13/04/2026
શ્રી મોઢ વણિક યુવા ગ્રુપ- રાજકોટ દ્રારા આપણા જ સમાજના અંગ તેવા ૪૧ પરિવારમાં પણ ખુશી અને આનંદનો માહોલ જળવાઈ રહે , સૌના જીવનમાં બધા જ રસ માણી શકાય એ અનુસંધાનમાં આપણે આ પરિવારજનોને આખા વર્ષ માટે મસાલા કીટમાં મરચું પાઉડર , હળદર પાવડર , ધાણાજીરું પાવડર , ગરમ મસાલો , હિંગ , રાઈ , મેથી , મીઠું , તમાલપત્ર , જીરૂ , મરી પાઉડર , સૂંઠ પાઉડર , સાબુદાણાનું વિતરણ સમાજના ઋણ સ્વીકાર સ્વરૂપે અને ઠાકોરજીના પ્રસાદરૂપે કરવામાં આવ્યું.
શ્રી મોઢ વણિક યુવા ગ્રુપ ,રાજકોટ દ્વારા ૪૧ કુટુંબોને વિતરણ દાતા સ્વ શ્રીમતી ઉર્મિલાબેન બી. શાહ હ. શ્રી યોગેશભાઈ શાહ લંડન, શ્રી કિરીટ ભાઇ પારેખ , શ્રી વિજયભાઈ ચંપકભાઈ મણીયાર , સ્વ. અનસુયાબેન ચંદુભાઈ પટેલ , શ્રી અજયભાઇ ગઢીયા , શ્રી હિતેશભાઈ પરીખ , શ્રી પ્રવીણભાઈ રાણભાણ , શ્રી જિતેન્દ્રભાઇ ગાંધી , શ્રીમતિ ચૈતાલીબેન મહેતા તથા મોઢ વણિક યુવા ગ્રુપ, રાજકોટના સહયોગથી કરવામાં આવ્યુ.
મોઢ વણિક યુવા ગ્રુપ , રાજકોટ સૌ દાતાઓનો આભાર માને છે.
વિતરણ વ્યવસ્થા કિરેન છાપિયા , કેતન પારેખ , કેતન મેસ્વાણી , ડો. કમલેશ પારેખ , જિજ્ઞેશ મેસ્વાણી , રશ્મિભાઇ શાહ સહિતનાં સૌ સભ્યોએ સંભાળેલ...
શ્રી મોઢ વણિક યુવા ગ્રુપ, રાજકોટ