Chhaydo Seva Trust

Chhaydo Seva Trust Save Trees, Plant More Trees
Tribal Area Child Education, Employment, Art, Cultural Activities, Festi

છાંયડો સેવા ટ્રસ્ટના સંસ્થાપક શ્રી નરેશભાઈ કટારા દ્વારા પવિત્ર યાત્રાધામ શામળાજી જન્માષ્ઠમી માટે પધારેલ તમામ યાત્રાળુઓને...
05/09/2026

છાંયડો સેવા ટ્રસ્ટના સંસ્થાપક શ્રી નરેશભાઈ કટારા દ્વારા પવિત્ર યાત્રાધામ શામળાજી જન્માષ્ઠમી માટે પધારેલ તમામ યાત્રાળુઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી.

🙏 આપ સૌની યાત્રા સુખદ, સલામત અને મંગલમય બને તેવી હાર્દિક શુભકામનાઓ.

🪷 જય શામળિયા 🪷
🌿 છાંયડો સેવા ટ્રસ્ટ 🌿

Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.

🦚💙 શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ 💙🙏 આ પાવન જન્માષ્ટમીના દિવસે આપણા હૃદયમાંથી ક્રોધ, દ્વેષ અને અહંકાર દૂર થાય,...
04/09/2026

🦚💙 શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ 💙

🙏 આ પાવન જન્માષ્ટમીના દિવસે આપણા હૃદયમાંથી ક્રોધ, દ્વેષ અને અહંકાર દૂર થાય,અને જીવનમાં પ્રેમ, શાંતિ, સત્ય, કરુણા અને નિષ્કામ કર્મનો પ્રકાશ પથરાય.

તેવી ભગવાન શામળિયાને પ્રાર્થના 🙏

🙏☘️🪷 છાંયડો ☘️🪷🙏

🇮🇳 સ્વાતંત્ર્ય દિવસ ઉજવણી 🇮🇳આઝાદીની ખુશી ત્યારે વધુ સુંદર બને છે, જ્યારે કોઈ નાનકડા ચહેરા પર સ્મિત લાવી શકીએ. 😊🍫છાંયડો સ...
15/08/2026

🇮🇳 સ્વાતંત્ર્ય દિવસ ઉજવણી 🇮🇳

આઝાદીની ખુશી ત્યારે વધુ સુંદર બને છે, જ્યારે કોઈ નાનકડા ચહેરા પર સ્મિત લાવી શકીએ. 😊🍫

છાંયડો સેવા ટ્રસ્ટ – શામળાજી દ્વારા શામળાજી, વેનપુર, રુદરડી અને બેહચરપુરા ગામની આંગણવાડીઓમાં નાનકડા ભૂલકાઓ માટે બિસ્કિટ અને ચોકલેટનું પ્રેમભર્યું વિતરણ કરવામાં આવ્યું. 🙏🌿

શિક્ષિકા બહેનોનો હૃદયપૂર્વક આભાર 🙏

સ્ટેલા બેન – શામળાજી
મનીષાબેન – શામળાજી
મંજુલા બેન – બેહચરપુરા
મિત્તલ બેન – રુદરડી
સીતા બેન – વેનપુર

બાળકોની આંખોમાં દેખાતી ખુશી...
એ જ અમારી સેવાનો સાચો પુરસ્કાર છે. ❤️

🇮🇳 છાંયડો સેવા ટ્રસ્ટ 🇮🇳
🌿 પ્રકૃતિ • સંસ્કૃતિ • માનવતા 🌿

છાંયડો સેવા ટ્રસ્ટ અને મેશ્વો ફાર્મર પ્રોડ્યુસર કંપનીના સંયુક્ત ઉપક્રમે શામળાજી ખાતે 1,600 રોપાનું નિઃશુલ્ક વિતરણ.., ખેડ...
03/08/2026

છાંયડો સેવા ટ્રસ્ટ અને મેશ્વો ફાર્મર પ્રોડ્યુસર કંપનીના સંયુક્ત ઉપક્રમે શામળાજી ખાતે 1,600 રોપાનું નિઃશુલ્ક વિતરણ..

, ખેડૂતોને એગ્રોફોરેસ્ટ્રી યોજનાની માહિતી અપાઈ

અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે આવેલ
છાંયડો સેવા ટ્રસ્ટ અને મેશ્વો ફાર્મર પ્રોડ્યુસર કંપની લિ.ના સંયુક્ત ઉપક્રમે પરીક્ષેત્ર વનાધિકારી, વિસ્તરણ રેન્જ અરવલ્લીના સહયોગથી શામળાજી સ્થિત CFC સેન્ટર ખાતે રોપા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોડાસા અને શામળાજી નર્સરીમાંથી લાવવામાં આવેલા કુલ 1,600 રોપાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું.
કાર્યક્રમમાં કુંડલા, કુંડોલ પાલ, ભવાનપુર, ડોડીસરા, સામળપુર, વેણપુર, ઓડ, વીરપુર, ભાટકોટા, વાઘપુર, શામળાજી સહિતના વિવિધ ગામોના ખેડૂતો અને મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. લાભાર્થીઓને સરગવો, લીંબુ, જામફળ, સિંદૂર, સીતાફળ અને આમળા સહિતના વિવિધ ફળાઉ તથા ઉપયોગી રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે 100થી વધુ રોપાનું વાવેતર કરનારા ખેડૂતોને રાજ્ય સરકારની એગ્રોફોરેસ્ટ્રી યોજના હેઠળ મળતા લાભો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ મહિલાઓ સરગવાની ખેતી દ્વારા શીંગ અને પાનના વેચાણથી વધારાની આવક મેળવી આર્થિક રીતે આત્મનિર્ભર બને તે હેતુથી પ્રેરણા આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં છાંયડો સેવા ટ્રસ્ટના સ્થાપક ટ્રસ્ટી નરેશ કટારા, પ્રમુખ આયુષ મહેતા, મેશ્વો ફાર્મર પ્રોડ્યુસર કંપનીના સીઈઓ ધ્રુવ ભગોરા, ટ્રસ્ટી નરેશ ડામોર સહિત ટ્રસ્ટ અને કંપનીના હોદ્દેદારો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આયોજકોએ જણાવ્યું હતું કે હરિયાળું પર્યાવરણ, કૃષિ વૈવિધ્ય અને ખેડૂતોના આર્થિક સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે આવા કાર્યક્રમો આગામી સમયમાં પણ યોજવામાં આવશે..

🙏🪷☘️ છાંયડો ☘️🪷🙏

એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે છાંયડો ની 15 દિવસીય Rural Development Training સફળ.વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજ અમદાવાદ...
31/07/2026

એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે છાંયડો ની 15 દિવસીય Rural Development Training સફળ.

વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજ અમદાવાદ અને સરકારી એન્જિનિયરિંગ કોલેજ મોડાસા ના વિદ્યાર્થીઓ માટે CHHAYDO દ્વારા 15 દિવસીય ગ્રામ વિકાસ તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી .

CHHAYDO સેવા ટ્રસ્ટ દ્વારા તત્વ એન્જિનિયરિંગ કોલેજ, મોડાસા તથા વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ માટે ગ્રામ વિકાસ (Rural Development) વિષય પર 15 દિવસીય વિશેષ તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું.
આ તાલીમ દરમિયાન CHHAYDOના સ્થાપક શ્રી નરેશભાઈ કટારા દ્વારા વિદ્યાર્થીઓને પ્રકૃતિ, સંસ્કૃતિ અને માનવતાના મૂલ્યો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથે સાથે ગ્રામ્ય વિકાસ, આદિવાસી જીવનશૈલી, કુદરતી સંસાધનોનું સંરક્ષણ, મહિલાઓનું સશક્તિકરણ, સ્થાનિક જીવનોપાર્જન અને સામાજિક સેવા જેવા વિષયો પર વિસ્તૃત સમજ આપવામાં આવી.

કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને વિવિધ ગ્રામ વિકાસ પ્રવૃત્તિઓની ફિલ્ડ વિઝિટ પણ કરાવવામાં આવી, જેથી તેઓને પ્રાયોગિક અનુભવ મળી શકે અને ગ્રામ્ય જીવનને નજીકથી સમજવાની તક પ્રાપ્ત થઈ.

15 દિવસીય તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ તમામ વિદ્યાર્થીઓને Successful Training Completion Certificate એનાયત કરવામાં આવ્યા.
CHHAYDO સેવા ટ્રસ્ટ વિદ્યાર્થીઓમાં સમાજ પ્રત્યેની જવાબદારી, ગ્રામ વિકાસ પ્રત્યેની સંવેદના અને સેવા ભાવનાનો વિકાસ થાય તે માટે સતત કાર્યરત છે.

CHHAYDO Seva Trust
Nature • Culture • Humanity

🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿લાલા લજપતરાય મેદાન ડોડીસરા  યુવાનો માટે શુભારંભ કરવામાં આવ્યો. લાલા લજપતરાય મેદાનના શુભ પ્રસંગે ઉપસ્થિત અતિથિ વ...
08/07/2026

🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

લાલા લજપતરાય મેદાન ડોડીસરા યુવાનો માટે શુભારંભ કરવામાં આવ્યો.

લાલા લજપતરાય મેદાનના શુભ પ્રસંગે ઉપસ્થિત અતિથિ વિશેષ મહેમાન શ્રી મહંતશ્રી હરિકિશોર દાસજી મહારાજ આદિવાસી સેવા અને સંશોધન મંડળના પ્રમુખ શ્રી ડૉ. સિધ્ધરાજ ભાઈ સોલંકી શ્રી વાલજીભાઈ નીનામા, રૂપસિંહ મેણાત સાહેબ, શ્રી મહેન્દ્રભાઈ કટારા, સોનલ કટારા, બી. એમ નીનામા, માવજીભાઈ બાંગા,

કાર્યક્રમ દરમિયાન લાલા લજપતરાય મેદાનને પણ જીવંત કરવાના સંકલ્પ લેવામાં આવ્યા, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાઓ અને ખેલાડીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું. ડોડીસરા ગામના યુવા ખેલાડીઓ અને તેમના કોચનું સન્માન કરવામાં આવ્યું.

કોચ
અનિલભાઈ ભગોરા
અતુલભાઇ ડામોર

મેશ્વો ફાર્મર ના ડાયરેક્ટર શ્રી
સુંદર લાલ ડુંડ, જશોદાબેન ડુંડ
દીતાભાઈ નીનામા, નાજુબેન નીનામા, અલકાબેન નિનામા, સંધ્યાબેન પાંડવ.

ડોડીસરા ગામના આગેવાનો

શ્રી બંસીલાલ મહારાજ ડુંડ,
શ્રી મણીલાલ જીવાજી નીનામા,
શ્રી નવજીભાઇ સળુંભાઈ ડુંડ,
શ્રીમતી મેરીબેન રમેશભાઈ બળેવા - ડોડીસરા પૂર્વ સરપંચ
શ્રી મણિલાલ નાગજીભાઈ અસારી -રાયપુર

છાંયડો ના પ્રમુખશ્રી આયુષ મહેતા, શ્રી નિખિલ ભગોરા, શ્રી ધ્રુવ ભગોરા શ્રી દીવ્યેશ અસારી, શ્રી નરેશ ડામોર, હિંદીપ નિનામા

મિનામાં ગોવિંદ સિંહ આદિવાસી આશ્રમશાળા ના આચાર્ય શ્રીમતી કૈલાશબેન શિક્ષક દક્ષાબેન પાંડોર,

સરસ્વતીબેન સોલંકી, જયાબેન સોલંકી, શોભનાબેન સોલંકી, જલ્પાબેન ગામેતી, લક્ષ્મીબેન બળેવા.
ડોડીસરા ગામના યુવા ખેલાડીઓ બાળકો, ભાઈઓ બહેનો તથા વડીલો, ગ્રામજનો..

કાર્યક્રમનું સંચાલન છાંયડોના સંસ્થાપક શ્રી નરેશ કટારા દ્વારા કરવામાં આવ્યું.
અબાલ વૃધ્ધ સૌ કોઈ ઉપસ્થિતિ રહી કાર્યક્રમની શોભા વધારી હતી.

🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

આદિવાસી સમાજના આગેવાન શ્રી રાજુભાઈ પારગીએ આજે મેશ્વો ફાર્મર સ્ટોર અને શ્રી રણછોડજી CFC સેન્ટરની મુલાકાત લીધી.વ્હીલ્સ ગ્લ...
02/07/2026

આદિવાસી સમાજના આગેવાન શ્રી રાજુભાઈ પારગીએ આજે મેશ્વો ફાર્મર સ્ટોર અને શ્રી રણછોડજી CFC સેન્ટરની મુલાકાત લીધી.

વ્હીલ્સ ગ્લોબલ ફાઉન્ડેશન અને છાંયડો સેવા ટ્રસ્ટના સહયોગથી આદિવાસી મહિલા ખેડૂતો માટે ગ્રામોદ્યોગ અને ગૃહઉદ્યોગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જંગલો, નદીઓ અને પહાડોની કુદરતી સંપદાને કોઈપણ પ્રકારનું નુકસાન પહોંચાડ્યા વિના વનઔષધિઓ, વનઉત્પાદનો તથા પરંપરાગત કૃષિ પાકોનું મૂલ્યવર્ધન કરીને રોજગારીનું સર્જન કરવામાં આવી રહ્યું છે.

મેશ્વો ફાર્મર સ્ટોર અને શ્રી રણછોડજી CFC સેન્ટર ખાતે કેસૂડા હર્બલ સોપ, મહુડાના લાડુ, શુદ્ધ જંગલી મધ, જાંબુ (જામુન) પાપડ, હળદર, સૂંઠ પાઉડર, સરગવા પાઉડર સહિત અનેક કુદરતી, વનઔષધીય અને ઓર્ગેનિક ઉત્પાદનો તૈયાર કરવામાં આવે છે. આ ઉત્પાદનો આદિવાસી મહિલા ખેડૂતોના પરંપરાગત જ્ઞાન, મહેનત અને કુદરત પ્રત્યેની સંવેદનાનું ઉત્તમ ઉદાહરણ છે.

તેમણે જણાવ્યું કે આદિવાસી વિસ્તારોમાં ઉપલબ્ધ જંગલો, નદીઓ અને પહાડોની કુદરતી સંપદાનું સંરક્ષણ કરીને તેનું મૂલ્યવર્ધન કરવું એ સમયની જરૂરિયાત છે. આવા પ્રયાસોથી આદિવાસી મહિલા ખેડૂતોની આવકમાં વધારો થશે, ગ્રામોદ્યોગ અને ગૃહઉદ્યોગને નવી દિશા મળશે, સ્થાનિક રોજગારીનું સર્જન થશે અને ગ્રાહકોને શુદ્ધ, પૌષ્ટિક તથા ગુણવત્તાયુક્ત ઓર્ગેનિક ઉત્પાદનો પ્રાપ્ત થશે પ્રોડક્ટ વિશે વિસ્તૃત માહિતી મેળવી અને કેટલીક પ્રોડક્ટ્સની ખરીદી પણ કરી.

આ પ્રસંગે તેમણે વ્હીલ્સ ગ્લોબલ ફાઉન્ડેશન, છાંયડો સેવા ટ્રસ્ટ અને મેશ્વો ફાર્મરની આ પહેલને બિરદાવી.

☘️🪷છાંયડો☘️🪷

અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલ પવિત્ર શામળાજી ધામ સ્થિત છાંયડો સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત "રણઝણીયું" ગ્રુપને ગુજરાત સરકારના...
26/06/2026

અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલ પવિત્ર શામળાજી ધામ સ્થિત છાંયડો સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત "રણઝણીયું" ગ્રુપને ગુજરાત સરકારના પર્યટન પર્વ અંતર્ગત વિજયનગરના મનોહર પોલો ફોરેસ્ટ ખાતે પોતાની આદિવાસી સંસ્કૃતિ અને લોકકલાનું ભવ્ય પ્રદર્શન કરવાની ગૌરવપૂર્ણ તક પ્રાપ્ત થઈ.

"રણઝણીયું" ગ્રુપ વર્ષોથી આદિવાસી સંસ્કૃતિ, લોકકલા, પરંપરાગત વેશભૂષા, લોકનૃત્ય, લોકસંગીત, હસ્તકલા તેમજ પ્રકૃતિના સંવર્ધન અને સંરક્ષણ માટે સમર્પિત ભાવથી કાર્યરત છે.

ગ્રુપનો મુખ્ય હેતુ આદિવાસી વારસાને નવી પેઢી સુધી પહોંચાડવાનો અને તેની આગવી ઓળખને રાજ્ય તથા રાષ્ટ્રીય સ્તરે ઉજાગર કરવાનો છે.

☘️🪷છાંયડો☘️🪷

#રણઝણીયું #છાંયડો_સેવા_ટ્રસ્ટ #શામળાજી #અરવલ્લી #પોલોફોરેસ્ટ #ગુજરાત_પર્યટન

*સૌજન્ય મુલાકાત અનુભવનું સન્માન, પ્રેરણાનું માર્ગદર્શન* 🌿ગુજરાત રાજ્ય બાગાયત વિભાગના પૂર્વ વહીવટી અધિકારી તેમજ ગુજરાત પવ...
15/06/2026

*સૌજન્ય મુલાકાત અનુભવનું સન્માન, પ્રેરણાનું માર્ગદર્શન* 🌿
ગુજરાત રાજ્ય બાગાયત વિભાગના પૂર્વ વહીવટી અધિકારી તેમજ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ વહીવટી અધિકારી શ્રી સી. કે. ખરાડી સાહેબ સાથે સૌજન્ય મુલાકાત કરવાનો સુઅવસર પ્રાપ્ત થયો. તેમના વિશાળ અનુભવ, દૂરંદેશી વિચારસરણી અને સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતામાંથી પ્રેરણા મેળવવાનો આ એક યાદગાર પ્રસંગ રહ્યો.

આ મુલાકાત દરમિયાન સાહેબને સ્મૃતિચિહ્ન અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું. તેમજ મેશ્વો ફાર્મર્સ પ્રોડ્યુસર કંપનીની આદિવાસી મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા મહુવા લાડુ, કેસુડા સાબુ, સરગવા પાઉડર, જંગલનું દેશી મધ, દેશી હળદર અને શામળાજીની સુંઠ જેવી કુદરતી અને પરંપરાગત ઉત્પાદનોની ભેટ પણ અર્પણ કરવામાં આવી.

સમાજ વિકાસ, આદિવાસી સંસ્કૃતિના સંવર્ધન, ગ્રામ્ય વિકાસ અને યુવાનોના સશક્તિકરણ જેવા મહત્વપૂર્ણ વિષયો પર અર્થપૂર્ણ અને પ્રેરણાદાયી ચર્ચા થઈ.

આ પ્રસંગે છાંયડો સેવા ટ્રસ્ટના સ્થાપક શ્રી નરેશભાઈ કટારા,
સામાજીક આગેવાન
શ્રી નરેશભાઈ ડામોર ,
પ્રમુખ શ્રી આયુષભાઈ મહેતા, મેશ્વો ફાર્મર ના C.E.O શ્રી ધ્રુવભાઈ ભગોરા, શ્રી નિખિલ ભગોરા તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

🪷☘️છાંયડો☘️🪷
🪷☘️મેશ્વો ફાર્મર☘️🪷

🌿🏹🌿🏹🌿🏹🌿🏹🌿આદિવાસી સેવા અને સંશોધન મંડળ સંચાલિત આદર્શ વનવાસી વિદ્યાવિહાર માધ્યમિક શાળા ના "લાલા લજપતરાય મેદાન" ના રમત ગમત ...
05/06/2026

🌿🏹🌿🏹🌿🏹🌿🏹🌿

આદિવાસી સેવા અને સંશોધન મંડળ સંચાલિત આદર્શ વનવાસી વિદ્યાવિહાર માધ્યમિક શાળા ના "લાલા લજપતરાય મેદાન" ના રમત ગમત અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા બાળકો માટે મેદાનના શુભારંભ કરવા માટે રેન્જ આઈ.જી શ્રી આર.વી. અસારી સાહેબ ને મુલાકાત અને આમંત્રણ પાઠવવામાં આવ્યું.

છાંયડો અને મેશ્વો ફાર્મર ની વિવિધ સેવાકીય પ્રવૃતિઓ તથા આદિવાસી સમાજની સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક વિકાસને લગતી નવીન પ્રવૃત્તિઓ કરવા માટે ચર્ચાઓ કરવામાં આવી.

મેશ્વો ફાર્મર ની આદિવાસી મહિલાઓ દ્વારા બનાવવામાં આવતી વિવિધ પ્રોડક્ટસ ની "મેશ્વો કીટ" આપવામાં આવી.

આ પ્રસંગે આદિવાસી સેવા અને સંશોધન મંડળ ના અધ્યક્ષ ડૉ સિધ્ધરાજભાઈ સોલંકી, છાંયડોના સંસ્થાપક અને મેશ્વો ફાર્મરના ચેરમેન શ્રી નરેશ કટારા અને છાંયડોના પ્રમુખશ્રી આયુષ મહેતા ટ્રસ્ટીશ્રી નિખિલ ભગોરા, સીઈઓ શ્રી ધ્રુવ ભગોરા અને પપ્પુભાઈ બારીયા ઉપસ્થિત રહ્યા હતા.

રેન્જ આઈ. જી શ્રી આર.વી. અસારી સાહેબ આદિવાસી સમાજ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી તેમનો સેવાકીય પ્રવૃતિઓનો અનુભવ વ્યક્ત કર્યો અને પોતાનો કિંમતી સમય ફાળવ્યો તે બદલ અમો સૌ આભારી છીએ.

સંસ્થાનો

"છાંયડો"
"મેશ્વો ફાર્મર"
"આદિવાસી સેવા અને સંશોધન મંડળ"

🌿🏹🌿🏹🌿🏹🌿🏹🌿






AdivasiWomenEmpowerment
VocalForLocal
AtmanirbharAdivasi
RuralDevelopment
WomenLedDevelopment
SportsForYouth
CompetitiveExamPreparation
EducationForAll
CommunityDevelopment
SocialImpact
GujaratTribal
Aravalli
Shamlaji
TribalCulture
TribalLivelihood
OrganicProducts

Address

3, Mevada Suthar Vadi, Opp. Prakash Yatri Nivas
Samlaji
383355

Alerts

Be the first to know and let us send you an email when Chhaydo Seva Trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Chhaydo Seva Trust:

Shortcuts

Share