Samaj Utkarsh

Samaj Utkarsh Samaj Utkarsh
Maheshwari - The Followers of Barmatipanth
Positive Vibes • History • Events
Values | Culture | Inspiration

15/05/2026

મુન્દ્રા તાલુકાનાં બેરાજા ગામ મધ્યે શ્રી બેરાજા મહેશ્વરી સમાજ સમિતિ દ્વારા ગામમાં સામુહિક લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જે સામાજીક એકતા અને સંસ્કૃતિને જાળવી રાખતી એક અનોખી અને પ્રેરણાદાયી પહેલ બની છે. સામાન્ય રીતે સમૂહલગ્નોમાં કન્યાપક્ષ અને વરપક્ષ તેમજ પરિવારજનોને ઘરથી દૂર જવું પડતું હોય છે, જેના કારણે મુસાફરી, રહેઠાણ અને વ્યવસ્થાની અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પરંતુ બેરાજામાં યોજાયેલા આ સામુહિક લગ્નોએ સમાજને એક નવી દિશા બતાવી છે.

આ આયોજનમાં કન્યાઓના લગ્ન તેમના પોતાના ઘરે જ પરંપરાગત રીતરિવાજો અને ધામધૂમ સાથે સંપન્ન કરવામાં આવ્યા. જેમાં ગણેશ સ્થાપના, વનાડો, ચૉરી સહિતની તમામ ધાર્મિક વિધિઓ ઘરે જ યોજાઈ હતી અને દાંડિયારાસ તેમજ જમણવાર સહિતનાં કાર્યક્રમો એક જ મંડપમાં યોજાયા હતા. પાંચ કન્યાઓના પરિવારો એકસાથે આવી સામુહિક લગ્ન માટે તૈયાર થયા હતા અને સમગ્ર આયોજનની જવાબદારી શ્રી બેરાજા મહેશ્વરી સમાજ સમિતિએ સંભાળી હતી અને સમગ્ર ગામ એકતા અને ઉત્સાહથી જોડાયું હતું. આ સામુહિક લગ્નમાં મહેશ્વરી સમાજ ઉપરાંત મુસ્લિમ સમાજ, ક્ષત્રિય સમાજ સહીત અન્ય સમાજો પણ યોગદાન આપ્યું હતું અને પ્રત્યેક કન્યાવધુને ઘરવખરીની વસ્તુઓ, રોજીંદી ઉપયોગીની વસ્તુઓ સહિત જરૂરી સામાન મળીને અંદાજે સવા લાખનો દહેજ (કરિયાવર) આપવામાં આવ્યું હતું.

સમૂહ લગ્ન ગરીબ અને મધ્યમવર્ગના પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે. ઓછા ખર્ચે લગ્ન થતા પરિવારોને આર્થિક રાહત મળે છે તેમજ સમય અને વ્યવસ્થાનો પણ બચાવ થાય છે. સાથે સાથે સમાજમાં એકતા, સહકાર અને ભાઈચારાની ભાવના વધુ મજબૂત બને છે. જયારે બેરાજા ખાતે થયેલા આ અનોખા સામુહિક લગ્નો એ બતાવ્યું છે કે પરંપરા અને આધુનિક આયોજન વચ્ચે સંતુલન સાધી સમાજને વધુ સુવિધાજનક અને લાગણીસભર વિકલ્પ આપી શકાય છે. સમાજના આગેવાનો અને સ્થાનિક લોકોએ આ પહેલને બિરદાવી અને અન્યો માટે પણ પ્રેરણાદાયી ગણાવી હતી.આ સામૂહિક લગ્નના સફળ આયોજનમાં મુરજીભાઈ આયડી, લાલજીભાઈ બડગા, હરિભાઈ આયડી, મોહનભાઈ મારાજ, સુરેશભાઈ બડગા, વાસુભાઈ આયડી, ધનજીભાઈ આયડી એન્ડ ગ્રુપ, લાલજીભાઈ વિંઝોડા, ફકુભાઈ થાવર, નરેન્દ્રભાઈ વિંઝોડા, બુધિયાભાઈ લાંભા, અરવિંદભાઈ ધેડા, લખુભાઈ બડગા, શિવજીભાઈ બડગા, મુનશીભાઈ વિંઝોડા, ડાયાલાલ પુનાભાઈ આયડી તેમજ સમસ્ત મહેશ્વરી સમાજનો મહત્વપૂર્ણ સહયોગ અને યોગદાન રહ્યું હતું. સમાજના આગેવાનો અને યુવાનોની એકતા તથા સહકારથી સમગ્ર આયોજન સફળ અને યાદગાર બન્યું હતું.

અહેવાલ: રમેશ આયડી (મુંદરા)
પૂરક માહિતી: લાલજીભાઈ બડગા (બેરાજા)

બારમતીપંથનાં આદ્યસ્થાપક અને મહેશ્વરી સમાજનાં ઇષ્ટદેવ પરમ પૂજ્યશ્રી ધણીમાતંગદેવનાં નિર્વાણદિન (અખાત્રીજ) નિમિત્તે કોટિ-કો...
19/04/2026

બારમતીપંથનાં આદ્યસ્થાપક અને મહેશ્વરી સમાજનાં ઇષ્ટદેવ પરમ પૂજ્યશ્રી ધણીમાતંગદેવનાં નિર્વાણદિન (અખાત્રીજ) નિમિત્તે કોટિ-કોટિ વંદન.🙏🏻

ગુજરાત પ્રદેશ મહેશ્વરી સમાજના પ્રમુખપદે નરેશભાઈ મહેશ્વરીની પુનઃવરણી કરવામાં આવી.
18/04/2026

ગુજરાત પ્રદેશ મહેશ્વરી સમાજના પ્રમુખપદે નરેશભાઈ મહેશ્વરીની પુનઃવરણી કરવામાં આવી.

04/02/2026

બારમતીપંથનાં આદ્યસ્થાપક અને મહેશ્વરી સમાજનાં ઇષ્ટદેવ પરમ પૂજયશ્રી ધણીમાતંગદેવની ૧૨૭૩મી જન્મજયંતિની શેણીથરધામ મધ્યે ઉજવણી કરવામાં આવી.

05/01/2026

Address

Mundra

Alerts

Be the first to know and let us send you an email when Samaj Utkarsh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Samaj Utkarsh:

Share