Sheth Kakubhai Jivandas Stree Hunnar Udyog Shala, Jodia

  • Home
  • India
  • Jodia
  • Sheth Kakubhai Jivandas Stree Hunnar Udyog Shala, Jodia

Sheth Kakubhai Jivandas Stree Hunnar Udyog Shala, Jodia An NGO established by Pu. Rambhaben Ganatra (Faiba) for the upliftment of women of Jodiya and surrounding villages.

The institution comprises a Montessori Kindergarten, Girls School, Girls Higher Secondary School, Vocational Training Classes, Girls Hostel

04/04/2026

ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ દ્વારા દર વર્ષે  શિક્ષક - મહાનુભાવોને એનાયત થતા પુરસ્કારોના આગામી કાર્યક્રમમાં જોડિયાની સ...
26/03/2026

ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ દ્વારા દર વર્ષે શિક્ષક - મહાનુભાવોને એનાયત થતા પુરસ્કારોના આગામી કાર્યક્રમમાં જોડિયાની સામાજિક સેવાભાવિ શૈક્ષણિક સંસ્થા શેઠ કાકુભાઈ જીવનદાસ સ્ત્રી હુન્નર ઉદ્યોગશાળા સંચાલિત શ્રીમતી યુ.પી.વી. કન્યા વિદ્યાલયના વ્યાયામ શિક્ષક શ્રી મમતાબેન જોશીને મળવા જઈ રહ્યો છે.

ત્રેવીસ વર્ષની સુદીર્ઘ શૈક્ષણિક અને સેવાકીય પ્રવૃતિઓની કારકિર્દીને અનુલક્ષીને ફોરમ 2026 નો આ એવોર્ડ એનાયત થશે. આ એવોર્ડમાં રોકડ રકમ, સૂત્રમાળા અને સન્માનપત્રથી અભિવાદન થશે. શ્રી મમતાબેન જોષીને આ અગાઉ જિલ્લા અને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ (2023) મળેલો છે. આ ઉપરાંત ગુજરાત ભારત સ્કાઉટ ગાઇડ સંસ્થા દ્વારા રાજ્યપાલ શ્રી ઓ. પી. કોહલી ના હસ્તે મેડલ ઓફ મેરીટ એવોર્ડ(2016) , જામનગરના શ્રેષ્ઠ વ્યક્તિ તરીકે નો ગુજરાત સ્થાપના દિન નિમિતે(2023) રાજ્યકક્ષા ઉજવણી માં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના હસ્તે સન્માન, ગુજરાતમાંથી પ્રથમ મહિલાએ (નેવી ) સી સ્કાઉટની તાલીમ લેવા બદલ (2022)આચાર્ય દેવવ્રત ના હસ્તે સન્માન પ્રાપ્ત કરેલ છે. જે સંસ્થા શાળા અને જોડિયા ગામ માટે ખૂબ ગૌરવપૂર્ણ બાબત કહી શકાય આ ઉપરાંત મમતાબેન દીકરીઓને અને શાળાને અનેક સિદ્ધિઓ અપાવેલ છે.

ઉલ્લેખનીય છે કે આ એવોર્ડ ગુજરાતના માંગરોળના પ્રાધ્યાપક પ્રશાંતભાઈ ચાહવાલા, ડો. કિરીટભાઈ ડી. ચૌહાણ (સારસા કુમાર શાળા, આણંદ), બોરીચા દેવકુબેન દાદભાઈ (શ્રી વી પી શાહ અને બી આર શાહ પ્રા.શાળા વીરનગર), પરેશભાઈ હિરાની (પરવડી કેન્દ્રવર્તી શાળા, ગારીયાધાર)ને પણ આ એવોર્ડ એનાયત થશે. આ એવોર્ડની જાહેરાત ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચના સંયોજક તખુભાઈ સાંડસુર અને ગુજરાતના વિવિધ જિલ્લાના શિક્ષક નિર્ણાયકો દ્વારા સિદ્ધિઓ ક્ષમતાઓના આધારે ટીમ દ્રારા મૌખિક પ્રશ્નોતરી દ્રારા કરવામાં આવે છે.
fans

આજરોજ તારીખ 26-2-20026 થી ગુજરાત એસ.એસ.સી. બોર્ડની પરીક્ષાઓ શરૂ થયેલ છે, જે અંતર્ગત જોડિયાની સામાજિક સંસ્થા શેઠ કાકુભાઈ ...
26/02/2026

આજરોજ તારીખ 26-2-20026 થી ગુજરાત એસ.એસ.સી. બોર્ડની પરીક્ષાઓ શરૂ થયેલ છે, જે અંતર્ગત જોડિયાની સામાજિક સંસ્થા શેઠ કાકુભાઈ જીવણદાસ સ્ત્રી હુન્નર ઉદ્યોગ શાળા સંચાલિત શ્રીમતી યુ.પી.વી. કન્યા વિદ્યાલય કેન્દ્રમાં કુલ 10 બ્લોકમાં તાલુકાના 271 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે આવ્યા હતા. સંસ્થાના ટ્રસ્ટી શ્રી પાર્થભાઈ સુખપરિયા, પુનિતભાઈ શેઠ, અશોકભાઈ વર્મા, મુંબઈથી પધારેલ અતિથિવિશેષ શ્રી રાજેશભાઈ ગાંધી, સ્કૂલના આચાર્ય શ્રી ક્રિષ્નાબા ચુડાસમા, જોડિયાના આગેવાન શ્રી ભગુભાઈ વાંક, શ્રી અસલમ બાપુ તથા સંસ્થાના તમામ વિભાગના સ્ટાફ દ્વારા પરીક્ષાર્થીઓને વેલકમ કાર્યક્રમમાં, વિદ્યાર્થીઓને તિલક કરી, મીઠું મોઢું કરાવી પ્રોત્સાહિત કરેલ અને શુભેચ્છા પાઠવેલ હતી. આ ઉપરાંત બપોર પછી એચ.એસ.સી.ની પરીક્ષા હોય તે વિદ્યાર્થિનીઓને પણ શુભેચ્છાઓ આપી હતી.

Parth B Sukhparia Punit Sheth

ગુજરાત સાહિત્ય અકાદમી અને શેઠ કાકુભાઈ જીવણદાસ સ્ત્રી હુન્નર ઉદ્યોગ શાળાના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા સપ્તાહ અંતર્ગત માતૃભા...
15/02/2026

ગુજરાત સાહિત્ય અકાદમી અને શેઠ કાકુભાઈ જીવણદાસ સ્ત્રી હુન્નર ઉદ્યોગ શાળાના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા સપ્તાહ અંતર્ગત માતૃભાષા મહોત્સવ ૨૦૨૬માં આપ સૌને હાર્દિક નિમંત્રણ છે.

CISF દ્વારા આયોજિત 'વંદે માતરમ કોસ્ટલ સાયકલોથોન' રેલીનું જોડિયા હુન્નરશાળા ખાતે ભવ્ય સ્વાગત કરાયું     સાયકલોથોનના માધ્ય...
01/02/2026

CISF દ્વારા આયોજિત 'વંદે માતરમ કોસ્ટલ સાયકલોથોન'
રેલીનું જોડિયા હુન્નરશાળા ખાતે ભવ્ય સ્વાગત કરાયું

સાયકલોથોનના માધ્યમથી CISF ૬૫ યુવાઓ કચ્છના લખપતથી કેરળના કોચીન સુધીની ૩૫૦૦ કિ.મી.ની યાત્રા થકી તટીય સુરક્ષાનો સંદેશ ફેલાવી રહ્યા છે, જેનું આગમન જોડિયા ખાતે થતા સેવાભાવી સંસ્થા શેઠ કાકુભાઈ જીવણદાસ સ્ત્રી હુન્નર ઉદ્યોગશાળા ખાતે ભવ્ય સ્વાગત, જમણવાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, વિદ્યાર્થિનીઓએ દેશભક્તિના ગીતોના સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા દેશના જવાનોની સેવાને બિરદાવી હતી.

દેશની દરિયાઈ સીમાઓની સુરક્ષા અને રાષ્ટ્રીય એકતાના ઉમદા હેતુ સાથે નીકળેલી 'વંદે માતરમ કોસ્ટલ સાયકલોથોન રેલી' જામનગર જિલ્લાના જોડિયા ખાતે આવી પહોંચતા શેઠ કાકુભાઈ જીવણદાસ સ્ત્રી હુન્નર ઉદ્યોગશાળા ખાતે તેનું કુમકુમ અક્ષત વડે અને ત્યારબાદ બેન્ડ અને ફુલોના અભિષેકથી વિદ્યાર્થિની બાળાઓએ હર્ષભેર ભવ્ય સ્વાગત કર્યુ હતું. ત્યારબાદ, આ વીર જવાનો અને બાળાઓએ હુન્નરશાળામાં કાઠિયાવાડી ભોજન લીધુ હતું.

પટેલ સમાજ ખાતે આયોજિત સ્વાગત કાર્યક્રમમાં જોડિયા હુન્નર શાળાની બાળાઓ દ્વારા ચાર કૃતિઓ અને CISF ના જવાનો દ્વારા લાઠી પ્રદર્શન, યોગ અને માનવ પિરામિડ જેવા શૌર્યપૂર્ણ નિદર્શનો રજૂ કરવામાં આવ્યા હતા. આ સાથે જ રાષ્ટ્રભાવનાને ઉજાગર કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો થકી ઉપસ્થિત જનમેદનીમાં દેશભક્તિની લહેર ફરી વળી હતી.

હુન્નર શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા રજૂ થયેલા દેશભક્તિ ગીતો ઉપરના સાંસ્કૃતિક કાર્યક્રમ અને સહકાર માટે સી.આઈ.એસ.એફ. ના ડેપ્યુટી કમાન્ડન્ટ શ્રી સંદીપ ચક્રવર્તી અને પ્રાંત અધિકારી શ્રી સ્વપ્નિલ સિસલે દ્વારા સંસ્થાના ટ્રસ્ટી શ્રી પાર્થભાઈ સુખપરિયાનું તેમજ સંસ્થાના વ્યાયામ શિક્ષિકા મમતાબેન જોશીનું અને ટીમનું સન્માન કરવામાં આવ્યુ હતું. વિદ્યાર્થીનીઓના સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળી અન્ય રાજ્યમાંથી આવેલ આ શૂરવીર નવ જવાનોએ ખુશ થઈ વિદ્યાર્થીની બહેનોને શુભેચ્છાઓ આપી હતી.

આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય શ્રી રાઘવજીભાઈ પટેલ, ધ્રોલ પ્રાંત અધિકારી શ્રી સ્વપ્નિલ સિસલે, મામલતદાર શ્રી મહેતા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનીયારા, શેઠ કાકુભાઈ જીવણદાસ સ્ત્રી હુન્નર ઉદ્યોગ સંસ્થાના ટ્રસ્ટીઓ શ્રી પાર્થભાઈ સુખપરિયા, શ્રી પુનિતભાઈ શેઠ અને શ્રી અશોકભાઈ વર્મા સહિતના અનેક મહાનુભાવો અને બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

સેવાને વરેલી આ સંસ્થાની શાળા અને હોસ્ટેલમાં અભ્યાસની સાથે અનેક સહ-અભ્યાસક પ્રવૃત્તિઓ પણ વિદ્યાર્થીઓ કરે છે. શ્રીમતી યુપીવી કન્યાવિદ્યાલય સ્કાઉટ ગાઈડ, એન. એસ. એસ., એસ. પી. સી., ઇકો કલબ વગેરે જેવી અનેક ઈતર પ્રવૃત્તિઓમાં અગ્રેસર હોય છે. સાથે-સાથે હુન્નરશાળામાં મહિલા ઉત્કર્ષ, સમાજ સેવા, સાહિત્ય પરિષદ, વિશેષ દિવસની ઉજવણી અને તહેવાર નિમિત્તે વિવિધ પ્રકારના કાર્યક્રમો કરી વિદ્યાર્થિનીઓમાં શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન કરવામાં આવે છે.

જોડિયા હુન્નરશાળાની સ્કાઉટ ગાઈડ વિદ્યાર્થિનીઓ અને કેપ્ટનનું ગણતંત્ર દિવસે ખીરી ખાતે સન્માન       સૌરાષ્ટ્રની સુપ્રસિધ્ધ ...
27/01/2026

જોડિયા હુન્નરશાળાની સ્કાઉટ ગાઈડ વિદ્યાર્થિનીઓ અને કેપ્ટનનું ગણતંત્ર દિવસે ખીરી ખાતે સન્માન

સૌરાષ્ટ્રની સુપ્રસિધ્ધ ગાંધીવાદી સંસ્થા શ્રી શેઠ કાકુભાઇ જીવણદાસ સ્ત્રી હુન્નર ઉદ્યોગ શાળા સંચાલિત શ્રીમતી યુ.પી.વ્યાસ કન્યા વિદ્યાલય જોડિયાની આઠ વિદ્યાર્થીની અને ગાઈડ કેપ્ટન નેશનલ જંબોરી કેમ્પ લખનઉ (ઉત્તર પ્રદેશ)માં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી પીઝન શોમાં ઉત્તમ દેખાવ કરી એ ગ્રેડ સાથે સફળતા મેળવી હતી. આ સિદ્ધી બદલ જોડીયા તાલુકા મામલતદાર દ્વારા 26 જાન્યુઆરી - ગણતંત્ર દિવસના રોજ ખીરી મુકામે તાલુકા કક્ષાએ ઉજવણીમાં પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવેલ છે.

શ્રીમતી યુ.પી.વ્યાસ કન્યા વિદ્યાલય જોડિયામાં અભ્યાસ કરતી આઠ વિદ્યાર્થીનીઓ ઝાટિયા પલક, પટેલ હીર, જોટગીયા યશવી, સમા નાઝમીરા, છૈયા શ્રદ્ધા, રાણવા રિદ્ધિ, મકવાણા પ્રિયા, લોહીયા સુહાની તેમજ શાળાના વ્યાયામ શિક્ષક શ્રી મમતાબેન જોશી એ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી ગુજરાતના લીડર તરીકે કાર્ય કરેલ. ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લાના ભાગે આવેલ પીઝન શો પ્રવૃત્તિમાં વિદ્યાર્થીની બહેનો અને ગાઈડ કેપ્ટને ઉત્તમ દેખાવ કરી એ ગ્રેડ સાથે સફળતા મેળવી હતી અને જામનગર તેમજ ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે. આ બદલ યુપી સરકાર દ્વારા અને દિલ્હી ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા એવોર્ડ પ્રમાણપત્ર આપવામાં આવેલ છે.
તેમની આ સિદ્ધી બદલ જોડીયા તાલુકા મામલતદાર ઓફિસ દ્વારા 26 જાન્યુઆરી ગણતંત્રના દિવસના રોજ ખીરી મુકામે તાલુકા કક્ષાએ ઉજવણી થતી હોય ત્યારે પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવેલ છે. જોડિયા ગામના હોદ્દેદારશ્રીઓ અને અધિકારીશ્રીઓ દ્વારા પણ શુભેચ્છાઓ આપવામાં આવેલ.

આ બહેનોને શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ભરતભાઈ સુખપરિયા, સ્થાનિક ટ્રસ્ટી અશોકભાઈ વર્મા, ટ્રસ્ટી શ્રી પાર્થભાઈ સુખપરિયા, ટ્રસ્ટી શ્રી પુનિતભાઈ શેઠ અને શાળાના આચાર્યા બહેન શ્રી ક્રિશ્નાબા ચુડાસમા એ શુભેચ્છાઓ પાઠવી ઉતરોતર જીવનમાં પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવેલ.

અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે, સ્કાઉટ ગાઈડ રાજ્ય સંઘના હોદ્દેદારશ્રીઓ અને જિલ્લા સંઘ ચીફ કમિશનર શ્રીયોગેન્દ્રસિંહ જાડેજા અને અન્ય હોદ્દેદારશ્રી દ્વારા વિદ્યાર્થીની બહેનોના આ ઉત્તમ કાર્ય બદલ શુભેચ્છાઓ આપવામાં આવેલ.

ગાંધી વિચારોને વરેલી આ સંસ્થા સત્ય, પ્રેમ, કરુણા, સેવા, સ્વાવલંબન, સ્વચ્છતા સાથે સતત કાર્ય કરતી રહે છે. શાળામાં અભ્યાસની સાથે અનેક સહ-અભ્યાસક પ્રવૃત્તિઓ પણ વિદ્યાર્થીઓ કરે છે. આ અનુસંધાને શાળા સ્કાઉટ ગાઈડ, એન. એસ. એસ., એસ. પી. સી., ઇકો કલબ વગેરે જેવી અનેક ઈતર પ્રવૃત્તિઓમાં અગ્રેસર હોય છે. સાથે-સાથે મહિલા ઉત્કર્ષ, સમાજ સેવા, સાહિત્ય પરિષદ, વિશેષ દિવસની ઉજવણી અને તહેવાર નિમિત્તે વિવિધ પ્રકારના કાર્યક્રમો કરી વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સંસ્કૃતિનું જ્ઞાન આપવામાં આવે છે.

26/01/2026
જોડિયા હુન્નરશાળામાં પ્રજાસતાક પર્વ-૨૦૨૬ ની ગરીમાપૂર્ણ, શાનદાર, દબદબાપૂર્વક ઉજવણીજામનગર જિલ્લાની સુપ્રસિધ્ધ, ગાંધી વિચાર...
26/01/2026

જોડિયા હુન્નરશાળામાં પ્રજાસતાક પર્વ-૨૦૨૬ ની ગરીમાપૂર્ણ, શાનદાર, દબદબાપૂર્વક ઉજવણી

જામનગર જિલ્લાની સુપ્રસિધ્ધ, ગાંધી વિચારધારાને વરેલી, સ્વાતંત્ર્યસેનાની સ્વ.રંભાબેન ગણાત્રા (પૂ.રંભાફૈબા) સંસ્થાપિત રાષ્ટ્રવાદી મહિલા સેવા સંસ્થા શેઠ કાકુભાઈ જીવણદાસ સ્ત્રી હુજાર ઉધોગ શાળામાં સ્વતંત્ર ભારતના ૭૭ માં પ્રજાસતાક પર્વની ગરિમાપૂર્ણ, શાનદાર, ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે ધ્વજવંદન કાર્યક્રમમાં ધ્વજરક્ષક તરીકે કુ. અંજલિબા સિધ્ધરાજસિંહ કેર એ ઉત્કૃષ્ઠ કામગીરી બજાવી હતી. સંપૂર્ણ ગણવેશમાં સજ્જ શાળાની વિધાર્થીનીઓના વિવિધ વૃન્દોએ રાષ્ટ્રગીત, ઝંડાગીત, વન્દેમાતરમ્ નું તાલ સાથે તથા લયબધ્ધ રીતે સમૂહગાન કર્યું હતું અને હોશભેર ઉલ્લાસપૂર્વક કોમીનારા લગાવ્યા હતા. રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા પછી રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ ધ્વજનિક તરીકે કુ. ધાર્મિકાબા જીતેન્દ્રસિંહ કેરે પ્રવચનમાં રાષ્ટ્રના વિકાસ માટે એકતા અને સમર્પણની ભાવના સાથે કામ કરવા હાકલ કરી હતી. ત્યારબાદ માર્ગ સલામતી કાર્યક્રમ અંતર્ગત શાળાની વિદ્યાર્થિની બહેનોને સંકલ્પ લેવડાવવામાં આવેલ.

ધ્વજરક્ષક,ધ્વજનિક રાષ્ટ્રગીત, ઝંડાગીત, વંદેમાતરમ્ ના વૃન્દો,અને બાલમંદીર ના બાળકો જે ભારતમાતા,જય જવાન, જય કિશાનની વેશભૂષા ધારણ કરેલ તેમને રોકડમાં પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરેલ તેમજ હુન્નરશાળા સંસ્થા તરફથી તેમજ પધારેલ મહેમાનો તરફથી કાર્યક્રમમાં ભાગ લેનાર દરેક વિધાર્થીને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ.

પ્રજાસતાકદિન ની રાષ્ટ્રીય ભાવનાની પ્રેરણા આપતા પર્વમાં સંસ્થાના સર્વે મહાનુભાવો ટ્રસ્ટીશ્રી અશોકભાઇ વર્મા, શ્રીપાર્થભાઇ સુખપરિયા, શ્રીપુનિતભાઈ શેઠ, શાળાના આચાર્ય બહેનશ્રી ક્રિષ્નાબા ચુડાસમા, બાલમંદિરના આચાર્યાશ્રી વિજયાબેન મકવાણા,ગૃહમાતા શ્રી જ્યોત્સનાબા સરવૈયા, દિનેશભાઇ રાઠોડ, અલારખાભાઈ ગોધાવિયા, નરુભાઈ ગોહિલ, ભરતભાઇ આહયા, અસરફભાઇ, ચંદ્રેશ ભાઈ, યોગેશભાઇ તન્ના,, મગનભાઇ કાનાણી વગેરે અને સંસ્થા, શાળા તેમજ બાલમંદીરના દરેક કર્મચારીગણો ઉપસ્થીત રહયા હતા. ગામના આગેવાનોશ્રી ઉપસ્થિત રહી પ્રોત્સાહિત કરવામાં આવેલ.

fans

Address

Jodia
361250

Alerts

Be the first to know and let us send you an email when Sheth Kakubhai Jivandas Stree Hunnar Udyog Shala, Jodia posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share