Gram Seva Trust-Kharel

Gram Seva Trust-Kharel Gram Seva Trust is Non Profit Organization, working for Health, Education and Women Empowerment of Tribal community of South Gujarat-India

18/08/2026
પુરગ્રસ્ત વિસ્તારોમાં સંસ્થા દ્વારા જીવનજરૂરી ચીજવસ્તુઓની કીટનું વિતરણ શરુ કર્યું છે.  વિસ્તારોની રૂબરૂ મુલાકાતમાં અનુભવ...
29/07/2026

પુરગ્રસ્ત વિસ્તારોમાં સંસ્થા દ્વારા જીવનજરૂરી ચીજવસ્તુઓની કીટનું વિતરણ શરુ કર્યું છે. વિસ્તારોની રૂબરૂ મુલાકાતમાં અનુભવાયું છે કે લોકોને ખુબ જ નુકશાન થયું છે અને તેમને આવનારા દિવસોમાં અલગ અલગ રીતે મદદની જરૂર પડશે......આપમાંથી કોઈ પણ આ સેવા યજ્ઞમાં કોઈને કોઈ રીતે જોડાવા કે સહયોગ આપવા ઈચ્છતા હોય તો જરૂરથી સંસ્થાનો સંપર્ક કરશો....

ગૌરવની ક્ષણ... નુતન ભારતી-મડાણા દ્વારા ડો. અશ્વિન ભાઈ અને ડો. હર્ષાબેન શાહને  "શ્રી રામજીભાઈ વહોરા સેવા સન્માન" પુરસ્કાર...
19/07/2026

ગૌરવની ક્ષણ...
નુતન ભારતી-મડાણા દ્વારા ડો. અશ્વિન ભાઈ અને ડો. હર્ષાબેન શાહને "શ્રી રામજીભાઈ વહોરા સેવા સન્માન" પુરસ્કાર-૨૦૨૬થી, ગુજરાતના પૂર્વ નાયબ મુખ્ય મંત્રી શ્રી નરહરિભાઈ અમીન તથા અન્ય મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા...

સંસ્થા દ્વારા યોજાયો " નવદંપતિ મેળો"......દર વર્ષની માફક નવ દંપતિને સુખી જીવન માટે જરૂરી વિષયો ઉપર વિવિધ રમતો, ઓડિયો વિઝ...
22/06/2026

સંસ્થા દ્વારા યોજાયો " નવદંપતિ મેળો"......
દર વર્ષની માફક નવ દંપતિને સુખી જીવન માટે જરૂરી વિષયો ઉપર વિવિધ રમતો, ઓડિયો વિઝ્યુલની મદદથી વિસ્તુત માહિતી આપવાના ઉદેશ સાથે આજરોજ નવદંપતિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.....

"રક્ત દાન, મહા દાન"..................આજ રોજ સંસ્થાના કેમ્પસમાં નેત્રયજ્ઞની સાથે સાથે  રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્...
13/06/2026

"રક્ત દાન, મહા દાન"..................

આજ રોજ સંસ્થાના કેમ્પસમાં નેત્રયજ્ઞની સાથે સાથે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થાના કર્મવીરો સહિત આજુબાજુ ગામના સ્વંયસેવકોએ ઉત્સાહ પૂર્વક જોડાઈને કુલ ૪૪ બોટલ રક્ત એકત્રિત કર્યું. સંસ્થા તરફથી રક્તદાન કરનારા દાતાઓને કાપડની થેલી તથા તમાલપત્રની કલમ આપીને પર્યાવરણ જતનને પણ પ્રોત્સાહન આપ્યું. દાતાઓનો ખુબ ખુબ આભાર...
"રક્ત દાન, મહા દાન"

સંસ્થાના મહિલા આર્થિક સશક્તિકરણ કાર્યક્રમ હેઠળ સંસ્થા દ્વારા તલોધ અને પાથરી ગામ ખાતે ચાલતા બ્યુટીશીયન તાલીમ વર્ગ સફળતાપૂ...
13/06/2026

સંસ્થાના મહિલા આર્થિક સશક્તિકરણ કાર્યક્રમ હેઠળ સંસ્થા દ્વારા તલોધ અને પાથરી ગામ ખાતે ચાલતા બ્યુટીશીયન તાલીમ વર્ગ સફળતાપૂર્વક પૂર્ણ કરેલ ૩૪ બહેનો માટે પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તથા બહેનોને સ્ટાર્ટઅપ કીટ પણ આપવામાં આવી. તે ઉપરાંત ડાંગ અને નવસારી જીલ્લાના ૧૦ બહેનોને ખેતીમાં ઉપયોગી ટપકપદ્ધતિની કીટ રાહત દરે આપવામાં આવી.

અંધજન શાળા શીવારીમાળ કેન્દ્ર ખાતે સ્ત્રીરોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં આજુબાજુના ગામોના કુલ ૪૭ બહેનોએ આ શિબિરનો...
13/06/2026

અંધજન શાળા શીવારીમાળ કેન્દ્ર ખાતે સ્ત્રીરોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં આજુબાજુના ગામોના કુલ ૪૭ બહેનોએ આ શિબિરનો લાભ લીધો.

30/05/2026

એક અસામાન્ય ઘટના.......
મેગેઝીનના લેખના વાંચને સંસ્થાને જીવનપર્યન્તની મૂડીનું દાન.

આપણી દરેકની જિંદગીમાં અનેક ઘટનાઓ બનતી રહે છે અને ઘટમાળોમાં અસામાન્ય બનતી હોય છે, જે આપણે માટે તો કાયમી યાદગીરી રૂપ બનતી હોય, પરંતુ સાથે સાથે અન્ય નજીકના માટે કે સમાજ માટે જણાવવા લાયક લાગે છે. આપણી એ કદાચ નૈતિક ફરજ પણ બની જાય છે. આવી જ એક ઘટના મારી જિંદગીમાં હાલમાં બની છે, જે જાહેર કરવી મને યોગ્ય લાગે છે કે મારી નૈતિક ફરજ લાગે છે, એવી પ્રતીતિ મને થઈ રહી છે.
પૂર્વભૂમિકા તથા સંદર્ભ :- આ લેખ લખવાનો કે પ્રસિધ્ધ કરવાનો આશય પ્રશિસ્ત કે પ્રસિધ્ધિનો નથી તથા આ સત્ય ઘટના છે, એની નોંધ લેવી જરૂરી છે. અમે “ગ્રામ સેવા ટ્રસ્ટ” દ્વારા ખારેલ જિ. નવસારી ખાતે છેલ્લા ૩૨ વર્ષથી નવસારી તથા ડાંગ જિલ્લાના ગામોમાં આરોગ્ય તથા ડાંગ જિલ્લાના ગામોમાં આરોગ્ય તથા ગ્રામીણ વિકાસના કાર્યો કરીએ છીએ. ૧૦૦ બેડની એક ચેરીટેબલ હોસ્પિટલ ખારેલ ખાતે ચલાવીએ છીએ.
મારો “બાબા આમ્ટેની સંસ્થાની યાત્રા” નામે લેખ જુલાઈ ૨૦૨૩ના નવનીત સમર્પણના અંકમાં છપાયો હતો, જેમાં મેં આ સંસ્થાની મુલાકાત બાદ સંસ્થાની માહિતી આપી હતી.
આ લેખ બાદ એક દિવસ સૌરાષ્ટ્રના જુનાગઢ નજીકના ગામમાંથી એક બેનનો લેન્ડલાઇન પર ફોન આવ્યો હતો. વયસ્ક, લગભગ ૮૦-૮૫ વર્ષની વય, પથારીવશ, મણકાની તકલીફ હતી. તેમણે મારો લેખ આ વયે વાંચ્યો અને મારો (“નવનીત”માં છેલ્લા પાને લેખકનું એડ્રેસ/ ફોન આપવાની પ્રથા છે) ફોન શોધી રાખીને વાત કરી હતી. તેમણે દાનની ઈચ્છા કરી એમના એક સગાનો સંપર્ક આપ્યો હતો, જે અમારો સંપર્ક કરી તેમના વતી દાન આપશે એવી માહિતી આપી હતી. અમે આ એડ્રેસ પર તેમને તથા તેમના સગાને અમારું સંસ્થાનું સાહિત્ય મોકલી આપ્યું હતું. ત્યારબાદ સગાએ કોઈ સંપર્ક ન કરતા આ વાત ભૂલાય ગઈ હતી.
હવેથી એમનો આપણે શોભનાબેન તરીકે આ લેખમાં ઉલ્લેખ કરીશું.(એમનું નામ બદલેલું છે)
હમણાં ૧૩ મી એપ્રિલે (૧૩/૦૪/૨૦૨૬) અમારી હોસ્પિટલના PRO કમલેશ નાયક પર લેન્ડલાઈન પર એક શોભનાબેન નામના બહેનનો ફોન આવે છે. અવાજ પરથી શોભનાબેન વયસ્ક લાગતા હતા. પરંતુ તેમના અવાજમાં ખૂબ જુસ્સો અને ઉતાવળે બોલી રહ્યા હતા. તેમણે પોતે સંસ્થાને દાન કરવા માટે ઈચ્છા બતાવી. ત્રણ વર્ષ પહેલાં દાન આપવા માટે ફોન કર્યો હતો અને તેમણે પોતાના સગાનો સંપર્ક આપ્યો હતો પરંતુ તે શક્ય ન થતાં ફરીથી આજે તમારી સંસ્થાનાં અહેવાલ શોધી ફોન કર્યો છે એમ જણાવ્યું અને સંસ્થાની તાત્કાલિકની જરૂરીયાત પૂછતા PROએ સાત લાખ દાનની (Xray મશીન તથા ગરીબ દર્દી માટે) હાલની જરૂરીયાત જણાવી . જેનો તેમણે હકારાત્મક પ્રતિભાવ આપી અને બીજે દિવસે આ રકમ બેંકમાં મોકલી આપી.
અમને ત્રણ વર્ષ બાદ આ જ શોભનાબેને અમારો સંપર્ક કર્યો એ બીના ખૂબ આશ્ચર્યજનક લાગી આથી તેમની સાથે વધુ વાત બે દિવસ પછી કરતાં જે હકીકત જાણવા મળી તે ખૂબ જ અચંબાભરી અને વિસ્મયકારક હતી.
“તેમને પોતાની શારીરિક તકલીફ, કમર, સાધાઓની તકલીફ, પથારીવશ વધુ સમય આરામ કરવો પડે, અવિવાહિત આથી એકલા જ રહે છે. ઘરે બીજું કોઈ મદદગાર નથી. પોતે નિવૃત માધ્યમિક શાળાની શિક્ષિકા છે. જુનાગઢ રહે છે. સગાવ્હાલા કોઈ તેમનો સંપર્ક કરતા નથી. જેથી તેમણે પોતાની ઉંમર તથા શારીરિક પરિસ્થિતિને લીધે પોતે બચાવેલ મૂડીનું યોગ્ય દાન યોગ્ય જગ્યાએ કરી દેવું છે. પોતે લાંબુ જીવવાના નથી અને શારીરિક મર્યાદાને લીધે ફરીથી જૂના પુસ્તકોમાંથી અમારી સંસ્થાનું સાહિત્ય શોધીને ફોન કર્યો અને સાત લાખ રૂપિયા તુરત જ બેંકમાં ચેક આપી સંસ્થાનાં ખાતામાં ટ્રાન્સફર કરાવી દીધા”
અમને આશ્ચર્ય થયું – આ ઉંમરે પથારીવશ એક વ્યક્તિ “નવનીત “ નો લેખ વાંચે, યાદ રાખે, ફરીથી મેગેઝીન શોધે અને સંપર્ક કરે. આથી અમને દાન આપવા વિશ્વાસ થવાનું કારણ જાણવા ફોન કર્યો. તેમણે જે માહિતી આપી તે અમારા માટે ખૂબ જ આનંદદાયક અને સંસ્થાની પ્રવૃત્તિ તથા પારદર્શિતા માટે ગૌરવ ઉત્પન્ન થાય એવી છે. તેમણે ફોન પર જણાવ્યું “ તમારી પ્રવૃત્તિ અને અહેવાલ વાંચી મને લાગ્યું કે, ડો અશ્વિનભાઈ અને તેમની ટીમ જ મારા જીવનની વર્ષોની અધૂરી ઈચ્છા સમાજના સેવાકાર્યમાં ખાસ કરીને ગરીબો તથા બાળકોના શિક્ષણ માટે મારી બચતનો સદ્દપયોગ થાય એ ચોક્કસ પૂર્ણ કરી શકશે” તેમણે બીજા લગભગ ૮૦ લાખ રૂપિયાની બેંકની ડીપોઝીટને પણ દાનમાં જ વાપરવાની ઈચ્છા વ્યક્ત કરી અને એ રકમ મુદતે પાકે પછી સંસ્થાને દાન તરીકે મળે એ માટે નોમીની તરીકે બેંકમાં ગોઠવણ કરી આપી છે.
આવી ઘટનાને આપણે કઈ રીતે મૂલવશું ને યાદ રાખીશું ? ૮૦ વર્ષની શારીરિક મુશ્કેલી સાથે પથારીવશ, એકલવાયું જિંદગી જીવતી, “નવનીત સમર્પણ” જેવા મેગેઝીન વાંચે છે ! આ લેખ વાંચીને લેખકનો એના એડ્રેસ પર દાન માટે લગભગ ૩ વર્ષ બાદ સંપર્ક કરે છે અને વિશ્વાસથી દાન આપે છે ! શું વિચારીશું ? હજી પણ લોકો વાંચે છે, એક લેખ પરથી લેખક પર વિશ્વાસ મૂકે છે અને સંસ્થા વિષે માહિતી મેળવી જીવનભરની મૂડીને દાન આપવા ફોન કરે છે. સંસ્થાની પારદર્શિતા કે પ્રવૃત્તિ દાન આપવા પ્રેરી ગઈ હશે?
(બહેનના સાચા નામનો તથા સાચા ગામનો ઉલ્લેખ ગુપ્ત રાખવાના હોવાથી કર્યો નથી. બંને બદલેલા છે )

Address

Gram Seva Trust-Kharel, Taluka:-Gandevi, Dist-Navsari
Navsari
396430

Alerts

Be the first to know and let us send you an email when Gram Seva Trust-Kharel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Gram Seva Trust-Kharel:

Shortcuts

Share