24/03/2026
*⭕ચાલો રાજકોટ.. ચાલો રાજકોટ.. ચાલો રાજકોટ..*
☝️રાજકોટના અમુક જાતિવાદી પોલીસ અધિકારીઓ દ્વારા દલિત સમાજના સ્વાભિમાન અને બંધારણીય અધિકારો પર હુમલા વિરોધમાં..
*✊ દલિત પ્રતિકાર સંમેલન ✊*
*"ના તૌર બદલેગા, ના તરીકા બદલેગા.. ક્યોંકિ હમ તો 'ભીમ' કી ઔલાદ હૈ!"*
*જય ભીમ કા નારા ઔર ઝોર સે ગુંજેગા !!*
જય ભીમ નમો બુદ્ધાય સાથીઓ.. રાજકોટમાં દલિત યુવાન ભાવેશ વાણવીની કરપીણ હત્યા સામે ગત તા.૧૬/૦૩/૨૦૨૬ના રોજ ન્યાય માંગતા પીડિત પરિવાર અને સમાજના શાંતિપૂર્ણ આંદોલનને કચડી નાખવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે. જ્યારે જ્યારે આપણો સમાજ બંધારણીય અધિકારોની વાત કરે છે, ત્યારે જાતિવાદી મનુવાદી માનસિકતા ધરાવતા અમુક પોલીસ અધિકારીઓને ડો.બાબાસાહેબ આંબેડકરની વિચારધારા કાંટાની જેમ ખૂંચે છે.
*⚖️ અન્યાય અને અત્યાચારની હદ:*
અમાનવીય લાઠીચાર્જ: ન્યાયની માંગ કરતા આગેવાનો પર રાત્રે ૯:૩૦ કલાકે અચાનક કોઈપણ સૂચના આપ્યા વગર લાઠીચાર્જ કરી, પીડિત પરિવાર અને સમાજ પર દબાણ લાવી આંદોલન તોડવાનો પ્રયાસ.
*👮🏻♂️પોલીસની નિષ્ક્રિયતા અને ધમકી:* ડી.ડી.સોલંકી સહિતના કાર્યકરો ઈજાગ્રસ્ત થતા સિવિલમાં MLC દાખલ થઈ, છતાં નિવેદન લેવાને બદલે સાદા ડ્રેસમાં આવીને ધમકાવવાનો પ્રયાસ.
*😡કસ્ટોડિયલ ટોર્ચર અને ષડયંત્ર:* યુવા લીડર ડી.ડી. સોલંકીને DCP ક્રાઈમ બ્રાન્ચ જગદીશ બાંગરવા અને P.I બોરીસાગર, P.I દામોર અન્ય પોલીસ અધિકારીઓ દ્વારા ખોટી રીતે બોલાવી ૩૦-૪૫ મિનિટ સુધી શારીરિક-માનસિક ટોર્ચર કરીને અમારા વિરુદ્ધ ફરિયાદ કરીશ કે સામે પડીશ તો ગુજસીટોક જેવા ખોટા કેસમાં ફિટ કરી દેવાની, જાનથી મારી નાખવાની અને આગામી ૧૪મી એપ્રિલની રેલીમાં ખોટી ફરિયાદો કરી રેલી બંધ કરાવવાની ખુલ્લી ધમકી આપી હતી.
*📢 સમાજને ખુલ્લું આહ્વાન:*
આ માત્ર ડી.ડી. સોલંકી કે કોઈ એક વ્યક્તિ પરનો હુમલો નથી, આ સમગ્ર આંબેડકરવાદી મૂવમેન્ટ અને સમાજના અસ્તિત્વને ખતમ કરવાની ચાલ છે. ગુજરાતના ઈતિહાસમાં બનેલા આ પ્રથમ અને ગંભીર બનાવ સામે જો આજે આપણે એક નહીં થઈએ, તો ભવિષ્યમાં આંદોલન, ૧૪મી એપ્રિલે રેલી કરતા ૧૦૦ વખત વિચારવું પડશે...
રાજકોટ શહેર, તાલુકા-જિલ્લા અને સૌરાષ્ટ્રના તમામ સામાજિક અગ્રણીઓ, રાજકીય હોદ્દેદારો, વકીલો, બુદ્ધિજીવી આગેવાનો, ભાઈઓ બહેનો અને ભીમ યોદ્ધાઓને આ જાતિવાદી ષડયંત્ર સામે બંધારણ અને કાયદાની તાકાત બતાવવા એકમંચ પર આવવા આહ્વાન છે.
📅 તારીખ: ૨૬-૦૩-૨૦૨૬, ગુરુવાર
⏰ સમય: સાંજે ૪:૦૦ કલાકે
📍 સ્થળ: લક્ષ્મી સોસાયટી હોલ, નાના મવા મેઈન રોડ, રાજકોટ.
*📌ખાસ નોંધ: કાર્યક્રમના અંતે સ્વરૂચી ભોજન સાથે લઈશું.*
*"જીસ સમાજ કા સંગઠન મજબૂત હોતા હૈ, વહ સમાજ હંમેશા સુરક્ષિત રહેતા હૈ!"*
✊ સ્વાભિમાનની લડતમાં આમંત્રણ ના હોય... જેનું ઝમીર જીવતું હશે અને જેને સમાજ તથા બાબાસાહેબ પ્રત્યે સ્વાભિમાન હશે, તે જરૂર આવશે!
આયોજક: સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ રાજકોટ/સૌરાષ્ટ્ર
(આ મેસેજ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી ન્યાયિક લડતમાં સાથ અને સહકાર આપો.)
Jignesh Mevani The D D Solanki Bhim Garjana Gopal Italia Adv Mehul Boghara