05/06/2026
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવવા અને પ્રકૃતિના જતનનો સંદેશ આપવા માટે નૈસર્ગિક ટ્રસ્ટ દ્વારા પાલનપુરના જાણીતા શૈક્ષણિક સંસ્થાન પરિવાર ક્લાસીસ ખાતે એક વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષની મુખ્ય થીમ "પ્રકૃતિ તરફ પાછા વળવું" રાખવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત સૌ કોઈને આધુનિકતાની સાથે પ્રકૃતિ સાથે કેવી રીતે સુમેળ સાધવો તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.