26/01/2026
૨૬ મી જાન્યુઆરી ૭૭ પ્રજાસત્તાક દિનની ઉજવણી વાત્સલ્ય શાળા માં કરવામાં આવી. માનવ આરોગ્ય સેવા કેન્દ્ર નાં ટ્રેઝરર ટ્રસ્ટી શ્રી અશોકભાઈ ક્રિષ્નાની સાહેબ નાં વરદ્ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું આ પ્રસંગે માનવ આરોગ્ય સેવા કેન્દ્ર નાં ચેરમેન શ્રી દિનેશભાઈ સાકરીયા સાહેબ, પ્રોજેક્ટ ચેરમેન ડૉ. કુરેશી સાહેબ, સેક્રેટરી શ્રી દિનેશભાઈ શાહ સાહેબ ટ્રસ્ટીશ્રી અનિરુદ્ધભાઈ, ટ્રસ્ટી શ્રી ચેતનભાઈ ચાંપાનેરી વિમેન્સ વિંગ નાં સભ્ય શ્રીમતી દામીનીબેન શાહ તેમજ ડૉ માઝ કુરેશી તથા ડો. કુરેશા મેડમ અને એડમીન શ્રી અજયભાઈ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા.શાળા નાં બાળકો તથા વાલીઓ એ હાજર રહ્યા.શ્રી અશોકભાઈ એ પ્રજાસત્તાક દિનની સૌને શુભેચ્છા પાઠવી અને અભાર વ્યક્ત કર્યો,શ્રી દિનેશભાઈ સાકરીયા સાહેબે અને ડો.કુરેશી સાહેબે પ્રજાસત્તાક દિવસ ની શુભકામના પાઠવી ઉપસ્થિત મહેમાનો ને સંબોધન કર્યું, વાત્સલ્ય શાળા નાં બાળકો એ દેશભક્તિ ગીત પર પર્ફોર્મન્સ કર્યું તથા જુદા જુદા બે પિરામિડ રજૂ કર્યા,એ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન શાળાના આચાર્ય સાધનાબેને કયું,,