03/07/2026
ગાંધીઘર કછોલી સંચાલિત શાળાઓનો ૬૪મો સ્થાપના દિન અને નવા વર્ષમાં પ્રવેશ પામેલ બાળકોનો શાળા પ્રવેશોત્સવની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી.
ગાંધીઘર કછોલી સંચાલિત બંને વિશિષ્ટ શાળાઓ બ.અને ઈ.નાયક બહેરા મૂંગાની શાળા,કછોલી અને ગ.કી.નાયક બધિર કન્યા વિધાલય,કછોલીમાં તારીખ ૦૨ જુલાઈ ૨૦૨૬ના રોજ શાળા પ્રવેશોત્સવ અને શાળા સ્થાપના દિનની સંયુક્ત રીતે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ ગરિમામય પ્રસંગે નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિરાલીબેન એન. નાયક અતિથિ વિશેષ અને અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા.
આજથી ૬૪ વર્ષ પહેલાં, એટલે કે તા. ૨/૭/૧૯૬૨ ના રોજ આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. સ્થાપના દિન નિમિત્તે સંસ્થાની લાંબી અને સફળ શૈક્ષણિક સફરને યાદ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય દિવ્યાંગ બાળકોને શિક્ષણ સાથે જોડવાનો હતો. આ જ પવિત્ર દિવસે શાળામાં નવા પ્રવેશ પામેલા બાળકો માટે 'શાળા પ્રવેશોત્સવ' યોજાયો હતો, જેમાં નવા વિદ્યાર્થીઓનું હાર્દિક અને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
શાળા પ્રવેશોત્સવના આ વિશેષ પ્રસંગે કુ.ઋત્વિ પરેશભાઇ નાયક શ્રી પરેશભાઇ નાયક અને શ્રીમતી જાગૃતિબેન નાયક પરિવાર તરફથી ઉદારતા દાખવીને નવા પ્રવેશ મેળવનાર તમામ બાળકોને પ્રોત્સાહન સ્વરૂપે સ્કૂલબેગ ભેટ આપવામાં આવી હતી.
આ મંગલમય સમારોહમાં સંસ્થાના આદરણીય ટ્રસ્ટીશ્રીઓ, શાળાના તમામ કર્મચારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં વાલીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.