Shree Sorathiya Prajapati Yuvak Mandal-Rajkot

Shree Sorathiya Prajapati Yuvak Mandal-Rajkot We are at SSPYM-Rajkot is non profit organisation.

શ્રી સોરઠીયા પ્રજાપતિ યુવક મંડળ - રાજકોટ દ્વારા વિધા સહાયના આજીવન મહા દાતાશ્રી હિતેશભાઈ પાણખાણીયાની શુભેચ્છક મુલાકાત લઈન...
27/03/2026

શ્રી સોરઠીયા પ્રજાપતિ યુવક મંડળ - રાજકોટ દ્વારા વિધા સહાયના આજીવન મહા દાતાશ્રી હિતેશભાઈ પાણખાણીયાની શુભેચ્છક મુલાકાત લઈને તેમને યુવકમંડળના પ્રમુખશ્રી ભાવેશભાઈ ગઢવાણા તેમજ શ્રીબાઈ મંદિર તાલાળા સંસ્થાના પ્રમુખશ્રી મુકેશભાઈ દેવળીયા, મંત્રીશ્રી સંજયભાઈ યુવકમંડળના સભ્યશ્રી જગદીશભાઈ પાણખાણીયા અને અલગ અલગ સંસ્થાના હોદેદારો જેમાં રમેશભાઈ ગોહેલ, અશોકભાઈ દેવળીયા, યોગેશભાઈ છાંયા, નરેન્દ્રભાઈ જાદવ, વગેરે ના હસ્તે મોમેન્ટો અર્પણ કરી હિતેશભાઈના ભગીરથ કાર્યની નોંધ લીધી હતી..તેમજ રાજકોટ અને સૌરાષ્ટ્રમાં રહેતા આપણા જરૂરિયાત વાળા પરિવારમાં વધુંને વધુ શિક્ષણ ક્ષેત્રે મદદ કરી શકાય તેના માટે વિચાર વિમર્ષ કરવામાં આવ્યો હતો.. હિતેશભાઈ આપશ્રીના દાનની અવિરત સરવાણી યુવકમંડળને જીવાદોરી રૂપે વહી રહી છે. તે બદલ શ્રી સોરઠીયા પ્રજાપતિ યુવક મંડળ હંમેશા આપનું આભારી રહેશે..એટલું જ નહીં અનેક સંસ્થાઓના માધ્યમથી આપની સેવાનો લાભ આપણો સમાજ લઈ રહ્યો છે તેના માટે ગૌરવ અનુભવીએ છીએ. અને વધુંને વધુ આપ ઉદારદિલે આવા કર્મયોગ કરતા રહો એવી અભિલાષા રાખીએ છીએ.. માં શ્રીબાઈ આપશ્રી અને પરિવારની મનોકામના પૂર્ણ કરે એવી હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ છીએ......

શ્રી સોરઠીયા પ્રજાપતી યુવક મંડળ રાજકોટ દ્વારા દર વર્ષે ની જેમ શ્રી સોરઠીયા પ્રજાપતી સમાજ ના વિધાર્થી મિત્રો માટે રાહત દર...
01/06/2025

શ્રી સોરઠીયા પ્રજાપતી યુવક મંડળ રાજકોટ દ્વારા દર વર્ષે ની જેમ શ્રી સોરઠીયા પ્રજાપતી સમાજ ના વિધાર્થી મિત્રો માટે રાહત દરે ચોપડા વિતરણ નું આયોજન કરવામાં આવેલ છે.
યુવક મંડળ દ્વારા જે ચોપડા વિતરણ કરવામાં આવશે તે બહુજ સારી કવોલિટી ના બનાવવા માં આવ્યા છે. ફ્લુસકેપ વ્હાઇટ ચોપડા બનાવવા માં આવ્યા છે.
શ્રી સોરઠીયા પ્રજાપતી સમાજ ના વિધાર્થી મિત્રો ને જણાવવા નું કે નીચે ઈમેજ માં બતાવેલ સ્થળ પર ચોપડા વિતરણ કરવામાં આવશે. ૧૦૦ રૂપિયા ના ૪ ચોપડા વિતરણ કરવામાં આવશે.

શ્રી સોરઠીયા પ્રજાપતી યુવક મંડળ રાજકોટ પ્રમુખ શ્રી મંત્રી અને સમસ્ત કારોબારી સમિતિ ના સભ્યો સોરઠીયા પ્રજાપતી સમાજ ના વિધાર્થી મિત્રો ને આ ચોપડા વિતરણ નો લાભ લેવા વિનંતી કરે છે. 🙏

26/05/2025

શ્રી સોરઠીયા પ્રજાપતી યુવક મંડળ રાજકોટ દ્વારા યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ નેત્ર યગ્ન અને ડાયાબિટીસ બીપી ફ્રી ચેક અપ કેમ્પ

25/05/2025

સમસ્ત પ્રજાપતિ સમાજ જોજો આજે સેવા કેમ્પ માં આજે આવવા નું ભૂલતા નહિ.

19/05/2025

રાજકોટ ના લોક લાડીલા સાહિત્યકાર શ્રી ગિરિશભાઈ કોરીયા ની સમાજ ના લોકો ને હાકલ કે શ્રી સોરઠીયા પ્રજાપતી યુવક મંડળ રાજકોટ આયોજીત બ્લડ ડોનેશન કેમ્પ નેત્ર યગ્ન કેમ્પ અને ડાયાબિટીસ બીપી ચેક અપ કેમ્પ માં સહયોગી બનો અને જરુરિયાત વાળા લોકો સુધી માહિતી શેર કરો.

19/05/2025

શ્રી સોરઠીયા પ્રજાપતી સમાજ ના લોક લાડીલા સાહિત્યકાર ગાયક કલાકાર શ્રી દિવ્યેશ ભાઈ જેઠવા દ્વારા સમસ્ત પ્રજાપતિ સમાજના લોકોને આહવાન કે આપ સર્વે શ્રી સોરઠીયા પ્રજાપતી યુવક મંડળ રાજકોટ આયોજીત નેત્ર યગ્ન કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, ડાયાબિટીસ અને બીપી ચેક અપ કેમ્પ માં આવો. અને આ માહિતી બીજા સુધી પણ પહોંચાડો.

13/05/2025
૨૫/૦૫/૨૫ ના રોજ શ્રી સોરઠીયા પ્રજાપતી યુવક મંડળ રાજકોટ આયોજીત કેમ્પ.   સમાજ ના લોકો ને વિનંતી આપ નું રક્ત દાન આપણા જ સમા...
12/05/2025

૨૫/૦૫/૨૫ ના રોજ શ્રી સોરઠીયા પ્રજાપતી યુવક મંડળ રાજકોટ આયોજીત કેમ્પ.

સમાજ ના લોકો ને વિનંતી આપ નું રક્ત દાન આપણા જ સમાજ માટે. આપનું રક્ત દાન સમાજ ના એક વ્યક્તિ ની જિંદગી બચાવશે. સમાજ ના લોકો ને નમ્ર અપીલ બોહોળી સંખ્યા માં રક્ત દાન કરજો 🙏

સમાજ ના લોકો માટે ફ્રી આંખ ચેક અપ કેમ્પ. જરૂરીયાત વાળા દર્દી ને મોતિયા ના ઓપરેશન ફ્રી માં કરી આપવામાં આવશે.

ઇન્ડિયન રીનલ ફાઉન્ડેશન દ્વારા સમાજ ના લોકો માટે ફ્રી બીપી અને ડાયાબિટીસ ચેક અપ.

દરેક જ્ઞાતિબંધુ ને શ્રી સોરઠીયા પ્રજાપતી યુવક મંડળ ના પ્રમુખ શ્રી મંત્રી શ્રી મેડિકલ ચેરમેન અને સમસ્ત કારોબારી સમિતિ વિનંતી કરે છે કે આ કેમ્પ નો આપ સર્વે બોહોળી સંખ્યા માં લાભ લેવા આવો 🙏

સ્થળઃ શ્રી બાઈ માતાજી મંદીર, મવડી ચોકડી પાસે,રાજકોટ.

શ્રી સોરઠીયા પ્રજાપતી યુવક મંડળ રાજકોટ સમસ્ત પ્રજાપતિ સમાજ માટે લય ને આવ્યું છે  મેડિકલ કેમ્પ. તો સમાજ ના લોકો ને નમ્ર વ...
06/05/2025

શ્રી સોરઠીયા પ્રજાપતી યુવક મંડળ રાજકોટ સમસ્ત પ્રજાપતિ સમાજ માટે લય ને આવ્યું છે
મેડિકલ કેમ્પ. તો સમાજ ના લોકો ને નમ્ર વિનંતી છે કે આપ આપનું રજીસ્ટ્રેશન કરાવી લેશો

શ્રી સોરઠીયા પ્રજાપતી યુવક મંડળ રાજકોટ દ્વારા સમસ્ત પ્રજાપતિ સમાજના લોકો માટે ટૂંક સમયમાં મેડિકલ સેવા કેમ્પ નું આયોજન
22/04/2025

શ્રી સોરઠીયા પ્રજાપતી યુવક મંડળ રાજકોટ દ્વારા સમસ્ત પ્રજાપતિ સમાજના લોકો માટે ટૂંક સમયમાં મેડિકલ સેવા કેમ્પ નું આયોજન

Address

Rajkot

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Sorathiya Prajapati Yuvak Mandal-Rajkot posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share