04/04/2026
"मेरा पानी उतरता देख मेरे किनारे पर घर मत बसा लेना में समुद्र हु लौटकर फिर आऊंगा!"
આજરોજ મને આમ આદમી પાર્ટી દ્વારા સ્થાનક સ્વરાજ ચૂંટણી અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર :-૧૬ નુ નેતૃત્વ કરવાની તક આપવા, જનસેવાના સૂત્રને ચરિતાર્થ કરવા અને મારી ઉપર અપાર વિશ્વાસ મૂકવા બદલ રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી, શ્રી ગોપાલ રાયજી, શ્રી દુર્ગેશ પાઠકજી, શ્રી ગુલાબસિંહ યાદવજી તેમજ ગુજરાતના પ્રદેશ નેતૃત્વ શ્રી ઈસુદાનભાઇ ગઢવી, શ્રી ગોપાલભાઈ ઇટાલીયા, શ્રી મનોજભાઈ સોરઠીયા, શ્રી અજીતભાઈ લોખીલ, શ્રી પ્રકાશભાઈ દોંગા, તેમજ સ્થાનિક નેતૃત્વ શ્રી રાહુલભાઈ ભુવા, શિવલાલભાઈ બારસીયા, દિનેશભાઈ જોષી તેમજ પાર્ટીના તમામ શીર્ષ નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
આપનો આ વિશ્વાસ માત્ર સન્માન નથી, પરંતુ મારા માટે એક સંકલ્પ અને જવાબદારી છે.
હું આપને દૃઢ નિશ્ચય સાથે ખાતરી આપું છું કે પાર્ટીના સિદ્ધાંતો, વિચારધારા અને જનસેવાના ધ્યેયને આગળ વધારવા માટે હું સંપૂર્ણ શક્તિ, ઈમાનદારી અને નિષ્ઠા સાથે મેદાનમાં ઉતરીશ.
આ ચૂંટણી માત્ર એક લડત નથી, પરંતુ લોકોનો ભરોસો છે, લોકોની ઉમ્મીદ છે, વિવેક લીંબાસીયા જીતે તે લોકોની આશા છે, વિશ્વાસ છે અને સાથે રાજકીય નેતૃત્વ ને નવી દિશા આપવાનો સંકલ્પ પણ છે.
મને હંમેશા રાજકોટના તમામ લોકોએ અને મારી પાર્ટીના તમામ કાર્યકર્તાએ અપાર પ્રેમ આપેલ છે.
આજે મને ફરી તક મળી છે હું લોકોના આશીર્વાદ સાથે જીતમાં પરિવર્તિત કરવાનો પ્રયાસ કરીશ અને મારા વિસ્તાર ના તમામ લોકોનું અને મારા આમ આદમી પાર્ટી નાના માં નાના કાર્યકર્તાઓનું નામ ગૌરવથી ઊંચું રાખીશ.
ફરી એકવાર આજે અપાર પ્રેમ આપવા બદલ પાર્ટી શીર્ષ નેતૃત્વનો અને તમામ શુભચિંતકોનો હ્યદય પૂર્વક દિલથી આભાર..!