાદાન અભિયાન અંતર્ગત સાણંદ તાલુકાની 25 સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા આશરે 594 જેટલા જરૂરિયાતમંદ, અનાથ તેમજ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ફુલસ્કેપ નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમ માટેનો ખર્ચ ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ લિમિટેડના એચ.આર.વિભાગ, સેન્ટ્રલ ઓફિસ, પાવરટ્રેઇન શોપ, ટેક્નિકલ સર્વિસ, ફાઇનાન્સ, પેઇન્ટ શોપ તથા કસ્ટ સપોર્ટ વિભાગના કર્મચારીઓ દ્વારા સ્વૈચ્છિક રીતે ડોનેશન એકત્રિત કરીને ઉઠાવવામાં આવ્યો હતો. કંપનીના કર્મચારીઓએ માત્ર આર્થિક સહયોગ જ નહીં પરંતુ દરેક શાળામાં વ્યક્તિગત રીતે હાજર રહી વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરીને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું આયોજન અને અમલીકરણ સાણંદ બી.આર.સી. ભવનના માર્ગદર્શન અને સહયોગ હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન કંપનીના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં તાલુકાનું એકપણ જરૂરિયાતમંદ બાળક શૈક્ષણિક સહાયથી વંચિત ન રહે તે માટે વધુ વ્યાપક આયોજન હાથ ધરવામાં આવશે.
આ પ્રસંગે વક્તાઓએ જણાવ્યું હતું કે આવા પ્રયાસોથી વાલીઓ પર બાળકોના શિક્ષણ સંબંધિત ખર્ચનો બોજો હળવો બનશે તેમજ બાળકોને અભ્યાસ માટે જરૂરી શૈક્ષણિક સામગ્રી સરળતાથી ઉપલબ્ધ બનશે.
આ પ્રસંગે મનુભાઈ બારોટ, ચેરમેન, માનવ સેવા ટ્રસ્ટએ જણાવ્યું હતું કે, સંસ્થા આગામી સમયમાં 10,000થી પણ વધુ નોટબુકનું વિતરણ કરવાનો સંકલ્પ ધરાવે છે, જેથી આર્થિક સંજોગોના કારણે શિક્ષણથી વંચિત રહેતા અથવા શાળા છોડવા મજબૂર બનતા બાળકોને ફરીથી શિક્ષણની મુખ્ય પ્રવાહમાં જોડાવી શકાય.
વિદ્યાદાન અભિયાન અંતર્ગત હાથ ધરાયેલો આ પ્રયાસ સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા તેમજ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. સ્થાનિક શિક્ષણજગત, વાલીઓ અને ગ્રામજનો દ્વારા આ અનોખી પહેલને વ્યાપક આવકાર અને પ્રશંસા મળી રહી છે.

માણકોલ ખાતે આધુનિક મોડલ આંગણવાડીનું લોકાર્પણ સંપન્નસાણંદ, 11 જૂન 2026: ઇન્ડકટોથર્મ ઈન્ડિયા પ્રા. લી., સાણંદના સહયોગથી મા...
11/06/2026

માણકોલ ખાતે આધુનિક મોડલ આંગણવાડીનું લોકાર્પણ સંપન્ન
સાણંદ, 11 જૂન 2026: ઇન્ડકટોથર્મ ઈન્ડિયા પ્રા. લી., સાણંદના સહયોગથી માનવ સેવા ટ્રસ્ટ, સાણંદ અને આઈ.સી.ડી.એસ. સાણંદના સંયુક્ત ઉપક્રમે માણકોલ ગામ ખાતે નિર્માણ પામેલ આધુનિક મોડલ આંગણવાડીનું લોકાર્પણ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે સાણંદ-બાવળા મતવિસ્તારના ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલ તેમજ કંપનીના એચ.આર. શ્રી જીતુભાઈ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ અવસરે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે આંગણવાડી માત્ર ચાર દીવાલો પૂરતી સીમિત નથી, પરંતુ બાળકોને ગુણવત્તાયુક્ત પ્રિ-પ્રાથમિક શિક્ષણ, પોષણ, સ્વચ્છતા અને સુરક્ષાની શ્રેષ્ઠ સુવિધાઓ પૂરી પાડતું એક આદર્શ મોડલ કેન્દ્ર બની છે.
આ મોડલ આંગણવાડીમાં 200 વારમાં વિશાળ આધુનિક બાંધકામ, આધુનિક રસોઈ ઘર, અનાજ અને સ્ટોક માટે સ્ટોરરૂમ, ફાયર સેફટી વ્યવસ્થા, સ્વચ્છતા કીટ, સંડાસ-બાથરૂમ, કિચન ગાર્ડન, પ્લે સ્ટેશન, પેવર બ્લોક, પ્રિ-પ્રાયમરી એજ્યુકેશન ટાઇલ્સ, વિવિધ રમકડાં તેમજ બાળકોને આકર્ષે તેવું રંગકાર્ય જેવી અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
કાર્યક્રમમાં તાલુકા ભાજપ પ્રમુખ શ્રી હસુભાઈ પટેલ, નગરપાલિકા સભ્ય શ્રી ભૂપતસિંહ, શ્રી કેયૂર શાહ, જિલ્લા પંચાયત સભ્ય શ્રી વિજયભાઈ ચૌહાણ, સરપંચ શ્રી મહાદેવભાઈ, પ્રોગ્રામ ઓફિસર ગૌરીબેન સોલંકી મેડમ, ઇન્ચાર્જ સી.ડી.પી.ઓ. પારૂલબેન, મુખ્ય સેવિકા સ્વાતીબેન, શ્રી મનુભાઈ બારોટ સહિત મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકર બહેનો, બાળકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
માનવ સેવા ટ્રસ્ટ, સાણંદ દ્વારા નિર્માણ પામેલી આ 13મી મોડલ આંગણવાડી છે. ટ્રસ્ટ દ્વારા શિક્ષણ, આરોગ્ય, પોષણ અને બાળ વિકાસ ક્ષેત્રે સતત સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. આ મોડલ આંગણવાડી ગ્રામ્ય વિસ્તારમાં બાળ વિકાસ અને પ્રિ-પ્રાથમિક શિક્ષણ માટે પ્રેરણાદાયી ઉદાહરણ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

28/05/2026
*સાણંદમાં “વિદ્યાદાન અભિયાન”નો પ્રારંભ : જૂના પુસ્તકો દાન કરો, જરૂરિયાતમંદ બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવો*સાણંદ: સમાજમાં ...
27/05/2026

*સાણંદમાં “વિદ્યાદાન અભિયાન”નો પ્રારંભ : જૂના પુસ્તકો દાન કરો, જરૂરિયાતમંદ બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવો*
સાણંદ: સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધે અને કોઈપણ બાળક પુસ્તકોના અભાવે અભ્યાસથી વંચિત ન રહે તેવા ઉમદા હેતુ સાથે માનવ સેવા ટ્રસ્ટ, સાણંદ દ્વારા “વિદ્યાદાન અભિયાન”નો પ્રારંભ કરવામાં આવ્યો છે. સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવેલા આકર્ષક અભિયાન બેનર સાથે આ પહેલને બહોળા સ્તરે લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે.
આ અભિયાન અંતર્ગત સાણંદ તાલુકાના ધોરણ 1 થી 12 સુધી અભ્યાસ કરતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શાળાના પુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત સમાજના લોકો પાસે રહેલા જૂના પરંતુ ઉપયોગી પુસ્તકો, નોટબુક, ગાઇડ, મેગેઝિન અને અન્ય શૈક્ષણિક સામગ્રી દાનમાં સ્વીકારવા માટે વિશેષ રિસિવિંગ સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યું છે.
અભિયાનમાં વિદ્યાર્થીઓની પસંદગી કોઈ માપદંડો રાખવામાં આવેલ નથી માત્ર ભણવા માંગતા વિધ્યાર્થીને પ્રાથમિકતા આપવામાં આવશે. આ યોજના હેઠળ કોઈપણ બાળક માત્ર સાધનોના અભાવે શિક્ષણથી વંચિત ન રહે તેવો મુખ્ય ઉદ્દેશ રાખવામાં આવ્યો છે.
સંસ્થાના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે આ અભિયાન શાળાનું ઉનાળું વેકેશન પૂર્ણ થાય ત્યાં સુધી સતત ચાલુ રહેશે, જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ અને દાતાશ્રીઓ આ કાર્ય સાથે જોડાઈ શકે.
અભિયાનના બેનરમાં દર્શાવ્યા મુજબ, “તમારું દાન – કોઈના સપનાનું જ્ઞાન” અને “એક પુસ્તક – અનેક સપનાઓ” જેવા સંદેશો સમાજને શિક્ષણ માટે સહભાગી થવાનો સુંદર સંદેશ આપે છે.
આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ માત્ર પુસ્તકોનું વિતરણ કરવાનો નથી, પરંતુ શિક્ષણમાં સહભાગિતા, સેવાભાવ અને પુસ્તકોના પુનઃઉપયોગ દ્વારા પર્યાવરણ સંરક્ષણની ભાવના વિકસાવવાનો પણ છે.
માનવ સેવા ટ્રસ્ટ, સાણંદ દ્વારા તાલુકાના નાગરિકો, શિક્ષકો, વાલીઓ, સામાજિક આગેવાનો અને યુવાનોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના ઘરમાં રહેલા જૂના અને હાલ ઉપયોગમાં ન આવતા પુસ્તકો દાનમાં આપી આ જ્ઞાનયજ્ઞમાં સહભાગી બને.

*માનવ સેવા ટ્રસ્ટ, સાણંદ પરિવાર તરફથી હાર્દિક જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ* અમારી સંસ્થા સાથે સતત જોડાયેલા, હંમેશા અમૂલ્...
21/05/2026

*માનવ સેવા ટ્રસ્ટ, સાણંદ પરિવાર તરફથી હાર્દિક જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ*

અમારી સંસ્થા સાથે સતત જોડાયેલા, હંમેશા અમૂલ્ય માર્ગદર્શન અને પ્રેરણા આપતા આદરણીય ડૉ. જી. કે. ચૌહાણ સાહેબને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.

સાણંદના અતિ જાણીતા તબીબ તેમજ સાણંદ મેડિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ તરીકે આપનું વ્યક્તિત્વ અને સેવાકીય કાર્ય સમાજ માટે પ્રેરણારૂપ છે. સમાજ પ્રત્યેની આપની નિષ્ઠા, માનવતા અને સેવા ભાવનાએ અનેક લોકોના જીવનમાં આશાનો પ્રકાશ ફેલાવ્યો છે.

આપનો સ્નેહ અને માર્ગદર્શન માનવ સેવા ટ્રસ્ટને સતત નવી ઊર્જા અને સાચી દિશા આપે છે. પરમાત્મા આપને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય, સુખ-સમૃદ્ધિ અને જીવનમાં સતત સફળતા પ્રદાન કરે તેવી હાર્દિક પ્રાર્થના.

જન્મદિવસની ફરી એકવાર ખૂબ ખૂબ શુભેચ્છાઓ

– માનવ સેવા ટ્રસ્ટ, સાણંદ પરિવાર

21/05/2026
18/04/2026

Plantation after 82 days. Suport by BOSCH Foundation.

Address

Nalsarovar Crossing Road
Sanand
382110

Opening Hours

Monday 9am - 6pm
Tuesday 9am - 6pm
Wednesday 9am - 6pm
Thursday 9am - 6pm
Friday 9am - 6pm
Saturday 9am - 6pm

Telephone

7801912867

Alerts

Be the first to know and let us send you an email when Manavseva Trust,Sanand posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Manavseva Trust,Sanand:

Shortcuts

Share