VUF Mehsana

VUF Mehsana વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, મહેસાણા જિલ્લા કાર્યાલય

પ્રથમ માળે, ધરતી એવન્યુ, ગાયત્રી મંદિર સામે, હાઇવે, મહેસાણા

+91 9924137152

14/04/2025
તારીખ 13 એપ્રિલ થી 19 એપ્રિલ 2025 દરમ્યાન શ્રીમદ ભાગવત કથાના પૂર્વ આયોજન સ્વરૂપે તા.20/03/2025 ના રોજ રાત્રે 9:00 કલાકે ...
20/03/2025

તારીખ 13 એપ્રિલ થી 19 એપ્રિલ 2025 દરમ્યાન શ્રીમદ ભાગવત કથાના પૂર્વ આયોજન સ્વરૂપે તા.20/03/2025 ના રોજ રાત્રે 9:00 કલાકે સરદારધામ સોસાયટી, મહેસાણા ખાતે જગત જનની માં ઉમિયાની દિવ્ય સમૂહ આરતી તેમજ મીટીંગનું આયોજમ કરવામાં આવ્યું. જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ધર્મ પ્રેમી જનતા અને VUF મહેસાણાના હોદ્દેદારો હાજર રહી દરેક ભાવિક-ભક્તોને ભાગવત કથામાં સહભાગી થવા ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું.

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, અમદાવાદના માર્ગદર્શન હેઠળ VUF મહેસાણા સંગઠન દ્વારા આયોજીત શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરેલ છે... ત...
17/03/2025

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, અમદાવાદના માર્ગદર્શન હેઠળ VUF મહેસાણા સંગઠન દ્વારા આયોજીત શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરેલ છે...

તારીખ : ૧૩/૦૪/૨૦૨૫ થી ૧૯/૦૪/૨૦૨૫
સમય : રાત્રે ૮:૦૦ કલાકે
સ્થળ : અવસર પાર્ટી પ્લોટની સામે, મોઢેરા રોડ, મહેસાણા

તારીખ 13 એપ્રિલ થી 19 એપ્રિલ 2025 દરમ્યાન શ્રીમદ ભાગવત કથાના પૂર્વ આયોજન સ્વરૂપે તા.16/03/2025 ના રોજ રાત્રે 9:00 કલાકે ...
17/03/2025

તારીખ 13 એપ્રિલ થી 19 એપ્રિલ 2025 દરમ્યાન શ્રીમદ ભાગવત કથાના પૂર્વ આયોજન સ્વરૂપે તા.16/03/2025 ના રોજ રાત્રે 9:00 કલાકે આરુષ હાઇટ્સ ફ્લેટ મહેસાણા ખાતે જગત જનની માં ઉમિયાની દિવ્ય સમૂહ આરતી તેમજ મીટીંગનું આયોજમ કરવામાં આવ્યું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ધર્મ પ્રેમી જનતા અને VUF મહેસાણાના હોદ્દેદાર હાજર રહી અને VUF સંસ્થા વિષે માહિતગાર કર્યા અને દરેક ભાવિક-ભક્તોને ભાગવત કથામાં સહભાગી થવા ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું.

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, જાસપુર, અમદાવાદ દ્વારા સમગ્ર ગુજરાતમાં દર શનિવારે માઁ ઉમિયાની આરતીનું આયોજન થાય છે...જેના ઉપલક્ષ્...
08/03/2025

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, જાસપુર, અમદાવાદ દ્વારા સમગ્ર ગુજરાતમાં દર શનિવારે માઁ ઉમિયાની આરતીનું આયોજન થાય છે...

જેના ઉપલક્ષ્યે તા.૦૮-૦૩-૨૦૨૫ ને શનિવારના રોજ રાત્રે ૮-૩૦ કલાકે પાટીદાર નગર સોસાયટી, ધોબીઘાટ, મહેસાણા માઁ ઉમિયાની આરતી સંપન્ન થઈ.

જેમાં સોસાયટીના ધર્મપ્રેમી રહીશો અને VUF મહેસાણા જિલ્લા સંગઠનના હોદ્દેદારશ્રીઓ હાજર રહ્યા હતા...




વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, મહેસાણા જિલ્લા સંગઠન

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સોશિયલ સર્વિસ મહેસાણા શહેર દ્વારા શ્રી દેવેન્દ્રભાઈ શાહના પિતાજીના દુઃખદ નિધનના બારમાના દિવસે બ્લડ...
06/02/2025

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સોશિયલ સર્વિસ મહેસાણા શહેર દ્વારા શ્રી દેવેન્દ્રભાઈ શાહના પિતાજીના દુઃખદ નિધનના બારમાના દિવસે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 30 જેટલી બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું.
આ અનોખા અને સમાજમાં અલગ ચીલો પાડતા રક્તદાન કેમ્પમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન મહેસાણા જિલ્લા પ્રભારી શ્રી વી કે પટેલ સાહેબ, ચેરમેન શ્રી વિનુભાઈ કે પટેલ, મહેસાણા જિલ્લા સોશિયલ સર્વિસના ચેરમેન શ્રી સુકેતુભાઈ પટેલ, સેન્ટ્રલ કમિટી મેમ્બર શ્રી રાકેશભાઈ પટેલ મહેસાણા શહેર વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સોશિયલ સર્વિસના ચેરમેન શ્રી સી કે પટેલ, મંત્રી શ્રી કિરીટભાઈ, શ્રી ધર્મેન્દ્રભાઈ, ઓફિસ સુપરવાઈઝર શ્રી કુંજનભાઈ, શ્રી નિશીતભાઈ, શ્રી લલિતભાઈ, શ્રી દક્ષેશભાઈ અને અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

અમદાવાદના વૈષ્ણોદેવી મંદિર નજીક ૧૦૦ વિઘા જમીનમાં રુ.૨૦૦૦ કરોડના નિધિ સહયોગથી સામાજિક સશક્તિકરણ કેન્દ્ર સમા વિશ્વ ઉમિયાધા...
03/02/2025

અમદાવાદના વૈષ્ણોદેવી મંદિર નજીક ૧૦૦ વિઘા જમીનમાં રુ.૨૦૦૦ કરોડના નિધિ સહયોગથી સામાજિક સશક્તિકરણ કેન્દ્ર સમા વિશ્વ ઉમિયાધામનું નિર્માણ થઇ રહેલ છે,

સંસ્થાના પ્રણેતા અને પ્રમુખશ્રી આર.પી.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ આધ્યાત્મિક ચેતનાના આધાર બિંદુથી સામાજિક અને વ્યાપારિક સંબધોના વૈશ્વિક જોડાણ થકી જરૂરિયાતમંદ પરિવારોને શિક્ષણ, આરોગ્ય, રોજગાર, સ્પોર્ટ્સ, કલ્ચરલ ક્ષેત્રે સન્માનપૂર્વક મદદરૂપ થઈને સમાજ ભાવનાને મજબુત બનાવવા લક્ષ્ય સાથે સંસ્થા અનેકવિધ પ્રવૃત્તિઓ થકી કાર્ય કરી રહી છે.

તે અંતર્ગત જગત જનની મા ઉમિયાની આસ્થાને વિશ્વભરમાં ઉજાગર કરવાના સંકલ્પ સાથે વિશ્વના સૌથી ઊંચા ૫૦૪ ફૂટ દિવ્ય ભવ્ય અને રમ્ય મંદિર નિર્માણ અંતર્ગત સંસ્થા દ્વારા આયોજિત *જગત જનની મા ઉમિયાના દીવ્યરથનું પરિભ્રમણ આજરોજ ઊંઝા તાલુકાના ઐઠોર ગામ મુકામથી વાજતે ગાજતે ભવ્ય શુભારંભ થઇ ચૂકેલ છે* જેમાં સંસ્થાના કેન્દ્રીય સંગઠન મહામંત્રીશ્રી સંજયભાઈ પટેલ, કચ્છ પાટણ ઝોન પ્રભારી શ્રી હર્ષદભાઈ પટેલ,

મહેસાણા જિલ્લા પ્રભારીશ્રી વી.કે.પટેલ, કેન્દ્રીય સંગઠન સમિતિના સભ્યશ્રી

રાકેશભાઈ પટેલ, મહેસાણા જિલ્લા ચેરમેનશ્રી વિનુભાઈ પટેલ SBI, મહેસાણા જિલ્લાના મહામંત્રી ગણપતભાઈ પટેલ, ઊંઝા તાલુકા કન્વીનર શ્રી ભગુભાઈ પટેલ ,
સુરેશભાઈ પટેલ, પરેશભાઈ પટેલ, યતીનભાઈ, મુકેશભાઈ તથા ઐઠોર ગામના ગણપતિ મંદિરના મંત્રી શ્રી રાહુલભાઈ પટેલ, રાજુભાઈ, પ્રકાશભાઈ અને અમિતભાઈ તેમજ સમગ્ર ગ્રામજનો મા ઉમિયાને વધાવવા તેમજ સ્વાગત કરવા ઉપસ્થિત રહ્યા હતા



જગતજનની માઁ ઉમિયાના દિવ્ય રથ પરિભ્રમણના આયોજન રૂપે ઊંઝા તાલુકાના કરણપુર મુકામે - ઉમિયા વાડીમાં એક મહત્વની મીટીંગ યોજાઇ, ...
03/02/2025

જગતજનની માઁ ઉમિયાના દિવ્ય રથ પરિભ્રમણના આયોજન રૂપે ઊંઝા તાલુકાના કરણપુર મુકામે - ઉમિયા વાડીમાં એક મહત્વની મીટીંગ યોજાઇ, જેમાં રથ પરિભ્રમણ માટેની રૂપરેખા નક્કી કરવામાં આવી. સદર મીટીંગમાં મહેસાણા જિલ્લા ચેરમેન શ્રી વિનુભાઈ કે. પટેલ, કેન્દ્રીય કમિટી મેમ્બર શ્રી રાકેશભાઈ વી. પટેલ, મહેસાણા જિલ્લા મહામંત્રી ગણપતભાઇ, મહેસાણા તાલુકા કો.ચેરમેન શ્રી નીતિનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા..
#વિશ્વ_ઉમિયા_ફાઉન્ડેશન


વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, મહેસાણા જિલ્લા સંગઠન

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, જાસપુર, અમદાવાદ દ્વારા સમગ્ર ગુજરાતમાં દર શનિવારે માઁ ઉમિયાની આરતીનું આયોજન થાય છે...જેના ઉપલક્ષ્...
01/02/2025

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, જાસપુર, અમદાવાદ દ્વારા સમગ્ર ગુજરાતમાં દર શનિવારે માઁ ઉમિયાની આરતીનું આયોજન થાય છે...

જેના ઉપલક્ષ્યે તા.૦૧-૦૨-૨૦૨૫ ને શનિવારના રોજ રાત્રે ૮-૩૦ કલાકે સરદાર પટેલ ચોક, લાંઘણજ મુકામે માઁ ઉમિયાની આરતી સંપન્ન થઈ.

જેમાં સોસાયટીના ધર્મપ્રેમી રહીશો અને VUF મહેસાણા જિલ્લા સંગઠનના હોદ્દેદારશ્રીઓ હાજર રહ્યા હતા...




વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, મહેસાણા જિલ્લા સંગઠન

31/01/2025

Address

Mehsana
384002

Alerts

Be the first to know and let us send you an email when VUF Mehsana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share