14/06/2024
*वृक्ष रक्षति रक्षितः*
#પાટણ
સર્વે સંસ્થાના પ્રતિનિધિઓ સમગ્ર વિશ્વ કલાઈમેન્ટ ચેન્જની અસરો ભોગવી રહ્યું છે.આ ઉનાળામાં આપણું પાટણમાં પણ અગન જ્વાળાઓ ની જેમ ગરમીનો પારો પહોંચ્યો છે.આવનાર સમય માટે આપણે સૌએ ચિંતિત થવું પડશે.
મિશન ગ્રીન પાટણ હેઠળ સર્વે સંસ્થાઓના સહયોગ થકી સરસ્વતી કિનારે આપણે એક તરુવન વિકસાવ્યું આજે 50,000 વૃક્ષ લાઈવ જોઈ શકાય.જેનો થોડેક અંશે ફાયદો પણ થયો છે.
પાટણ ને આવા અનેક તરુવનની જરૂર છે.આવનાર ચોમાસામાં આપણે સૌ ભેગા મળી કઈ રીતે વધુ વૃક્ષ ઉછેર કરી શકીએ એના ચિંતન અને આયોજન માટે એક મિટિંગનું આયોજન કર્યું છે.પોતાની ફરજ સમજી સૌ એ હાજરી આપવા વિનંતી.
તારીખ : 16 -06-2024 રવિવારને સવારે 09:00કલાકે.
#સ્થળ : સરદાર પટેલ રમત ગમત સંકુલ કોન્ફરન્સ હોલ, અનાવડા દરવાજા પાસે પાટણ.
Patan City - પાટણ