31/07/2026
પદ્મશ્રી ડાહ્યાભાઈ શાસ્ત્રીજી દ્વારા સ્થાપિત બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય નડિયાદ ખાતે તારીખ:29.07.2026 ના રોજ ગુરુપૂર્ણિમા ઉત્સવ ઉજવવામાં આવ્યો. બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય ના ઋષિકુમારો દ્વારા સંપૂર્ણ કાર્યક્રમ નું સંચાલન કરવામાં આવ્યું. આ દિવસે ઋષિકુમારો દ્વારા વ્યાસ પૂજન, ગો પૂજન, શોભા યાત્રા, ભજન, ભાષણ, ગીત, ગુરુ પૂજન, ગુરુ દક્ષિણા સ્વરૂપે રામાયણ, શ્રીમદ્ ભાગવત વગેરે ગ્રંથો અને વ્યાકરણ, ન્યાય, જ્યોતિષ, વેદ, સાહિત્ય વગેરે શાસ્ત્રોના ગ્રંથો નુ કંઠસ્થીકરણ કરી ગુરુજીઓ ને સમર્પણ કરી સાચી ગુરુદક્ષિણા સમર્પણ કરી હતી. આ અવસરે અધ્યાપક શ્રી ડૉ. સંજયકુમાર બ્રહ્મભટ્ટ સર તથા શ્રી ભદ્રેશભાઈ ગુરુજી અને શ્રી વ્રજેશભાઈ પંડિત દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન, બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય ના પ્રધાનાચાર્યશ્રી ડૉ. અમૃતલાલ ભોગાયતા ગુરુજી દ્વારા ગુરુમહિમા, બ્રહ્મર્ષિ સંસ્કાર ધામ નડિયાદ ના અધ્યક્ષ શ્રી દેવેન્દ્રભાઈ દવે દ્વારા પ્રેરણાત્મક ઉ