19/05/2026
્રસ્થાન_ગ્રુપ_દ્વારા_મે_મહિનાની_કારોબારી_મિટિંગનું_આયોજન
તા. ૧૬-૦૫-૨૦૨૬, શનિવારના રોજ ‘પ્રસ્થાન ગ્રુપ’ ની મે મહિનાની કારોબારી મિટિંગ પ્રમુખશ્રી આનંદભાઈ ભટ્ટની અધ્યક્ષતામાં સફળતાપૂર્વક યોજાઈ.
મિટિંગ દરમ્યાન ઉપસ્થિત સભ્યોને સંસ્થાના આગામી મહત્વપૂર્ણ આયોજન અંગે માહિતગાર કરવામાં આવ્યા. પ્રસ્થાન ગ્રુપને ૧૪ વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાનાર વેબસાઈટ લોન્ચિંગ ઇવેન્ટ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી તેમજ CLUB PG પ્રોજેક્ટની હાલની ગતિવિધિઓ અને ભવિષ્યની યોજનાઓ અંગે સભ્યોને માહિતી આપવામાં આવી.
આ ઉપરાંત સંસ્થા દ્વારા આગામી સમયમાં આયોજિત થનારા વિવિધ સામાજિક, સર્જનાત્મક અને સભ્યલક્ષી કાર્યક્રમોની રૂપરેખા પણ પ્રમુખ સ્થાનેથી રજૂ કરવામાં આવી.
અંતમાં સંસ્થાના સેક્રેટરી શ્રી ચિંતનભાઈ લાખાણી દ્વારા જરૂરી ઠરાવો પસાર કરવામાં આવ્યા બાદ મિટિંગ પૂર્ણ જાહેર કરવામાં આવી.
✨ સાથે મળીને નવા વિચાર, નવી દિશા અને નવા ઉત્સાહ સાથે આગળ વધતું અમારું “પ્રસ્થાન ગ્રુપ” ✨
જય હો..🙏
આનંદ અશ્વિનકુમાર ભટ્ટ (પ્રમુખશ્રી)
પ્રસ્થાન ગ્રુપ ~ જુનાગઢ