09/05/2026
👉🏻 *શિક્ષણ એટલે સમયના સાગરમાં ઊભી કરવામાં આવેલી દીવાદાંડી.*
વિષય:- એજ્યુકેશન સ્કોલરશિપ
સલ્લામ
હીઝ હોલીનેસ આકા મૌલા સૈયદના આલિકદર મુફફ્દલ સૈફુદીન T.U.S ની દુઆ થી સમાજ માં વિવિધ સેવાકિય પ્રવુતિ કરતુ રાજકોટ દાઉદી વ્હોરા યુવાનો દ્વારા સંચાલિત *Helper Hands Trust* દ્વારા ૪ વર્ષ નાં સફળ આયોજન બાદ ફરી એક વખત સામાન્ય વર્ગ ના ટેલેન્ટેડ વિદ્યાર્થી ઓ અને તેના વાલી ઓ માટે ફુલ નહિ તો ફુલ ની પાંદડી સ્વરૂપે એજ્યુકેશન સ્કોલરશિપ લઈ ને આવ્યું છે,
આ એજ્યુકેશન સ્કોલરશિપ
*Helper Hands Trust* દ્વારા સામાન્ય વર્ગ (૩૦,૦૦૦/- થી નીચે માસિક આવક ધરાવતા) પરિવાર ને બનતી મદદ કરી શકે એ હેતુ થી રાજકોટ જુમાત માં સબીલ ધરાવતા હોય તેવા દાઉદી વ્હોરા સમાજ ના ધોરણ ૧૦ થી ઉપર ના વિદ્યાર્થી ઓ કે જેને હાલ અને તેના પહેલા ના વર્ષ ના થઈ ને એવરેજ ૭૭% થી વધારે માર્કસ આવેલા હોઈ એવા ઘર ના એકજ વિદ્યાર્થી ને સ્કોલરશીપ આપવા માં આવશે,
નીચે દર્શાવેલ સ્થળ ઉપર થી સ્કોલરશિપ ફોર્મ તારીખ *૧૩/૦૫/૨૦૨૬ બુધવાર થી તારીખ ૧૫/૦૫/૨૫ શુક્રવાર સુધી રાત્રે ૯:૩૦ થી ૧૧ વાગા સુધી એકઝાન સો. ના હોલ માં મળશે જે લેવા માટે વિધાર્થી એ છેલ્લી ૨ પરીક્ષા નું રીઝલ્ટ અને તેના કોઈ એક વાલી ને વાલી ના આધારકાર્ડ અને ITS કાર્ડ સાથે ફરજીયાત લઈ ને આવા નું રહેશે,*
તારીખ ૨૧/૦૫/૨૦૨૬ ગુરુવાર સુધી માં ફોર્મ ભરી ને પરત કરવા ના રહેશે,
*ફોર્મ ભરી ને પહોંચડાવા નું સ્થળ* : -
(૧) ફખરુદીનભાઈ સાયકલવારા
"રાજ સાયકલ સ્ટોર", સદગુરુ આર્કેડ, ઢેબર રોડ વનવે, રાજકોટ
(૨) મુર્તુઝાભાઈ ભારમલ
"એશિયન પાઈપ ડેપો", ડો. કામદાર દવાખાના ના નીચે, પારેવડી ચોક,
👉🏻 ખાસ નોંધ :-
(૧) ફોર્મ લેવા વિદ્યાર્થી અને એના વાલી એ આવવું ફરજીયાત છે,
Whatsapp માં રિઝલ્ટ મોકલી ફોર્મ માટે કોઈ ટ્રસ્ટ ના મેમ્બર ને શરમાવુ નહીં,
આ રીતે કોઈ પણ સંજોગ માં ફોર્મ દેવા માં નહીં આવે
(૨) સમય મર્યાદા પછી ફોર્મ દેવા માં નહીં આવે
*આ મેસેઝ બને એટલો જાણીતા લોકો ને અને બીજા ગ્રુપ માં શેર કરજો, સવાબ નું કામ છે.*
*Helper Hands Trust*
Rajkot