Sardar Vallabhabhai Stree Adhyapan Mandir,Nadiad

Sardar Vallabhabhai Stree Adhyapan Mandir,Nadiad PTC COLLEGE

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ડી.એલ.એડ (D.El.Ed.) દ્વિતીય વર્ષની નડિયાદ ખાતે  પરીક્ષાનો આજથી પ્રારંભ પ્રાથમિક શાળાઓ માટે શિ...
21/04/2026

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ડી.એલ.એડ (D.El.Ed.) દ્વિતીય વર્ષની નડિયાદ ખાતે પરીક્ષાનો આજથી પ્રારંભ

પ્રાથમિક શાળાઓ માટે શિક્ષકો તૈયાર કરતી ડી.એલ.એડ (D.El.Ed.)કોલેજમાં અભ્યાસ કરતા દ્વિતીય વર્ષના વિધાર્થીઓ માટેની વાર્ષિક પરીક્ષાનો ગુજરાતની સાથે ખેડા જિલ્લામાં પણ પ્રારંભ થયો છે.
નડિયાદ સ્થિત સરદાર વલ્લભભાઈ સ્ત્રી અધ્યાપન મંદિર ખાતે સંસ્થાના પ્રમુખ દિનશા પટેલ, મંત્રી ભગવતીબેન પંડ્યા, ડાયરેક્ટર નલીનભાઇ પંડ્યા આચાર્યા ડૉ. પ્રીતિબેન રાઠોડ તેમજ અધ્યાપકોએ તાલીમાર્થી દીકરીઓને પેન, પુષ્પ, મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.

આચાર્યા ડૉ.પ્રીતિબેન રાઠોડે જણાવ્યું હતું કે, રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાતી ભાવિ શિક્ષકો માટેની ડી.એલ.એડ (D.El.Ed.) દ્વિતીય વર્ષની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છેઆ વિધાર્થીઓ પી એમ પટેલ હાઈસ્કૂલ ડભાણ ખાતે પરીક્ષા આપી રહ્યા છે. દરેકને સંસ્થા પરિવાર તરફથી શુભેચ્છાઓ પાઠવી શાંત ચિત્તે પરીક્ષા આપવા માર્ગદર્શન આપયું છે.

05/12/2025

કેરિયર ભેટ નહીં પણ પરિશ્રમ

"તીન અક્ષર અહિંસા કા પઢે સો પંડિત હોય" સંવાદકર્તા: ડંકેશ ઓઝા
03/10/2025

"તીન અક્ષર અહિંસા કા પઢે સો પંડિત હોય"
સંવાદકર્તા: ડંકેશ ઓઝા

નવરાત્રી ઉજવણી સરદાર વલ્લભભાઈ સ્ત્રી અધ્યાપન મંદિર નડિયાદ         ,
03/10/2025

નવરાત્રી ઉજવણી
સરદાર વલ્લભભાઈ સ્ત્રી અધ્યાપન મંદિર નડિયાદ
,

03/10/2025

ગાંધીગીત
સરદાર વલ્લભભાઈ સ્ત્રી અધ્યાપન મંદિર નડિયાદ , ,

03/10/2025

નવરાત્રી ગરબા :સરદાર વલ્લભભાઈ સ્ત્રી અધ્યાપન મંદિર, નડિયાદ #નવરાત્રી

03/10/2025

મહાત્મા ગાંધી અને આપણે :ડૉ. પ્રીતિ રાઠોડ ,

નડિયાદની સરદાર વલ્લભભાઈ સ્ત્રી અધ્યાપન મંદિરમાં ભાવિ શિક્ષિકાઓનું ભવ્ય સ્વાગત કરાયું શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શિક્ષણ...
02/07/2025

નડિયાદની સરદાર વલ્લભભાઈ સ્ત્રી અધ્યાપન મંદિરમાં ભાવિ શિક્ષિકાઓનું ભવ્ય સ્વાગત કરાયું

શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શિક્ષણમાં શિક્ષક માટે તાલિમ સંસ્થાઓમાં ડી. એલ. એડ અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે.નડિયાદની વિઠ્ઠલ કન્યા કેળવણી મંડળ સંચાલિત સરદાર વલ્લભભાઈ સ્ત્રી અધ્યાપન મંદિરમાં અધ્યાપન મંદિર સ્ટાફ પરિવાર અને દ્વિતીય વર્ષની વિધાર્થીનીઓ દ્વારા ભાવિ શિક્ષિકાઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

વાલીઓ સાથે સંવાદ કરી સંસ્થાની માહિતી, નિયમોની સમજ આપી સંસ્થાના આચાર્ય ડૉ. પ્રીતિ રાઠોડે જણાવ્યું હતું કે, ભાવિ શિક્ષિકાઓએ પોતાની સંસ્થામાં પ્રવેશોત્સવ સહિતના કાર્યક્રમો ઉજવવા પડશે એટલે અમે કકું તિલક, પુષ્પ, મોં મીઠું કરાવી તાલીમાર્થઓનું સ્વાગત કર્યું હતું અને પ્રવેશોત્સવની સમજ આપી હતી.દીકરીઓને સંસ્થાના નિયમો અને વાલીઓના સહયોગની સમજ આપવામાં આવી હતી.
સંસ્થાના પ્રમુખ દિનશા પટેલ, મંત્રી ભગવતીબેન પંડ્યા, સંસ્થાના અધ્યાપકોએ પણ આશીર્વાદ પાઠવી સ્વાગત કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે,રાજ્યભરમાં ચાલુ વર્ષે ડી. એલ. એડ માં પ્રવેશ માટે ભારે ધસારો જોવા મળ્યો હોઈ ઊંચું મેરીટ રહ્યું છે.નડિયાદની ગાંધી મૂલ્યો સાથે ચાલતી સંસ્થા પાયાની કેળવણી સાથે જીવન ઘડતરના કાર્યક્રમો યોજે છે.

22/06/2025

Address

Viththal Kanya Vidhyalay
Nadiad
3870001

Telephone

0268-2523799

Website

Alerts

Be the first to know and let us send you an email when Sardar Vallabhabhai Stree Adhyapan Mandir,Nadiad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share