Aatman Yuva Group

Aatman Yuva Group Samp....seva ....sahakar....samrpan

*આત્મન યુવા ગ્રુપની શૈક્ષણિક રજુઆત*📝📝✒️🖋️📚📗📒🖥️🖱️*આત્મન યુવા ગ્રુપ દ્વારા ડૉ. આંબેડકર ભવન (દાસીજીવણપરા પાસે) પર સ્થિત પુસ...
02/08/2023

*આત્મન યુવા ગ્રુપની શૈક્ષણિક રજુઆત*
📝📝✒️🖋️📚📗📒🖥️🖱️
*આત્મન યુવા ગ્રુપ દ્વારા ડૉ. આંબેડકર ભવન (દાસીજીવણપરા પાસે) પર સ્થિત પુસ્તકાલય અને વાંચનલય શરૂ કરવા માટે નાયબ નિયામકશ્રી ને રજુઆત કરવામાં આવી.*

ડૉ. આંબેડકર ભવન (દાસીજીવણપરા પાસે, અક્ષરમાર્ગ) ના નિર્માણ સમયે આ વિસ્તારના વિદ્યાર્થીઓને શૈક્ષણિક સુવિધાઓ મળી રહે તે હેતુથી ભવનના જ એક ભાગમાં પુસ્તકાલય અને વાંચન ખંડ બનાવવામાં આવેલ હતો જેમાં બહુમૂલ્ય પુસ્તકો રાખવામાં આવેલ છે તે પુસ્તકો વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ તેમજ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સહાયક બની શકે તેમ છે પરંતુ કોઈ કારણસર આ લાઈબ્રેરી આજદિન સુધી શરૂ કરવામાં આવી નથી જેને કારણે આ વિસ્તારના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ પુસ્તકલયના લાભથી વંચિત રહેલ છે માટે આત્મન યુવા ગ્રુપના પ્રમુખ સુમેધ તથાગત, ઈશ્વરભાઈ વાણીયા, મહેન્દ્રભાઈ પરમાર અને મયુરભાઈ રાઠોડ દ્વારા વિદ્યાર્થીઓના હિત માટે નાયબ નિયામકશ્રી અનુ.જાતિ સમાજ કલ્યાણ વિભાગ ને વહેલીતકે લાઈબ્રેરી અને વાંચનાલય વહેલીતકે શરૂ કરવા માટે રજુઆત કરવામાં આવી હતી.

*કાર્યક્રમ અહેવાલ**વિષય : -  આત્મન યુવા ગ્રુપ દ્વારા રાહતદરે સિવણ વર્ગ તેમજ બે દિવસીય ફૂડ કેમ્પ માટે રજિસ્ટ્રેશન માટેનો ...
24/07/2023

*કાર્યક્રમ અહેવાલ*

*વિષય : - આત્મન યુવા ગ્રુપ દ્વારા રાહતદરે સિવણ વર્ગ તેમજ બે દિવસીય ફૂડ કેમ્પ માટે રજિસ્ટ્રેશન માટેનો કાર્યક્રમ યોજાઈ ગયો*

આત્મન યુવા ગ્રુપ દ્વારા બહેનો માટે ૨૩મી જુલાઈ થી રાહતદરે *જાનવી સિવણ કલાસીસ* તેમજ ભોજનની વિવિધ વાનગીઓ બનાવવાનું શીખવવા માટે *બે દિવસીય ફૂડ કેમ્પ માટે નિઃશુલ્ક રજિસ્ટ્રેશન* શરૂ કરવામાં આવેલ છે આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનપદે *આનંદબા ખાચર* નાયબ નિયામક અનુ.જાતિ સમજકલ્યાણ કચેરી, તેમજ અતિથિ વિશેષપદે *હીનાબેન પરમાર* નાયબ બાગાયત નિયામકની કચેરી, *હિરવાબેન રાઠોડ* મહિલા અને બાળ અધિકારીની કચેરી, *પૂજાબેન મારુ* માસ્ટર ટેલર, *વિજયભાઈ ડાંગર* કોમર્શિયલ પાયલોટ, *સરોજબેન રાઠોડ* સામાજિક કાર્યકર અને *સંબોધિ તથાગત* મંત્રી આત્મન યુવા ગ્રુપ એ હાજર રહી ઉપસ્થિત બહેનોને વિષયને અનુરૂપ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમજ ગ્રુપ દ્વારા શરૂ કરવામાં આવેલ રોજગારલક્ષી તાલીમનો લાભ લેવા માટે આહવાન કર્યું હતું.
આ કાર્યક્રમના સફળ બનાવવા માટે ગ્રુપના પ્રમુખ સુમેધ તથાગત તેમજ વિશાલ પારઘી, નીલેશ ગોહિલ, અમિતભાઇ રાઠોડ, નિલેશભાઈ પરમાર, રાકેશ રાઠોડ, ઉદય સોલંકી, રાજહંસભાઈ માકડીયા, કેવલ રાઠોડ, મયુર રાઠોડ વગેરેએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી.

આભાર સહ..
આત્મન યુવા ગ્રુપ વતી.
પ્રમુખ - સુમેધ તથાગત
મો.૯૮૨૫૬ ૭૦૧૬૬

Address

Rajkot
360004

Telephone

+919825670166

Website

Alerts

Be the first to know and let us send you an email when Aatman Yuva Group posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Aatman Yuva Group:

Share