23/11/2025
અમદાવાદ ખાતે સમગ્ર ઘાંચી મુસ્લિમ સમાજ ગુજરાત નાં તેજસ્વી તારલાઓનુ સન્માન કાર્યક્રમ યોજાયો.
મુસ્લિમ સમાજ પોતાની શાળાઓ કોલેજો અને યુનિવર્સિટીઓ બનાવવાની શરુઆત કરે,બાબુભાઈ ટાઢા*
*મુસ્લિમ સમાજનો ઉત્થાન માત્ર શિક્ષણ અને શિક્ષણજ છે ત્યારે દિકરીઓ પોતાના શિક્ષણ સાથે ઈમાનની પણ હીફાઝત કરે. પુર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ.
ભારત દેશ આપણો છે અને આપણાને કોઈ અહીંથી ભગાડી નહીં શકે પરંતુ આપણે પણ સજાગ રહેવા એસ,આઈ આર માં જાગુંત બની કામગીરી કરવી પડશે,, ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા.
સફળ થવું હોય તો લગાતાર પરીશ્રમ કરવું પડશે સ્રી શિક્ષણ નું વ્યાપ વઘ્યો છે ત્યારે આવનારી પેઢી માં સારા ભાવી પેદા કરી #આમીરઈદ્રીસી
સમગ્ર ઘાંચી મુસ્લિમ સમાજ નો અમદાવાદ એ પી જે અબ્દુલ કલામ હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ગુજરાત ભરના 700 જેટલા વિધાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને મહેમાનો હસ્તે સન્માનિત કરવામાં આવ્યા,ઘોરણ દશથી ડોક્ટર, ઈન્જીનિયર, વકીલ, પીએચડી, સહીત ઉચ્ચ અભ્યાસ હાફીઝો આલીમો અને સરકારી નોકરી મેળવનાર યુવાનોને સર્ટીફીકેટ મુમેન્ટ આપી સન્માનિત કર્યા હતા, આ પ્રસંગે ધારાસભ્ય ઈમરાન ખેડાવાલે અને પુર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ , શિક્ષણ શેત્રે મોડાસા માં ક્રાંતી કરનાર બાબુભાઈ ટાઢા, કાર્યક્રમ ના અધ્યક્ષ આમીર ઈલ્યાસ સહીતના લોકો ઉપસ્થિત રહી વિઘાર્થીઓ અને વાલીઓને શિક્ષણ પ્રત્યે જાગુત કરી પ્રોત્સાહિત કર્યા હતા, આ પ્રસંગે મહાનુભાવો એ મુસ્લિમ સમાજના શિક્ષણ વિશે ચિંતન કરતાં તમામ જીલ્લામાં ઘાંચી સમાજની શાળાઓ અને શિક્ષણ સંકુલ ઉભા કરવા આહવાન કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે પુર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે હાલની મુસ્લિમ પરીસ્થીતી અને સમાજે સજાગ રહેવાની હાકલ સાથે શિક્ષણ જ ઉપાય છે તેમ જણાવી દિકરીના શિક્ષણ ની ઉપયોગીતા સાથે ઈમાનની હીફાઝતની પણ વાત કરી હતી, આ પ્રસંગે બાબુભાઈ ટાઢા એ મોડાસા ખાતે મુસ્લિમ સમાજની વિકાસમા કરેલ ક્રાંતી વિશે ઝીણાવટ કરી શાળા કોલેજો સ્થાપવા પ્રયાસ કરવા અપીલ કરી હતી, આ કાર્યક્રમમાં ઉપસ્થિત ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ શિક્ષણ સાથે મુસ્લિમ સમાજે એસ આઈ આર પ્રક્રીયા સહીત ની મુમેન્ટ માં જાગૃત બનવા અપીલ કરી હતી, આ કાર્યક્રમના અઘ્યક્ષ આમીર ઈદ્રીસીએ સફળ થવા માટે સતત પ્રયાસ ની જરુર સાથેવ મહત્વના મુદ્દાઓ પર ભાર મુકી પૈસા ની ઉણપને બદલે કોઈ મુસ્લિમ શિક્ષણ થી વાંચીત ના રહે તે માટે તેમની સંસ્થા પ્રયાસ કરે છે તેમ કહી શિક્ષણ નું યોગદાન અને સમાજને જરુરી સુચનો કર્યા હતા,
આ કાર્યક્રમના પ્રારંભે વંથલીના હાફીઝ જેઠવા સાહબ દ્રારા કુર્આન શરીફની તીલાવતથી કરવામાં આવી હતી, નો ચિતાર સેક્રેટરી સલીમભાઇ આગોલીયા અને શિક્ષણ સમિતિ ચેરમેન ઈદ્રીશ મુશા દ્રારા કરવામાં આવી હતી, આ કાર્યક્રમ સફળ બનાવવા સમગ્ર ઘાંચી સમાજના પ્રમુખ યુસુફભાઈ તવક્કલ ,ખજાનચી હારુન ભાઈ કોતલ, યાસીન ભાઈ આગવાન, ફીરોજ ચોટલીયા, અમીનભાઈ બીલખિયા, સહીત આગેવાનો સહીત ના સેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી, આ કાર્યક્રમમાં 34 મુસ્લિમ યુવક યુવતીઓ સરકારી નોકરી મેળવવા સફળ થયા છે તેઓને સન્માનીત કરાયા હતા.