શ્રી ઉમાવંશી વાછાણી પરિવાર - રાજકોટ

  • Home
  • India
  • Rajkot
  • શ્રી ઉમાવંશી વાછાણી પરિવાર - રાજકોટ

શ્રી ઉમાવંશી વાછાણી પરિવાર - રાજકોટ આપણા ટ્રસ્ટનો ઉદેશ્ય સામાજીક પ્રવૃતિઓ કરી પરિવારને તેમજ સમગ્ર સમાજને મદદરૂપ થવાનો છે.

માઁ ઉમિયાની અસીમ કૃપાથી અને વડીલોના આશીર્વાદ થી આપણું સંગઠન ઘણા વર્ષોથી સફળતાપૂર્વેક ચાલે છે.

આપણા ટ્રસ્ટ દ્વારા ભૂતકાળમાં ઘણી સામાજીક પ્રવૃતીઓ અને સ્નેહમિલન થયા છે અને હજુ ભવિષ્યમાં પણ થત્તા જ રહેશે.

આપણા ટ્રસ્ટનો ઉદેશ્ય ફક્ત સ્નેહ મિલન કરવાનો નહે, પરંત વધુમાં વઘુ સામાજીક પ્રવૃતિઓ કરી પરિવારને તેમજ સમગ્ર સમાજને મદદરૂપ થવાનો છે.

15/08/2024
07/05/2024

જય શ્રી કૃષ્ણ
જય માતાજી
ભારત માતા કી જય
આંદોલન સમિતિ દ્વારા જે આંદોલન કરવામા આવ્યું તે બદલ હું આંદોલન સમિતિ નો આભાર માનુ છુ, કારણ કે અત્યાર સુધી સમસ્ત પાટીદાર સમાજ તેમજ માજન સમાજ મતદાન ની કિંમત કદાચ નહી જાણતા હોય, કારણ કે ૧૯૪૭ થી આજ સુધી મા ઓછામા ઓછુ મતદાન આ સવર્ણ જ્ઞાતિ નુ થતુ હતુ, પણ આ વખતે આપ સૌવે સમસ્ત સમાજ ને મતદાન કરવા માટે જાગૃત કર્યા, તે બદલ હું આંદોલન સમિતિ નો આભાર વ્યક્ત કરુ છુ
હુ એક રાષ્ટ્રવાદી હિન્દુ છુ
ભારત માતા કી જય
વંદે માતરમ્

06/05/2024

જય શ્રી કૃષ્ણ
જય શ્રી રામ
આવતી કાલ તારીખ ૭/૫/૨૦૨૪ નો આપણો રાષ્ટ્રીય પર્વ હોય રાષ્ટ્ર ના હિત રક્ષા માટે આપણે સૌ સાથે મળીને આ પર્વ ની મતદાન દ્વારા ઉજવણી કરીએ,મતદાન એ માત્ર આપણો રાષ્ટ્રીય અધિકાર નથી પરંતુ આપણા સૌ ની રાષ્ટ્ર ના હિત માટે આપણી સામાજીક અને રાષ્ટ્રીય ફરજ પણ છે, દેશ અને ધર્મ ને સલામત રાખવા મતદાન દ્વારા આપણે સૌ સાથે મળીને અચુક મતદાન કરી , આપણી ફરજ નિભાવીએ, આપણે સૌ મતદાન કરીએ અને સૌને મતદાન કરાવીએ , તે આપણી સામાજીક/નૈતિક અને રાષ્ટ્રીય ફરજ છે, હુ આપ સૌને દિલ થી વિનંતી કરુ છુ કે અચુક આપણે સૌ મતદાન કરીએ અને આપણી ફરજ નિભાવીએ
આપનો સેવક શ્રી કે બી વાછાણી (શ્રી ઉમાવંશી વાછાણી પરિવાર પ્રમુખ ગુજરાત - ભારત)

03/05/2024

જય શ્રી રામ, હર હર મહાદેવ, વંદે માતરમ્, ઇન્કલાબ જિંદા બાદ, જય માં ઉમા ખોડલ.
હું ઉમાવંશી વાછાણી પરિવાર - ભારત, ના પ્રમુખને નાતે જાહેર કરુ છું કે સમસ્ત પાટીદાર સમાજના લોકો ક્ષત્રિય છે.
ઈતિહાસના અનુસંધાને સૂર્યનો દીકરો રવી, રવીનો દીકરો માનુઋષિ, માનુઋષિનો દીકરો કશ્યપઋષિ, કશ્યપઋષિનો દીકરો કુર્મીઋષિ, કુર્મીઋષિ માંથી અપભ્રંશ થઈ કુણબી બન્યા. અને કુણબી માંથી કણબી પટેલો બન્યા.
એક કણ માંથી કરોડો કણ પેદા કરે તે કણબી.
આનો મતલબ પાટીદાર સમાજ ક્ષત્રિય છે. વિશ્વમાં રહેતા તમામ પાટીદાર સમાજો ક્ષત્રિય છે. સૌરાષ્ટ્રમાં વસતા લેઉવા પટેલ, કડવા પટેલ, તેમજ ગુજરાતમાં વસતા અમીન, દેસાઈ, ચૌધરી પટેલ, તેમજ અન્ય ઘણા બધા લોકો પાટીદાર સમાજના છે તે ઈતિહાસ ના ચોપડે નોંધાયા છે. આપણાં પાટીદાર સમાજના રાજા વ્રજપાલસિંહજી હતા. તેને પણ અધર્મીઓ સાથે યુદ્ધ કરેલા હતા.
રાજકીય માણસો પોતાના રોટલા શેકવા માટે લેઉવા/કડવા નો વાદ કરે છે.
આપણા પાટીદાર સમાજનો ઈતિહાસ ટૂંકમાં જણાવું છું.
આપણા મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનના બે દીકરા લવ અને કુશ હતા, તે ઈતિહાસ બોલે છે. લવ માંથી લેઉવા પટેલની ઉત્પત્તિ થઈ અને કુશ માંથી કડવા પટેલની ઉત્પત્તિ થઈ. એનો અર્થ એવો થાય છે કે બન્ને ભાઇઓ હતા, છે, અને ભવિષ્યમાં રહેવાના છે. આનો મતલબ કે પાટીદારો પણ રઘુવંશી છે. હિન્દુસ્તાનમાં વસતા તમામ પાટીદારો રઘુવંશી છે.
મારી પાસે એક વર્ષો જૂનો ઈતિહાસ છે જેનું ટાઈટલ છે "કણબી ક્ષત્રિયની ઉત્પત્તિ અને તેનો ઇતિહાસ"
આપણા પાટીદાર સમાજના અગ્રણીઓને મારી ખાસ અંત:કરણની વિનંતી છે કે મગના બે ફાડીયા ના કરો (જેને લાગુ પડતું હોય તેને), જો મગના બે ફાડીયા થઈ ગયા તો ભવિષ્યમાં ભેગા કરવા મુશ્કેલ છે. તો મારી તમામ પાટીદાર સમાજના લોકોને વિનંતી છે કે મગના દાણાને આખો રહેવા દેજો. આવી મારી એક પાટીદારના દીકરા તરીકે, સેવક તરીકે, બે હાથ જોડીને આપણા પરિવારને પ્રાર્થના છે.
મારી જાણકારીમાં અનેક/ઘણીબધી અટક(સરનેમ) પાટીદાર સમાજની છે જે બંને પાટીદાર સમાજમાં આવે છે. આ અટક ઉપરથી હું જાણકાર હોવા છતા પણ નક્કી નથી કરી શકતો કે કોણ લેઉવા પટેલ અને કોણ કડવા પટેલ. કારણ કે ૯૦ થી ૯૫ % અટક કોમન/સરખી છે. તેનો અર્થ એવો થાય છે કે બંને પાટીદાર સમાજ એકજ છે. લોહીના ગુણધર્મ ઉપરથી કે અટક ઉપરથી નકકી કરવું મુશ્કેલ છે કે કોણ લેઉવા પટેલ અને કોણ કડવા પટેલ. ઉપરોક્ત તથ્યો ઉપરથી કહી શકાય કે આપણા પાટીદારના બંને સમાજના લોકો એકજ છે.
આપણા લોખંડી પુરુષ શ્રીમાન સરદાર વલ્લભભાઈ પટેલની બહુમતી હતી છતાં પણ તેને પીએમ શા માટે બનાવ્યા ન હતા આની પાછળ જવાહર નહેરુનો હાથ હતો. ઈતિહાસ લાંબો છે એટલે ટૂંકાવી લીધું છે.
આપણા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે પીએમ તરીકેની માત્ર ૨૪ કલાક માટે સત્તા માંગી હતી. તે પણ જવાહર નહેરુને મંજૂર ન હતું. જો ફક્ત ૨૪ કલાક સરદાર સાહેબને પીએમ તરીકે સત્તા આપી હોત તો હિન્દુસ્તાનની શકલ આજ બીજી હોત.
શ્રીમાન નથુરામ ગોડસે કોણ હતા? તેનો ઈતિહાસ જાણવો હોય તો "મધ્યરાત્રિની સ્વતંત્રતા" (freedom of the midnight) નું પુસ્તક વાંચજો.
આપણા લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ને સમસ્ત ભારતીયો (હિન્દુસ્તાનીઓ) વતી મારા જુગ જુગ સલામ.
વંદે માતરમ્ , જય જવાન જય કિસાન, ઇન્કલાબ જિંદા બાદ, ભારત માતા કી જય.

14/04/2024

Address

Dev Ashish Complex, 1 Natrajnagar, Opposit Patel Kanya Chhatralaya
Rajkot
360005

Alerts

Be the first to know and let us send you an email when શ્રી ઉમાવંશી વાછાણી પરિવાર - રાજકોટ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share