Voice Of Junagadh

Voice Of Junagadh " જય ગિરનારી "

11/07/2026

એ બિચારા સિંહને ખબર પણ નહીં હોય કે એના આઝાદી ની આ છેલ્લી સવાર છે અને દૂર થી આવેલા યાત્રિક માતાને સપના માં પણ ભનક નહિ હોય કે એના બાળક સાથે ની છેલ્લી સવાર..

11/07/2026

આજે સવારે ગિરનાર ના પગથીએથી સિંહ
બાળક ને લઈ ગયો …

ગઈ કાલથી વિભાગ દૂધધારા યાત્રાઓમાં વ્યસ્ત.. અને ગિરનાર ની સિડીએ સિંહો માણસો ના શિકાર કરતા થયા છે..

આજે વહેલી સવારે ૧૧ વર્ષના એક બાળક પર હુમલો કર્યો. વધુ વિગતો હજુ સામે નથી આવી. બાળક ની શોધખોળ ચાલુ છે.

સિંહ નો બદલતો / બદલાતો સ્વભાવ..
ભવિષ્ય માં ગંભીર પરિણામો આવશે ..
સદીઓ બાદ અચાનક સિંહો માનવભક્ષી બનવા મંડ્યા
આવું શા માટે ?
વેક્સીનેશન ?
જંગલ ની વધતી ગીચતા ?
સિંહોના ખાવા અને મેટિંગના સમયે માનવ વિક્ષેપ ?

ખેર સિંહ અત્યારે ગમે છે, સરકાર કે વનવિભાગ યોગ્ય/નક્કર પગલાં નહીં ભરે તો સિહનફરત નું પ્રતીક બનતા વાર નહીં લાગે..

સિંહ એ એક હિંસક પ્રાણી છે એ કોઈએ ના ભૂલવું જોઈએ.

09/07/2026

૨૦૧૦ માં વિકાસ થયા પછી કોઈ કામ નહીં...

જૂનાગઢ ઝાંઝરડા ગરનાળા પાસે આવેલ કેટલીક સોસાયટીના રહેવાસીઓ કાદવ - કિચડની સમસ્યાઓ વેઠી રહ્યાં છે. વોર્ડ - ૧૧ માં આવેલ ગુલઝાર સોસાયટી, શ્રી કાંત સોસાયટી, જીવનજ્યોત સોસાયટી, આવકાર સોસાયટી ગુલઝાર મેઈન રોડ પર રહેતા સ્થાનિકોએ આજે રોડ - રસ્તાની પડતી મુશ્કેલીઓ અંગે રોષ વ્યકત કર્યો હતો.

સ્થાનિકોએ જણાવ્યું હતું કે, ચોમાસાના પંદર દિવસ પહેલા અમારી સોસાયટીમાં ગટરના કામ કરવામાં આવ્યા છે. ચોમાસું નજીક હોવા છતાં કામગીરી કરવાથી આ સ્થિતિ ઉભી થઈ છે. કાદવ - કીચડમાં વૃદ્ધો અને બાળકો પડી ઈજાગ્રસ્ત પણ થયા છે. જરૂરિયાત ચીજ વસ્તુઓ લેવા જવા માટે બહાર નીકળવામાં પણ મુશ્કેલીઓ પડી રહી છે. બાળકોના સ્કૂલ વાહન આવી શકતા નથી. ચોમાસું આવતા જ દર વર્ષે અમારી સોસાયટીમાં આવી જ સ્થિતિ ઉભી થાય છે.

સ્થાનિકોએ વધુમાં જણાવ્યું કહ્યું હતું કે, ૨૦૧૦ પછી વિકાસના કામ જ કરવામાં આવ્યા નથી અને કઈ કામ કરે તો ચોમાસું આવતા જ કામો કરે છે જેનાથી અમારી સોસાયટીની દશા બગડી જાય છે. પૂરતી સુવિધા પણ મળી રહી નથી હોવાના પણ આક્ષેપો કરાયા હતા.

08/07/2026

કેરલના વાયનાડમાં ભયંકર ભૂસ્ખલન..

વરસાદી માહોલમાં પાણીના વહેણ વાળા વિસ્તારો થી દૂર રહેવું હિતાવહ હોય છે. સાવધાની હટી દુર્ઘટના ઘટી..

🌴

08/07/2026

જૂનાગઢ શીતળા કુંડ વિકાસ/રીનોવેશન માટે સ્થાનિકોએ ૧૪ દિવસ ઉપવાસ આંદોલન કરી લડત ચલાવી હતી. શીતળા કુંડમાં આવેલ મહાદેવના મંદિરમાં પાણી પડતું હોવાની માંગને લઈને સ્થાનિકો ઉપવાસ બેઠા હતા. જે ગઈકાલે માંગ પુરી થતા જણાતા સ્થાનિકો દ્વારા રાત્રે પારણા કરવામાં આવ્યા હતા. વિપક્ષ નેતા શ્રી લલિતભાઈ પરસાણા અને શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી મનોજભાઈ જોષી દ્વારા સ્થાનિકોને મીઠાઈ ખવડાવી પારણા કરાવ્યા હતા. આમ આ ચાલી રહેલા સ્થાનિકોના ઉપવાસ આંદોલનનો ૧૪ માં દિવસે સુખદ અંત આવ્યો હતો.

આ અંગે વિપક્ષ નેતા દ્વારા જણાવ્યું હતું કે, જૂનાગઢ શહેર એક પ્રવાસન સ્થળ છે ત્યારે આવા પૌરાણિક, પ્રાચીન મંદિરોને રીનોવેશન કરવું જરૂરી છે. આગળ જતાં જરૂર પડશે તો ફરી પાછા સ્થાનિકો દ્વારા આ અંગે આંદોલન કરવાની ફરજ પડશે.

07/07/2026
07/07/2026

આપડે જૂનાગઢમાં નવું સ્ટેશન બનવાનું છે..

એની ડિઝાઇન આવી રાખવી એટલે ધોધ જોવા જંગલમાં જવું નહીં.

નોંધ: વીડિયો ભારતનો જ છે

07/07/2026

મુંબઈમાં વરસાદ ના લીધે ઠેર ઠેર પાણી ભરાયા. રેલવે સ્ટેશનોમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા.

07/07/2026

જૂનાગઢ ઝાંઝરડા રોડ વિસ્તારની મહિલાઓ ગઈકાલે મનપા કચેરીએ બિસ્માર રસ્તાઓની સમસ્યાઓને લઈને પહોંચ્યા હતા. ગટરના કામ બાદ છેલ્લા ત્રણ મહિનાથી રસ્તાનું કામ ન થતા સ્થાનિક મહિલાઓ મનપા કમિશ્નર કચેરીએ પહોંચ્યા અને આ અંગે કમિશ્નર શ્રીને રજુઆત કરી હતી. લોકોએ જણાવ્યું હતું કે, રસ્તાની આ હાલતથી રોજ ૦૫ લોકો પડતા હોય છે. વેરો ભરીએ છીએ તો રોડ રસ્તા પણ બનાવી આપોનું જણાવ્યું હતું.

06/07/2026

આવતી કાલે આવી શકે આંદોલનનો અંત...

જૂનાગઢ શીતળા કુંડ વિકાસ/રીનોવેશનને લઈને સ્થાનિકો દ્વારા ઉપવાસ આંદોલન ચલાવવામાં આવી રહ્યા છે. ત્યારે આજે ઉપવાસનો ૧૩ મો દિવસ થયો હતો. સ્થાનિકોની માંગ હતી કે, મંદિરમાં પાણી પડતું બંધ થાય એ માંગ મુજબ કામગીરી શરૂ કરવામાં આવે ત્યારે આ કામગીરી આજે ઉપવાસના ૧૩ દિવસે શરૂ કરવામાં આવી હતી. આ અંગે શ્રી મિહિરભાઈ મહેતાએ કામગીરીમાં ઢીલી નીતિ રાખી હોવાના આક્ષેપો પણ કરાયા હતા અને આવતી કાલે ઉપવાસ આંદોલનનો અંત કરી પારણા કરવાનું પણ જણાવ્યું હતું.

Address

Junagadh
362001

Alerts

Be the first to know and let us send you an email when Voice Of Junagadh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Voice Of Junagadh:

Shortcuts

Share