Indian Red Cross Society - Porbandar

Indian Red Cross Society - Porbandar ચેરમેનશ્રી રામદેવભાઈ મોઢવાડિયાની અધ્યક્ષતા હેઠળ ભારતીય રેડ ક્રોસ સોસાયટી - પોરબંદર તાલુકા

AIIMS મેગા મેડીકલ કેમ્પ...
11/10/2025

AIIMS મેગા મેડીકલ કેમ્પ...

ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, પોરબંદર જિલ્લા - તાલુકા શાખા દ્વારા ઇમ્સ (AIIMS) હોસ્પિટલ, રાજકોટ અને વાંકાનેરના યુવરાજ, રાજ્ય...
11/10/2025

ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, પોરબંદર જિલ્લા - તાલુકા શાખા દ્વારા ઇમ્સ (AIIMS) હોસ્પિટલ, રાજકોટ અને વાંકાનેરના યુવરાજ, રાજ્યસભાના સાંસદ શ્રી કેસરીદેવસિંહજી ઝાલા સહયોગથી અને પાયોનિયર ક્લબ, પોરબંદર અને ગ્રીન પોરબંદરના સયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક સર્વરોગ મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. સર્વરોગ મેડિકલ કેમ્પમાં એઇમ્સ (AIIMS) હોસ્પિટલ, રાજકોટના પ્રસુતિ અને સ્ત્રી રોગ, ચામડી, હાડકા, જનરલ દવાઓ, રેડિયેશન થેરાપી, બાળરોગ, આંખ, કાન, નાક અને ગળુ, દાંત અને માનસિક રોગ સહિતના તમામ વિભાગના નિષ્ણાંત તબિબોએ ઉપસ્થિત રહીને નિઃશુલ્ક આરોગ્ય તપાસ, સારવાર, દવાઓ અને લેબોરેટરી તથા એક્સ-રે સહિતની સેવાઓ આપવામાં આવી. અંદાજે 2200 થી વધુ લોકોએ આ નિઃશુલ્ક સર્વરોગ મેગા મેડિકલ કેમ્પનો લાભ લઈને ફ્રી આરોગ્ય સેવાઓ પ્રાપ્ત કરી.

ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, પોરબંદર જિલ્લા શાખા દ્વારા એઇમ્સ (AIIMS) હોસ્પિટલ, રાજકોટના સહયોગથી ડૉ. વી.આર. ગોઢાણિયા કોલેજ ...
08/10/2025

ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, પોરબંદર જિલ્લા શાખા દ્વારા એઇમ્સ (AIIMS) હોસ્પિટલ, રાજકોટના સહયોગથી ડૉ. વી.આર. ગોઢાણિયા કોલેજ ખાતે તા. ૧૧/૧૦/૨૦૨૫ (શનિવાર) ના રોજ સર્વરોગ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. આ કેમ્પમાં એઇમ્સ (AIIMS) હોસ્પિટલ, રાજકોટના નિષ્ણાંત તબિબો નિઃશુલ્ક સેવાઓ આપશે. સાથે જ નિઃશુલ્ક દવાઓ અને લેબોરેટરી તથા એક્સ રે ની સુવિધા પણ ફ્રી માં ઉપલબ્ધ રહેશે. આ મેડિકલ કેમ્પનો મહત્તમ લાભ લેવા તમામ લોકોને વિનંતી છે.

ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, પોરબંદર જિલ્લા શાખાના પ્રમુખ અને ગ્રીન પોરબંદરના પ્રણેતા શ્રી રામદેવભાઈ મોઢવાડિયાને જન્મ દિવસન...
08/10/2025

ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, પોરબંદર જિલ્લા શાખાના પ્રમુખ અને ગ્રીન પોરબંદરના પ્રણેતા શ્રી રામદેવભાઈ મોઢવાડિયાને જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ.

શ્રી રામદેવભાઈ મોઢવાડિયા એટલે આપણા પોરબંદર માટે સેવાનો ધુંધવાતો મહાસાગર. કોઈપણ વ્યક્તિને અડધી રાત્રે પણ કામ પડે એટલે પહેલું નામ રામદેવભાઈનું યાદ આવે અને રામદેવભાઈ પણ રાત-દિવસ જોયા વિના લોકોની મદદ માટે દોડી આવે છે જે ઉત્સાહ અને ઉમંગ સાથે પોરબંદરને હરીયાળુ બનાવવાનું ભગીરથ કાર્ય આગળ ધપાવી રહ્યા છે તે અમને સૌને પણ પોરબંદર માટે સમર્પિત રહેવાની પ્રેરણા આપે છે. મારી પ્રાર્થના છે કે માં લીરબાઈ આય રામદેવભાઈને ઉત્તમ સ્વાસ્થ્ય અને લાંબુ આયુષ્ય આપે, તેમજ તેઓ જે સેવાકાર્યો કરી રહ્યા છે તે આગળ ધપાવવાની શક્તિ આપે.

ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, પોરબંદર જિલ્લા શાખા દ્વારા સ્થાનિક સેવાભાવી અને સામજિક સંસ્થાઓ સાથે મળીને રાજકોટની એઇમ્સ હોસ્પ...
07/10/2025

ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, પોરબંદર જિલ્લા શાખા દ્વારા સ્થાનિક સેવાભાવી અને સામજિક સંસ્થાઓ સાથે મળીને રાજકોટની એઇમ્સ હોસ્પિટલના નિષ્ણાંત તબિબો અને અત્યાધુનિક સુવિધાઓનો લાભ પોરબંદરના લોકોને પોતાના શહેરમાં મળી રહે તે માટે ડૉ. વી.આર. ગોઢાણિયા કોલેજ ખાતે તા. ૧૧/૧૦/૨૦૨૫ (શનિવાર) ના રોજ સર્વરોગ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. આજે આ કેમ્પની પૂર્વ તૈયારી માટે બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યસભાના માનનીય સાંસદ શ્રી રામભાઈ મોકરિયા, એઈમ્સ હોસ્પિટલ રાજકોટના ડાયરેક્ટર, વાંકાનેરના યુવરાજ શ્રી કેશરીદેવસિંહ ઝાલા, ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, પોરબંદર જિલ્લા શાખાના ચેરમેન શ્રી રામદેવભાઈ મોઢવાડિયા, પાયોનિય કલબ પોરબંદરના પ્રમુખ શ્રી પ્રવિણભાઈ ખોરાવા સહિત સેવા ભાગી સંસ્થાઓના સંચાલકો, સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ મેડિકલ કેમ્પનો મહત્તમ લાભ લેવા તમામ લોકોને વિનંતી છે.

તા. : ૧૧/૧૦/૨૦૨૫ (શનિવાર)
સ્થળ : ડૉ. વી.આર. ગોઢાણિયા કોલેજ, પોરબંદર

માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસથી શરૂ થયેલ સેવા પખવાડીયા કાર્યક્રમ અંતર્ગત ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી તાલ...
27/09/2025

માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસથી શરૂ થયેલ સેવા પખવાડીયા કાર્યક્રમ અંતર્ગત ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી તાલુકા શાખા દ્વારા જિલ્લા ભાજપ, પોરબંદર અને પાયોનિયર ક્લબ, પોરબંદરના સહયોગથી પ્રાથમિક શાળા, સુભાષનગર ખાતે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજનમાં આવ્યો. જેનો લાભ મોટી સંખ્યામાં લીધો.

આ પ્રસંગે કેન્દ્રીય શ્રમ, રોજગાર, રમતગમત અને યુવા બાબતોના મંત્રી તેમજ પોરબંદરના માન. સાંસદ ડૉ. મનસુખભાઈ માંડવીયા, માન. ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, માન. પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખરીયા સહિતના આગેવાનો હાજર રહ્યા.

પોરબંદર જિલ્લા રેડક્રોસના ચેરમન તરીકે નિમણુંક થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન શ્રી રામદેવભાઈ મોઢવાડીયા
26/09/2025

પોરબંદર જિલ્લા રેડક્રોસના ચેરમન તરીકે નિમણુંક થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન શ્રી રામદેવભાઈ મોઢવાડીયા

માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસથી શરૂ થયેલ સેવા પખવાડીયા કાર્યક્રમ અંતર્ગત ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી તાલ...
25/09/2025

માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસથી શરૂ થયેલ સેવા પખવાડીયા કાર્યક્રમ અંતર્ગત ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી તાલુકા શાખા દ્વારા જિલ્લા ભાજપ, પોરબંદર અને પાયોનિયર ક્લબ, પોરબંદરના સહયોગથી સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેનો લાભ લેવા વિનંતી છે.

તારીખ : 26/09/2025 (શુક્રવાર)
સમય : સાંજે 05:00 થી 07:00 વાગ્યા સુધી
સ્થળ : પ્રાથમિક શાળા સુભાષનગર, પોરબંદર

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસથી શરૂ થયેલ "સેવા પખવાડિયા" કાર્યક્રમ અંતર્ગત ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી...
20/09/2025

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસથી શરૂ થયેલ "સેવા પખવાડિયા" કાર્યક્રમ અંતર્ગત ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, પોરબંદર તાલુકા શાખા દ્વારા ભારતીય જનતા પાર્ટી, પોરબંદર, માન. ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના કાર્યાલય અને પાયોનિયર ક્લબના સહયોગથી પોરબંદરમાં ઝુંડાળા બર્ડાઈ બ્રહ્મસમાજ ખાતે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

Address

Porbandar
360575

Alerts

Be the first to know and let us send you an email when Indian Red Cross Society - Porbandar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Indian Red Cross Society - Porbandar:

Share